________________
જ્ઞાનભંડારો અને હસ્તપ્રતોની વિશેષતાઓ
ભારતમાં હજારો વર્ષોથી જ્ઞાનની ધારા પરંપરાગત અવિચ્છિન્ન રૂપે વહેતી આવી છે. જૈન ધર્મમાં શાસ્ત્રો શ્રુત પરંપરા રૂપે ચાલ્યાં આવતાં હતાં. વૈદિક કાળથી ભારતના ઋષિમુનિઓએ પણ વેદો, ઉપનિષદો દ્વારા ભારતીય પ્રજાને જ્ઞાનનો વારસો અર્પણ કર્યો છે. ભારતીય જ્ઞાન શ્રુતિ અને સ્મૃતિના સંગ્રહ દ્વારા આજ સુધી જળવાઈ રહ્યું છે.
જ્ઞાનભંડારોનું મહત્ત્વ : જૈન જ્ઞાનભંડારોમાં સચવાયેલા જ્ઞાનવારસાને અતિ મહત્ત્વ કેમ આપવામાં આવે છે ? સૌપ્રથમ શ્રત ગણધર ભગવંતોની શિષ્ય પરંપરામાં શ્રત શ્રીમુખે સચવાતું રહ્યું. પરંતુ સમયના વહેણની સાથે દુકાળો વગેરેના કારણે તેમજ યાદશક્તિ પણ કમજોર થવાના કારણે શ્રત ભુલાવા માંડ્યું ત્યારે ભગવાન મહાવીરના નિર્વાણ પછી ૯૮૦ વર્ષ વિ. સં. . ૫૧૦માં શ્રુત દેવર્ધિગણિક્ષમાશ્રમણની અધ્યક્ષતામાં ૫૦૦ આચાર્યોની વાચના વલભીપુરમાં થયેલી ત્યારથી શ્રુતને ટકાવવા માટે કંઠસ્થીકરણની સાથે સાથે લેખનપરંપરાનો પ્રારંભ થયો. એ રીતે આ કૃતધરોએ શ્રુતજ્ઞાનને ગ્રંથસ્થીકરણની પરંપરા વડે સુરક્ષિત બનાવ્યું. શ્રુતલેખનનો શ્રી દેવર્ધિગણિક્ષમાશ્રમણે પ્રારંભ કરાવીને દ્વાદશાંગી અને આગમગ્રંથોની અનેક પ્રતો તૈયાર કરાવી. આ દિવ્ય શ્રુતજ્ઞાનનો વારસો જૈન જ્ઞાનભંડારોમાં સચવાયેલો મળે છે. તેના કારણે આ જ્ઞાનભંડારોમાં સચવાયેલું જ્ઞાન અતિ મહત્ત્વનું છે. તેથી જ જૈન ભંડારોનું મહત્ત્વ આજના કાળમાં સવિશેષ છે.
હસ્તપ્રત પરિભાષા : મુદ્રણકળાના આવિર્ભાવ પહેલાં બરૂના કિત્તા વડે કાળી શાહીથી નિશ્ચિત કરેલા માપના ટકાઉ કાગળ પર
કનુભાઈ એલ.
શાહ