________________
કલ્પસૂત્ર
157
પ્રણાલિકા ક્વચિત્ મળે છે ખરી.) અંતિમ આઠમો દિવસ સંવત્સરી મહાપર્વનો છે. તે દિવસે શ્રી બારસાસ્ત્રનું વાચન તથા સાંવત્સરિક પ્રતિક્રમણ કરવામાં આવે છે.
કલ્પસૂત્રમાં મુખ્ય વિષયોની સાથોસાથ જુદા જુદા વિષયો આવરી લેવામાં આવ્યા છે, જેમ કે ભગવાન મહાવીરના જીવનચરિત્રમાં ગર્ભાપહરણની ઘટના મળે છે. સ્વપ્નશાસ્ત્ર, વૈદકશાસ્ત્ર, હસ્તરેખા-શાસ્ત્ર, રત્નોની જાતિઓ, પાપનાં ફળ, જુદી જુદી ગતિઓમાં જીવોનું ગમનાગમન, જાતિસ્મરણ, જ્ઞાન જેવાં અનેક જુદા જુદા વિષયોનો આમાં સમાવેશ થયો છે.
આમ કલ્પસૂત્રનો મહિમા જૈન ધર્મનો પાયો દર્શાવવામાં, તીર્થકરોની અપૂર્વતા અને સાધુ પરંપરાની મહત્તા ગાવામાં તેમ જ જનસમૂહના વ્યાપક કલ્યાણની ભાવનામાં રહેલો છે.
આજથી આશરે ૧૫૦૦ વર્ષ પૂર્વે વીર સંવત (અથવા ૯૯૩ વર્ષે) ઈ. સ. ૪૫૪માં ગુજરાતના આનંદપુરમાં એક ઘટના બની. રાજા ધ્રુવસેનનો યુવાન પુત્ર અકાળ મૃત્યુ પામ્યો.
નિર્મોહીનાં આંસુ જગતના બાગમાં મોતી વાવે છે. મોહી જીવોનાં રુદન ભર્યા બાગને ઉજ્જડ બનાવે છે. શોકનો પહાડ તૂટી પડ્યો હતો. સહુના અંતરનાં દ્વાર બિડાઈ ગયાં હતાં. કલ્પાંત, રુદન અને હાહાકાર એ શહેરનાં શણગાર બન્યાં હતાં. ધોળો દિવસ કાળરાત્રિ બની ગયો હતો. માણસ જાણે દિવસે યમના પડછાયા જોતો હતો.
ગુજરાતનું વડનગર (આનંદપુર) પછીનું પાટનગર વલભી. રાજા વલભીમાં હતો. રાજકુટુંબ વડનગરમાં હતું, પણ બંનેમાંથી એકેય સ્થળે શાંતિ ન હતી.
રાજા રાજકાજમાં અધિક રચ્યોપચ્યો રહેવા લાગ્યો, તોયે ઉદાસીનાં વાદળો દિલને ઘેરતાં રહ્યાં. પ્રવાસમાં અધિકાધિક પ્રવૃત્ત રહેવા લાગ્યો, પણ શ્રાવણના આભ જેવું અંતર સરવર વરસી જતું.
એણે વિચાર્યું કે હવે તો કંઈ ઉત્તમ ધર્મશ્રવણ એના ધર્મકરણી દિલને આસાએશ આપી શકે તેમ છે.
આ પૂર્વે વર નિર્વાણ સંવત ૯૮૦ (વિ. સં. ૫૧૦, ઈ.સ. ૪૫૪)માં પાંચમા સૈકામાં ગુજરાતના વલ્લભીપુરમાં કલ્પસૂત્રનું લેખન થયું હતું. ભગવાન મહાવીરના સત્તાવીસમા પટ્ટધર અને અંતિમ પૂર્વધર શ્રી દેવર્ધિગણિ ક્ષમાશ્રમણની વાચના સમયે કલ્પસૂત્રનું લેખન થયું અને તે ગ્રંથારૂઢ થયું હતું.
આ ગ્રંથનું સ્થાન આગમ જેટલું પવિત્ર હતું. મુનિરાજો પર્યુષણ કલ્પમાં આ કલ્પસૂત્રને વાંચતા અને સાંભળતા. સાધુઓ સુધી જ એનું વાંચન-શ્રવણ સીમિત હતું.
ઉત્તમ ધર્મશ્રવણથી દિલને આસાયેશ આપવા માટે કલ્પસૂત્રનું વિ. સં. ૨૩૨ (વીરસંવત ૯૫૩)માં પ્રથમ વાર આમજનતા સામે વડનગરમાં કલ્પસૂત્ર વંચાયું. વડનગરની એ ભૂમિને જ્ઞાન અને તપથી પાવન કરનાર આચાર્ય હતા શ્રી ધનેશ્વરસૂરિજી. તે દિવસથી પર્યુષણ પર્વમાં “કલ્પસૂત્ર' આબાલવૃદ્ધને સાંભળવા માટે ખુલ્લું મુકાયું. છેલ્લાં ૧૫૪૯ વર્ષથી સંઘ સમક્ષ એનું વાચન થાય છે. - કલ્પસૂત્રને “બારસા સૂત્ર” તરીકે ઓળખવામાં આવે છે. આનું કારણ એટલું કે કલ્પસૂત્રનું લખાણ ૨૯૧ કંડિકા છે અને તેનું માપ ૧૨૦૦ કે તેથી વધુ ગાથા કે શ્લોકપ્રમાણ જેટલું ગણી શકાય.