________________
154
કુમારપાળ દેસાઈ
આચારપાલન અને એથી ય વિશેષ તીર્થકરોનું ચરિત્ર એ એનો પાયો છે. ધર્મની સમગ્ર ઇમારતના પાયાની પહેચાન એટલે કલ્પસૂત્ર ગ્રંથ. એ મૂળભૂત તત્ત્વો અને મર્મોની ઓળખ પ્રાપ્ત થાય પછી જ ધર્મપ્રવેશ શક્ય બને. આથી કલ્પસૂત્ર ગ્રંથ જેમ અધ્યાત્મનાં ઉચ્ચ શિખરોની ઝાંખી કરાવે છે, એ જ રીતે એમાં જ્ઞાન અને ઉપદેશનો સાગર લહેરાય છે. કલ્પસૂત્ર એ આચાર ગ્રંથ હોવાથી એમાં સાધુઓ અને શ્રાવકોને માટે જાગૃતિપૂર્ણ આચારનું આલેખન, ગહન ઉપદેશ અને ઊંડી માહિતી પ્રાપ્ત થાય છે. આમાંથી થોડી વિગતો પર દૃષ્ટિપાત કરીએ. ૧. સ્વખપાઠકો ત્રિશલામાતાને આવેલાં સ્વપ્નોનું રહસ્ય પ્રગટ કરતાં પૂર્વે સ્વપ્નશાસ્ત્રનાં
આલેખાયેલાં ૭૨ પ્રકારનાં સ્વપ્નો વિશે વાત કરીને ભૂમિકા બાંધે છે. આમાં ત્રીસ સ્વપ્નો ઉત્તમ ફળને આપનારાં કહ્યાં છે. આ ત્રીસ સ્વપ્નો છે : (૧) અહંનું, (૨) બોદ્ધ, (૩) હરિકૃષ્ણ, (૪) શંભુ, (૫) બ્રહ્મા, (૯) સ્કંદ, (૭) ગણેશ, (૮) લક્ષ્મી, (૯) ગૌરી, (૧૦) નૃપ, (૧૧) હસ્તી, (૧૨) ગૌ, (૧૩) વૃષભ, (૧૪) ચંદ્ર, (૧૫) સૂર્ય, (૧૬) વિમાન, (૧૭) ગેહ, (૧૮) અગ્નિ, (૧૯) સ્વર્ગ, (૨૦) સમુદ્ર, (૨૧) સરોવર, (૨૨) સિંહ, (૨૩) રત્નરેલ, (૨૪) ગિરિ, (૨૫) ધ્વજ, (૨૯) પૂર્ણઘટ, (૨૭) પુરીષ, (૨૮) માંસ, (૨૯) મત્સ્ય અને (૩૦) કલ્પવૃક્ષ. કલ્પસૂત્રમાં આલેખાયેલા ભગવાન મહાવીરના જીવનચરિત્રમાંથી મળતી કેટલીક વિગતો જોઈએ. તેમના વંશનું નામ જ્ઞાતૃવંશ હતું અને ગોત્ર કાશ્યપ હતું. એમના કાકાનું નામ સુપાર્થ અથવા સુપચ્યું હતું. મોટા ભાઈનું નામ નંદીવર્ધન, પત્નીનું નામ યશોદા, પુત્રીનું નામ પ્રિયદર્શના, બહેનનું નામ સુદર્શના, જમાઈનું નામ જણાલિ અને મામાનું નામ ચેટક (ચેડા રાજા) હતું. તીર્થકરોના નિર્વાણકાળને સમજવા માટે કાળચક્ર જાણવું જરૂરી છે. આ કાળચક્રના ઉત્સર્પિણીકાળ અને અવસર્પિણીકાળ એવા બે વિભાગ છે. દરેક કાળનો સમય દસ ક્રોડાકોડી સાગરોપમ છે. એક કાળચક્ર વીસ ક્રોડાકોડી સાગરોપમનું થાય. ઉત્સર્પિણી અને અવસર્પિણી વારાફરતી આવ્યા કરે છે. ઉત્સર્પિણીકાળના છ આરા અને અવસર્પિણીકાળના છ આરા એમ કુલ બાર આરા થાય. ઉત્સર્પિણીકાળમાં આયુષ્ય, બુદ્ધિ, ઊંચાઈ, બળ, ધર્મ વગેરે વધતાં જાય. જ્યારે અવસર્પિણીકાળમાં એ બધાં જ ઉત્તરોત્તર ઘટતાં જાય. અત્યારે ભરતક્ષેત્રમાં અવસર્પિણી કાળ ચાલી રહ્યો છે. અવસર્પિણીકાળના આ પ્રમાણે છ આરા છે : ૧. સષમ - સુષમ, ૨. સુષમ, ૩. સુષમ-દુષમ, ૪. દુષમ-સુષમ, ૫. દુષમ, ૯. દુષમ-દુષમ. ચોવીસ તીર્થકરોનો ગર્ભકાળ જુદો જુદો છે: ૧. શ્રી ઋષભદેવ પ્રભુ (૯ મહિના ચાર દિવસ), ૨. શ્રી અજિતનાથ પ્રભુ (૮ મહિના ૨૫ દિવસ), ૩. શ્રી સંભવનાથ ભગવાન (૯ મહિના ૯ દિવસ), ૪. શ્રી અભિનંદન પ્રભુ (૮ મહિના ૨૮ દિવસ), ૫. શ્રી સુમતિનાથ ભગવાન (૯ મહિના ૬ દિવસ), ૩. શ્રી પદ્મપ્રભુ (૯ મહિના ૬ દિવસ), ૭. શ્રી સુપાર્શ્વનાથ ભગવાન (૯ મહિના ૧૯ દિવસ), ૮. શ્રી ચંદ્રપ્રભસ્વામી (૯ મહિના ૭ દિવસ), ૯. શ્રી સુવિધિનાથ સ્વામી (૮ મહિના ૨૦ દિવસ), ૧૧. શ્રી શ્રેયાંસનાથ સ્વામી (૯ મહિના દિવસ), ૧૨.