________________
મહાવીર મોક્ષા વિ.સ. પૂર્વે ૪૭૦ વર્ષે આસો વદ
અમાસની રાત્રીના પાછલા પહોરે પાવાપુરીમાં ભગવાન મહાવીર મોક્ષ પામ્યા. અહીં ભગવાન મહાવીર આસન પર બેઠા છે. નીચે પર્વતનાં શિખરો બતાવ્યાં છે, તે પાવાપુરી-સમેતશિખર
છે. ઉપર છત્ર અને બે વૃક્ષ છે, તો નીચે અર્ધચંદ્રનો આકાર તે સિદ્ધશિલા
સૂચવે છે.
પાર્શ્વપ્રતિમા ભગવાન મહાવીર પૂર્વે ૫૦ વર્ષ પહેલાં ભગવાન પાર્શ્વનાથ મોક્ષે ગયા. અહીં સિંહાસન પર પદ્માસને બિરાજમાન શ્રી પાર્શ્વનાથ ભગવાનનું ચિત્ર છે. તેમનું લાંછન નાગ છે અને સપ્તફણાવાળો નાગરાજે એમના મસ્તક પર ફણાનું છત્ર
ધારણ કર્યું છે.