________________
165
જ્ઞાનભંડારો અને હસ્તપ્રતોની વિશેષતાઓ સાથે જૈન સંઘોએ જતન અને રક્ષણ કર્યું છે. આજે જૈન ભંડારોમાં અન્ય ધર્મોની પ્રાચીન દુર્લભ એવી હસ્તપ્રતો જેમ કે બૌદ્ધગ્રંથ હેતુવિદુરીવા, તત્ત્વસંપ્રદ, તત્ત્વસંદના અને મોક્ષાંકરકગુપ્તકૃત તમાકા, ચાર્વાક દર્શનનો એકમાત્ર ઉપલબ્ધ ગ્રંથ ભટ્ટ જયરાશિકૃત તત્ત્વોપત્તિવ, રાજશેખરકૃત કાવ્યમીમાંસા વગેરે સંગ્રહાયેલાં છે.
આગમપ્રભાકર મુનિશ્રી પુણ્યવિજયજીએ નોંધ્યું છે કે, “જ્ઞાનભંડારો જૈન સંપ્રદાયના હોઈ કોઈ એમ ન માની લે કે એ ભંડારોમાં માત્ર જૈન ધર્મના જ ગ્રંથો લખાવાતા હશે. પાદવિહારી અને વિદ્યાવ્યાસંગી જૈનાચાર્યો અને જૈન શ્રમણોને દેશ સમગ્રના સાહિત્યની જરૂર પડતી નથી. અનેક કારણોસર દેશભરનું સાહિત્ય એકત્ર કરવામાં આવતું હતું. જૈન ભંડારોમાં પણ જૈનેતર સંપ્રદાયના વિવિધ સાહિત્યવિષયક ગ્રંથો હજારોની સંખ્યામાં વિદ્યમાન છે. અમે એટલું ભારપૂર્વક કહીશું કે જૈન શ્રમણોની પેઠે આટલા મોટા પાયા ઉપર ભારતીય વિશ્વસાહિત્યનો સંગ્રહ પ્રાચીન જમાનામાં ભાગ્યે જ કોઈ ભારતીય જૈનેતર સંપ્રદાયે કર્યો હશે, જૈનેતર સમાજના પોતાના સંપ્રદાયના ભંડારોમાં ભગવદ્ગીતા, ઉપનિષદો અને વેદ જેવા માન્ય ગ્રંથોની પ્રાચીન પ્રતો પણ ભાગ્યે જ મળશે.'
સોલંકી સુવર્ણ યુગમાં સાહિત્ય-સમૃદ્ધિનો પ્રશંસનીય વિકાસ થયેલો જણાય છે તેમજ સેંકડો ગ્રંથોની રચના તથા લેખનાદિ પ્રવૃત્તિ પુષ્કળ પ્રમાણમાં વિકસી જણાય છે. તે સમયના સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ સાહિત્યની રચનાઓમાં મહારાજા કર્ણદેવ, સિદ્ધરાજ જયસિંહ, પરમહંસ કુમારપાલ, ભીમદેવ, અર્જુનદેવ વગેરે રાજાઓનાં સંસ્મરણો તેમાં ગૂંથાયેલાં છે તથા તેમના અધિકારીઓ, મંત્રીઓ વગેરેનો નામ-નિર્દેશ પણ તેમાં કરાયેલો છે.
છેલ્લાં બારસો વર્ષોના ગ્રંથોમાં ગ્રંથકારનો વિશેષ પરિચય મળી આવે છે. ગ્રંથોના અંતે લખેલી પ્રશસ્તિઓમાં તેઓએ પોતાની ગુરુપરંપરા દર્શાવી હોય છે. ગ્રંથ કયા નગરમાં રચ્યો, કયા રાજાના રાજ્યમાં રચ્યો, કયા વર્ષે, માસે, મિત્તમાં રચ્યો ? તેમાં સંશોધનાદિ સહાયતા કોણે કરી ? કોની પ્રાર્થના-પ્રેરણાથી રચ્યો ? ગ્રંથનું શ્લોકપ્રમાણ કેટલું છે ? વગેરે ઐતિહાસિક આવશ્યક સામગ્રી એમાંથી મળી રહે છે.
ઐતિહાસિક દર્શન : જૈનાચાર્યોએ રચેલા અને લખાવેલા ગ્રંથોની પ્રશસ્તિઓ અને પુષ્પિકાઓમાં ઐતિહાસિક સામગ્રીઓનો અઢળક સંચય થયેલો છે. ગુજરાતના ઇતિહાસની સાધનસામગ્રી જૈન ગ્રંથો, પ્રબંધો, શિલાલેખો, રાસાઓ આદિમાંથી મળે છે તેનું અતિશય મૂલ્ય છે. પ્રશસ્તિઓ અને પુષ્મિકાઓનો અભ્યાસ જેટલો અને જેવો થવો જોઈએ તેટલો થયો નથી. પ્રશસ્તિઓ અને હસ્તલિખિત ગ્રંથોના અંત- ભાગે પ્રસિદ્ધ થયેલી પુષ્મિકાઓમાં આપણા ઇતિહાસલેખનમાં ઉપયોગી તેમજ નાનાં-મોટાં ગામ-નગરો અને દેશો તથા ત્યાંના રાજાઓ, આત્માઓ, શ્રેષ્ઠીઓ, શાહુકારો, કુળો, જ્ઞાતિઓ, કુટુંબો અંગે રસપ્રદ હકીકતો મળે છે. - ખંભાતના શાન્તિનાથ તાડપત્રીય ભંડારમાં ક્રમાંક ૨૧૪માં વિ. સં. ૧૨૧૨માં લખેલી શ્રી શાંતિસૂરિકૃત પ્રાકૃત “પૃથ્વીચંદ્રચરિત્ર'ની તાડપત્રીય પ્રતિના અંતની પુષ્યિકામાં તારવેશ મંત્ર મરીઃ મુનય રત્નશનિ આ પ્રમાણે મહી નદી અને દમણના વચલા પ્રદેશને લાટદેશ તરીકે જણાવ્યો છે.