________________
બ્રિટનમાં જૈન ધર્મ
133
ઉપર જણાવેલી સંસ્થાઓ ઉપરાંત શ્રી ધરમપુર આશ્રમ (યુ.કે.) પૂજ્યશ્રી રાકેશભાઈ ઝવેરીના માર્ગદર્શન હેઠળ તથા શ્રી રાજ સોભાગ સત્સંગ મંડળ યુ.કે. પૂજ્યશ્રી નલિનભાઈ કોઠારીના માર્ગદર્શન હેઠળ કાર્યરત છે. અન્ય સંસ્થાઓમાં – શ્રી નવયુગ જૈન પ્રગતિ મંડળ, શ્રી ભક્તિ મંડળ, દિગંબર વીસા મેવાડા એસોસિએશન, શ્રી દિગંબર જૈન્સ, વણિક એસોસિએશન, માંચેસ્ટર જૈન સંઘ, યંગ ઇન્ડિયન વેજીટેરિયન્સ વગેરે ગણનાપાત્ર છે. જૈન વિશ્વભારતી સંસ્થા આમ તો ભારતમાં ખૂબ જ જાણીતી છે, પણ બ્રિટનમાં અવારનવાર ભારતથી સમણીજીઓ પધારે છે. સમણીવૃંદની ત્યાગવૃત્તિ અને જ્ઞાન સહુને સ્પર્શી જાય છે. તેઓ પ્રેક્ષાધ્યાનના વર્ગો પણ ચલાવતાં હોય છે. બ્રિટનના અગ્રણી જેનો :
(૧) શ્રી રતિલાલ ચંદરયા : રતિલાલ ચંદરયા એક અત્યંત સફળ ઉદ્યોગપતિ હતા. વિશ્વના અનેક દેશોમાં તેમનું કાર્યક્ષેત્ર વિકસેલું હતું પણ એક ધનાઢ્ય વ્યક્તિ હોવા ઉપરાંત એક સાચા સમાજસેવક પણ હતા. અત્યારે દેશ-પરદેશમાં વસતા ગુજરાતીઓમાં ગુજરાતી લેક્સિકોનના સ્થાપક તરીકે તેઓ માનવંતુ સ્થાન ધરાવે છે. એમણે ગુજરાતી લેક્સિકોનનો જે રીતે વિકાસ કર્યો તેથી તેઓ એક પ્રેરણાદાયી પુરુષ બન્યા. રતિભાઈ ચંદરયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનૉલોજી (લંજનભારત)ના સ્થાપક-ચૅરમૅન હતા. તેઓનું નવું વર્ષની વયે ૨૦૧૩ની ૧૩મી ઓક્ટોબરે મુંબઈમાં અવસાન થયું. યોગાનુયોગ એમનો જન્મ અને અવસાન બંને વિજયાદશમીને દિવસે થયા.
(૨) શ્રી નેમુભાઈ ચંદરયા : ભારતના ભૂતપૂર્વ ઇંગ્લેન્ડ ખાતેના હાઈકમિશનર સદ્ગત શ્રી એલ. એમ. સિંઘવી નેમુભાઈને કર્મઠ ‘લાઇવ વાયર” કહેતા હતા. ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનૉલોજીના એક અગ્રેસર એવા નેમુભાઈને બ્રિટિશ સરકારે ઓ.બી.ઈ.ના માનવંતા ખિતાબથી નવાજ્યા છે. નેમુભાઈમાં દેશ-વિદેશના અગ્રણીઓને એક મંચ પર સાથે લાવવાની એક કુશળતા અને કાર્યદક્ષતા
છે. નેમુભાઈ ઉદ્યોગપતિ પણ છે. તેઓ પેટ્રોકેમિકલ અને અન્ય વ્યવસાયોનું સુંદર રીતે સંચાલન કરે • છે.
(૩) ડૉ. નટુભાઈ શાહ : લેસ્ટરનું જૈન દેરાસર તેમના પરિશ્રમ અને ધગશનું સાક્ષી છે. અત્યારે જૈન નેટવર્ક દ્વારા લંડનના કોલીન્ડેલ વિસ્તારમાં દેરાસર કરવાના કાર્યમાં પ્રવૃત્તિમય છે. બ્રિટનમાં ઇન્ટરફેઇથ મુવમેન્ટથી સર્વધર્મસમભાવનો પ્રચાર કરવામાં અને જૈન ધર્મ વિશે અજૈનોને માહિતગાર કરવામાં નટુભાઈનો ફાળો નાનોસૂનો નથી. તેમને એમબી.ઈ.નો ખિતાબ મળેલો છે. તેઓ રીટાયર્ડ જી.પી. છે.
(૪) ડૉ. વિનોદ કપાસી : વ્યવસાયે સિવિલ એન્જિનિયર પણ જૈન ધર્મના ઊંડા અભ્યાસી શ્રી વિનોદ કપાસીએ “નવસ્મરણ'ના વિષય પર પીએચ.ડી. મેળવેલ છે. મહાવીર ફાઉન્ડેશનના સ્થાપક તથા સોળ વર્ષથી પ્રમુખ તરીકેની તેમની સેવાઓથી તેમણે લંડનમાં લોકચાહના મેળવી છે. જૈન સોશ્યલ ગ્રૂપ મિડલસેક્ષના સ્થાપક પ્રમુખ પણ હતાં. કૅન્ટન દેરાસરની સ્થાપનામાં તેઓશ્રી તથા તેમનાં ધર્મપત્ની સુધાબહેનનો સૌથી મહત્ત્વનો ફાળો છે. સેવાભાવી કાર્યકારી સભ્યોના સાથ-સહકારથી તેઓ સ્થાનિક જૈનોને દેરાસર આપવામાં સફળ રહ્યા છે.