________________
બ્રિટનમાં જૈન ધર્મ
131
ખરીદેલ છે જેનું નામ “એકતા હાઉસ” આપવામાં આવેલ છે. આ જગ્યાએ પણ ૩00 વ્યક્તિઓ સમાઈ શકે તેવો સભાખંડ તથા ખાવાપીવાની સગવડતા માટે પૂરતી જગ્યા ઉપલબ્ધ છે.
(૨) નવનાત વણિક એસોસિએશન : વણિક જ્ઞાતિના જૈનો તથા જૈનેતરોને સાંકળી લેતી આ સંસ્થા છે. જોકે સંસ્થામાં ૮૦થી ૯૦ ટકા સભ્યો તો જૈનો જ છે. સંસ્થાની મૂળ સ્થાપના પૂર્વ આફ્રિકામાં થઈ હતી. જો કે બ્રિટનની સંસ્થા સંપૂર્ણપણે સધ્ધર અને સ્વતંત્ર છે. નવનાત વણિક એસોશિએશન પણ અત્યારે ઝડપભેર પ્રગતિના માર્ગે આગળ વધી રહેલ સંસ્થા છે. સંસ્થાનું પોતાનું મકાન અને ૧૮ એકર જગ્યા પશ્ચિમ લંડનના હેયઝ વિસ્તારમાં આવેલ છે. જગ્યા પરક00 વ્યક્તિઓ માટેનો સુંદર હૉલ છે. જમવાની સગવડતા માટે ડાઇનિંગ હૉલ તથા બીજા અનેક રૂમ છે. ૪૦૦થી વધારે કાર પાર્ક થઈ શકે તેવી સગવડતા છે. | નવરાતમાં પણ નવનાત ભગિની સમાજ, નવનાત યુથ અને નવનાત વડીલ મંડળ જેવી પેટાસંસ્થાઓ છે જે ખૂબ જ સુંદર પ્રવૃત્તિઓ કરે છે. સંસ્થાનું પોતાનું મુખપત્ર “નવનાત દર્પણ” નિયમિત રીતે પ્રસિદ્ધ થાય છે અને સંસ્થાની ગતિવિધિઓથી સભ્યોને માહિતગાર રાખે છે. ' (૩) જૈન સમાજ યુરોપ : લંડનથી ઉત્તરે ૧૦૦ માઈલ દૂર આવેલા લેસ્ટર શહેરમાં આ સંસ્થાનું મુખ્ય મથક છે. લેસ્ટર શહેર ગુજરાતીઓથી ધમધમે છે. આ શહેર અને આજુબાજુના વિસ્તારોમાં ૨૦૦૦ જેટલાં જૈનો વસે છે. લેસ્ટરના ગુજરાતીઓએ અહીં મીની ગુજરાત ઊભું કર્યું
- બ્રિટનનું પ્રથમ દેરાસર લેસ્ટરમાં થયું છે. ઈ. સ. ૧૯૭૩માં જૈન સમાજ, લેસ્ટરની સ્થાપના થઈ હતી. ઈ. સ. ૧૯૭૯ના સપ્ટેમ્બરમાં આ સંસ્થાએ લેસ્ટરની ઑક્સફર્ડ સ્ટ્રીટ પર એક જૂનું ચર્ચ ખરીદું. આ ચર્ચની બહારની દીવાલો તો એ જ રહી પણ અંદર સમૂળગા ફેરફારો કરીને દેરાસરનું નિર્માણ કરવામાં આવેલ છે. આ સેન્ટરમાં શ્વેતામ્બર મૂર્તિપૂજક દેરાસરની સાથે સાથે ઉપાશ્રય, ગુર સ્થાનક, શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાનમંદિર, લાઇબ્રેરી તથા ભોજનખંડ છે.
શ્વેતામ્બર દેરાસરમાં મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાનની ૩૧ ઇંચની મૂર્તિ છે. અન્ય મૂર્તિઓમાં પાર્શ્વનાથ ભગવાન તથા શ્રી મહાવીર સ્વામી છે. આ ઉપરાંત પદ્માવતીમાતા, ઘંટાકર્ણ મહાવીર, ગૌતમસ્વામી, શ્રી મણિભદ્ર વીરની પ્રતિમાઓની પણ સ્થાપના/પ્રતિષ્ઠા કરેલી છે.
જેસલમેરના પથ્થરોમાંથી દેરાસરના સ્તંભો અને તોરણો બનાવેલા છે. આ સ્તંભોને ભારતીય કારીગરોએ લેસ્ટરમાં તૈયાર કર્યા હતા. જૈન સેન્ટરની મકાનની બહારની દીવાલો પર પણ સુંદર આરસપહાણની ટાઇલ્સ મૂકીને સુશોભિત બનાવેલ છે.
(૪) ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનૉલોજી : આ એક વિશિષ્ટ અને આગવું સ્થાન ધરાવતી પ્રતિષ્ઠિત સંસ્થા છે. સંસ્થાની ઑફિસ બ્રિટન અને ભારતમાં છે. તે કાર્યરત છે અને સામાજિક, રાજકીય અને અન્ય ક્ષેત્રોમાં જૈન ધર્મનો પ્રસાર-પ્રચાર કરવામાં આવે છે. ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનૉલોજીએ લંડનમાં બકિંગહામ પેલેસમાં જૈનો વતી જૈન ડેક્લેરેશન ઓન નેચર અર્પણ કર્યું હતું. આ સમારોહમાં ઉપસ્થિત જૈન ડેલિગેશનમાં ભારતના એ વેળાના હાઈકમિશનર ડૉ. એલ. એમ. સિંઘવી અગ્રણી