________________
જેનઆગમનાં આકર્ષક તો
91
શ્રી રાયપાસેણી સૂત્ર વાંચતાં ગુરુનો સમાગમ થતાં પ્રદેશ રાજાના જીવનપરિવર્તનનું વર્ણન વાંચી ગમે તેવા પાપી જીવ પણ અધ્યાત્મની ઊંચી દશા સુધી પહોંચી શકે છે તેની પ્રતીતિ થાય છે.
સંત સમાગમ વ્યક્તિ પર કેવો મહાન ઉપકાર કરે છે અને તેને દેવલોકનાં સુખો અપાવી શકે અને પરમ પદને પણ પ્રાપ્ત કરાવી શકે છે તે પ્રેરણાદાયી હકીકતનું આલેખન છે.
પોતાની રાઇટ આઇડેન્ટિટી જાણવા ઇચ્છુક સાધકો માટે રાયપરોણી સૂત્ર ઉપકારક બની રહેશે.
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર વાંચતાં જીવ-અજીવના જ્ઞાન દ્વારા અહિંસા અને જયણા ધર્મ પાળી શકાય છે.
ભગવાન મહાવીરે જગતજીવોની વિવિધ પ્રકારની વૃત્તિઓ, રુચિઓ અને અલગ અલગ પ્રકૃતિને ધ્યાનમાં રાખીને જ્ઞાનભાવોનું વર્ણન આ સૂત્રમાં કર્યું છે. આ સૂત્ર જીવવિજ્ઞાનનો એક ઊંડાણભરેલો દસ્તાવેજ છે. જે સાધકોને જીવવિજ્ઞાન વિશે જાણવાની જિજ્ઞાસા હોય તેમણે આ સૂત્ર અવશ્ય વાંચવું.
શ્રી પન્નાવણા સૂત્રમાં જૈન તત્ત્વજ્ઞાનની સમજણ આપવામાં આવી છે. આ સૂત્ર પદાર્થવિજ્ઞાન, શરીરવિજ્ઞાન અને ચૈતસિક શક્તિઓનો ખજાનો છે. છ વેશ્યા અને ઓરા પરમાણુની ગતિનું વર્ણન, યોગ વગેરેનું આલેખન, જ્ઞાનના ગહન ભંડાર સમું આ સૂત્ર ‘લઘુ ભગવતી' તરીકે ઓળખાય છે.
શ્રી જંબૂઢીપ પ્રજ્ઞપ્તિ સૂત્રમાં તીર્થકર અને ચક્રવર્તી જેવા ઉત્તમ પુરુષોના જીવનવ્યવહારના પરિચય દ્વારા આત્મઉત્થાનની પ્રક્રિયાને વેગ મળે છે. '
આ સૂત્રમાં પૃથ્વી અને પૃથ્વીમાં રહેલ અલગ અલગ દેશ, તેની ભૌગોલિક રચના વગેરેનું વર્ણન જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિમાં બતાવેલ છે. આપણે જે ક્ષેત્રમાં રહીએ છીએ તે ક્ષેત્રને જંબૂદીપ કહેવાય. મેરુપર્વત, વનો અને સમુદ્રોનું પણ વર્ણન છે. આ સૂત્રમાં ભૂગોળ, ખગોળ અને ઇતિહાસનું સંયોજન
આ આગમ જ્યોતિષવિષયક ખજાનો છે. દરેક ગ્રહો, નક્ષત્રો અને તારાનું વર્ણન છે. ચંદ્ર અને સૂર્યના અધિષ્ઠાયક દેવો કેવા પ્રકારની ગતિ કરાવે છે તેનું વર્ણન છે. આ આગમ વાંચવાની અનુજ્ઞા દરેક સાધકને મળતી નથી. ગુરુ, પાત્ર શિષ્યને જ આજ્ઞા આપે છે.
શ્રી ચંદ્રપ્રજ્ઞપ્તિ સૂત્ર અને શ્રી સૂર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર દ્વારા જૈન ખગોળના જ્ઞાનથી આ વિશાળ લોક અને પ્રકાશ ક્ષેત્રનું વર્ણન વાંચતાં આપણી લઘુતાનું જ્ઞાન થતાં અહંકાર ઓગળી જશે.
શ્રી નિરયાવલિકાનાં પાંચ ઉપાંગ સૂત્રો શ્રેણિક રાજા, બહુપુત્રિકાદેવી, લક્ષ્મીદેવી, બળદેવ વગેરે બાવન આત્માઓના પૂર્વ પચ્ચાદ્ ભવના કથન દ્વારા કર્મસિદ્ધાંત તથા સંસારના ઋણાનુબંધ સંબંધની વિચિત્રતાનો બોધ થાય છે.
ભગવાન મહાવીરના સમયમાં રાજાઓ કેવા પ્રકારના હતા, રાજશૈલી કેવા પ્રકારની હતી, ભરપૂર ભોગ સૂત્રો વચ્ચે પણ આ રાજાઓ ભગવાનના સંપર્કમાં આવીને પૂર્ણપણે યોગીપુરુષની