________________
અમદાવાદના વિકાસમાં જૈન શ્રેષ્ઠિઓનું પ્રદાન
151
મિલકત-કમાણી વસિયતનામાથી લોકસેવાર્થે વપરાઈ. વાડીલાલ સારાભાઈ હૉસ્પિટલ તેમાંથી નિર્માણ પામી. રતનપોળ સાર્વજનિક દવાખાનું અને પુસ્તકાલય પણ શરૂ થયાં હતાં.
શેઠ ચિમનલાલ નગીનદાસ પરિવાર તરફથી આંબાવાડી વિસ્તારમાં વિદ્યાલય શરૂ કરવામાં આવ્યું. એમની પુત્રી ઇન્દુમતીબહેન શૈક્ષણિક કાર્યમાં રચ્યાંપચ્યાં રહેતાં હતાં.
શેઠ રસિકલાલ માણેકલાલે એમના પિતાશ્રી શેઠ માણેકલાલ જેઠાભાઈની સ્મૃતિમાં સાર્વજનિક પુસ્તકાલયના નિર્માણ માટે રૂ. ૫૫,૦૦૦/-નું દાન આપ્યું હતું. શેઠ માણેકલાલ જેઠાભાઈ પુસ્તકાલય ગુજરાતભરમાં જ્ઞાનપિપાસુઓ માટે પ્રખ્યાત છે. શેઠ રસિકલાલના પરિવાર તરફથી ક્રમશઃ વિશેષ અનુદાનો આ પુસ્તકાલયને મળતાં રહ્યાં હતાં.
શેઠ મનસુખભાઈ ભગુભાઈ અને શેઠ જમનાભાઈ ભગુભાઈ, કેશવલાલ લલ્લુભાઈ ઝવેરી, લાલચંદ હરખચંદ વગેરે શ્રેષ્ઠીઓને આપણે યાદ કરવા રહ્યા.
કેશવલાલ લલ્લુભાઈ ઝવેરીએ વર્ષો સુધી પાંજરાપોળ સંસ્થાનો પ્રશંસનીય વહીવટ સંભાળ્યો. વળી તેઓએ આર્થિક રીતે નબળા પરિવારો માટે અમદાવાદમાં કેટલીક ચાલીઓનું નિર્માણ કર્યું હતું. કેશવલાલ ઝવેરીના પુત્ર નરોત્તમભાઈ ઝવેરીએ અમદાવાદ શહેરના મેયર રહી શહેરી વિકાસમાં ફાળો આપ્યો હર્તા. આ રીતે શહેરના શેઠ મનસુખભાઈ ભગુભાઈ અને અન્ય ઘણા જૈન શ્રેષ્ઠીઓએ અમદાવાદ શહેરના વિકાસમાં ઉલ્લેખનીય યોગદાન આપેલ હતું.