________________
“નાટ્યદર્પણ'માં ઉપરૂપક વિધાન
[મંચનકલાની દષ્ટિએ
નાટ્યશાસ્ત્રીય ગ્રંથોમાં ગુજરાતનિવાસી જૈનધર્મી રામચન્દ્રગુણચન્દ્રરચિત “નાટ્યદર્પણ” અનન્ય સ્થાન ધરાવે છે. ભરતમુનિકૃત નાટ્યશાસ્ત્ર' અને ધનંજયકૃત ‘દશરૂપક' પછી નાટ્યકલાસંબંધી અતિ મહત્ત્વનો ગ્રંથ તે “નાટ્યદર્પણ', જેમાં ભરત તથા ધનંજયના મતોનું ખંડન કરી રચનાકારે પોતાના મૌલિક મતો પ્રસ્થાપિત કર્યા છે જેને લીધે આ ગ્રંથ, સંસ્કૃત વાલ્મય ક્ષેત્રે ગુજરાતના અપૂર્વ યોગદાનરૂપ ગ્રંથ બની ગયો છે. આચાર્ય હેમચંદ્રના આ બે પ્રબુદ્ધ શિષ્યોએ રસ-વિવેચનમાં એક નવો સિદ્ધાંત પ્રસ્થાપિત કર્યો છે – સુવ્રઃસ્ત્રાત્મો રસ (/6) - અર્થાત્ રસ કેવળ આનંદરૂપ નહીં પરંતુ સુખદુઃખાત્મક હોય છે. તેમના મતે શૃંગાર, હાસ્ય, વીર, અદ્ભુત અને શાન્ત આ પાંચ રસ સુખાત્મક છે. જ્યારે કરુણ, રૌદ્ર, બીભત્સ અને ભયાનક આ ચાર રસ દુઃખાત્મક છે. આ તેમનો નિતાન્ત મૌલિક, અપૂર્વ અને આગવો એવો મત છે.
નાટ્યદર્પણ'ના ચતુર્થ વિવેક એટલે કે ચોથા પ્રકરણમાં રામચન્દ્ર-ગુણચન્દ્ર “અન્ય રૂપકો' એ મથાળા હેઠળ કુલ ૧૩ રૂપકોનાં લક્ષણ નિરૂપ્યાં છે. આ અન્ય ૧૩ રૂપકો તે સટ્ટક, શ્રીગદિત, દુર્મિલિતા, પ્રસ્થાન, ગોષ્ઠી, હલ્લીસક, નર્તનક, પ્રેક્ષણક, રાસક, નાટ્યશાસક, કાવ્ય, ભાણક અને ભાણિકા. અભિનવગુપ્ત આ રૂપકોને નૃત્યપ્રવારી તરીકે ઓળખાવ્યા છે. જ્યારે “સાહિત્યદર્પણ'કાર વિશ્વનાથે તેમનો ‘ઉપરૂપક' એવી સ્પષ્ટ પારિભાષિક સંજ્ઞા હેઠળ ઉલ્લેખ કરી તેમને “રૂપક'ના લગભગ નિકટવર્તી (ઉપ એટલે નજીક) ગણાવ્યા છે. અન્ય નાટ્યશાસ્ત્રીય ગ્રંથોમાં તેનો ગેય-રૂપક, નૃત્ત-રૂપક,
મહેશ ચંપકલાલ