SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ 190 1 1 ब्रह्मयज्ञ परं कर्म गृहस्थस्याधिकारिणः पूजादि वीतरागस्य ज्ञानमेव तु योगिनः ॥ ब्रह्मार्पणमपि ब्रह्मयज्ञान्तर्भावसाधनम् ब्रह्माग्नौ कर्मणो युक्तं स्वकृतत्वस्मये हुते ।।२४ ब्रह्मण्यर्पिते सर्वस्वे ब्रह्मदृग् ब्रह्मसाधन: 1 ब्रह्मणा जुह्वदब्रह्म ब्रह्मणि ब्रह्मगुप्तिमान् ।। ३५ ब्रह्माध्ययननिष्ठावान् परब्रह्मसमाहितः ब्रह्मणो लिप्यते नाधैर्नियागप्रतिपत्तिमान् I ||૬ હવે ગીતામાં કૃષ્ણનું વિધાન લઈએ - ब्रह्मार्पणं ब्रह्म हविर्ब्रह्माग्नौ ब्रह्मणा हुतम् । ब्रह्मैव तेन गन्तव्यं ब्रह्मकर्मसमाधिना ।। ३७ હવે ધ્યાનથી જોઈએ તો ગીતાના આ શ્લોકનું વિસ્તૃત ભાષ્ય એ યશોવિજયજીનાં શ્લોકો છે અને મને ગૌરવપૂર્વક કહેવાનું મન થાય છે કે ગીતાની મેં અનેક ટીકાઓ જોઈ છે પણ આવું વિચારપ્રધાન, વિસ્તૃત, નવીન મતને પુષ્ટિ આપતું આ શ્લોકનું ભાષ્ય ક્યાંય બીજે જોયું-જાણ્યું નથી. ગીતાના શ્લોકમાંથી વ્રહ્માર્પન, પ્રાપ્તિ, પ્રાયજ્ઞ, બ્રહ્મા, બ્રહ્મ ઇત્યાદિ શ્લોક તો યશોવિજયજીએ અપનાવ્યા છે. તેઓશ્રીએ પોતાની આગવી શૈલીમાં સ્વવૃતત્વસ્મયે āતે – પોતાના કર્તાપણાના અભિમાનનો હોમ, શ્રાવિતે સર્વસ્વે - બ્રહ્મમાં સર્વસ્વ હોમવું, બ્રહ્મવૃત્ – બ્રહ્મનું દર્શન કરનાર બ્રહ્મસાધન, બ્રહ્મમુપ્તિ, બ્રહ્માધ્યયન અને અંતે આવો યજ્ઞ કરનાર નિષ્યતે નાથે પાપથી લેપાતો નથી, આ સઘળી બાબતો વિચારપૂર્ણ રીતે મૂળ શ્લોકોનું જાણે ભાષ્ય કરતા હોય તેમ ઉમેર્યું છે જેથી મૂળ બ્રહ્મયજ્ઞની ભાવના વધુ વ્યાપક અને વાચક માટે વિશદ બની છે. ગૌતમ પટેલ જ્ઞાનસારના ૨૯ પૂજાષ્ટકમાં શ્રાવક અને સાધુની પૂજાનાં સ્નાન, વસ્ત્ર, કેસર-ચંદન, પુષ્પમાળા, સ્વસ્તિક, ધૂપ, હોમ, દીપો-આરતી, નૃત્યગીત વગેરેનું ભિન્ન ભિન્ન પ્રકારો દર્શાવતું વર્ણન અત્યંત રમણીય, શુદ્ધ-સાત્ત્વિક-કલ્પનાસભર અને જીવનમાં શ્રાવક અને સાધુ બન્ને માટે ઉતારવા જેવું છે. વિસ્તારભયે બધું નથી નોંધતો પણ શ્રાવકપાણીથી સ્નાન કરે, સાધુ દયારૂપી જળથી, શ્રાવકને ચંદનનું તિલક, સાધુને વિવેકનું; શ્રાવકને ફૂલની માળા, સાધુને ક્ષમારૂપી માળા વગેરે જોવા જેવાં છે. विभिन्न अपि पन्थानः समुद्रं सरितामिव I मध्यस्थानां परं ब्रह्म प्राप्नुवन्त्येकमक्षरम् ।।३९ અહીં યશોવિજયજી પરં બ્રહ્મને અક્ષમ્ કહે છે અને આ વાત ઉપનિષદોમાં અને ગીતામાં એકથી વધુ વાર આવે છે.૪૦ મહાકવિ કાલિદાસ ‘રઘુવંશ’માં સરસ કહે છે કે बहुधाप्यागमैर्भिन्नाः पन्थानः सिद्धिहेतवः 1 त्वय्येव निपतन्त्योद्या जाह्नवीया इवार्णवे ।।४
SR No.012079
Book TitleMahavir Jain Vidyalay Shatabdi Mahotsav Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherMahavir Jain Vidyalay
Publication Year2015
Total Pages360
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy