________________
જૈન આગમનાં આકર્ષક તત્ત્વો
89
કરીને આવે તો દર્શનનાં રહસ્યો સરળતાથી સમજાઈ શકે. આ ધર્મકથાનું શ્રવણ બાળજીવોને ધર્મપ્રીતિ પ્રેરનારું બની રહે, ધર્મમાર્ગમાં સ્થિર કરનારું બની રહે તેવું છે.
પૉઝિટિવ થિંકિંગ કઈ રીતે રાખવું - સમુદાય વચ્ચેના જીવનમાં સમુદાયધર્મ કઈ રીતે નિભાવવો તેમજ વડીલોનાં સ્થાન અને સન્માનની વાત આ સૂત્રોમાં કહી છે.
વાસ્તુશાસ્ત્ર, નગરરચના, જીવનવ્યવસ્થા અને જીવનશૈલીમાંથી ઉદ્દભવતા પ્રશ્નોનું સમાધાન જાણવાની ઇચ્છાવાળાઓએ જ્ઞાતાધર્મકથા સૂત્ર વાંચવું જોઈએ.
શ્રી ઉપાસકદશાંગ સૂત્રમાં વીરપ્રભુના શાસનના દશ મહાશ્રાવકોના દેશવિરતિના ઉત્કૃષ્ટ આચારનું વર્ણન આપણને પ્રેરણાનાં પીયૂષ પાય છે.
શ્રાવકોની જીવનશૈલી, તેમની વ્યાપારની પદ્ધતિ કેવા પ્રકારની હતી તેનું તેમજ રોકાણની પદ્ધતિ, ક્ષેત્ર, સાધનો અને ન્યાયસંપન્ન વૈભવ અને શ્રાવકોની આવકનો વ્યય તથા સદ્ભયનું વર્ણન આ સૂત્રમાં છે. '
ભગવાન મહાવીરના શ્રાવકો પાસે ગાયોનાં વિશાળ ગોકુળ હતાં. જે ઘરમાં ગાય છે ત્યાં આસુરી સંપત્તિનું આગમન થતું નથી, તે આ સૂત્ર દ્વારા ફલિત થાય છે.
પરિવારમાં પત્ની, માતા અને પુત્રોનું સ્થાન અને વાનપ્રસ્થ આશ્રમનું વર્ણન પણ આ સૂત્રમાં
- ભગવાન મહાવીરે પોતાના શ્રાવકો જે સંસારમાં રહીને પણ ઉત્કૃષ્ટ આત્મકલ્યાણ કરે છે તેવા શ્રાવકોનું પોતાના શ્રીમુખેથી વર્ણન કરી શ્રાવકોને પોતાના હૃદયમાં સ્થાન આપ્યું છે તે ઉપાસકદશાંગ સૂત્રથી પ્રગટ થાય છે.
શ્રી અંતગડદશાંગ સૂત્રમાં અંતર્મુહૂર્તમાં મોક્ષે ગયેલા પુણ્યાત્મા આરાધક મુનિઓનાં જીવન શ્રાવકના ત્રણ મનોરથ ચરિતાર્થ કરવાના પ્રેરક બને છે.
આ સૂત્રમાં સહનશીલતાથી સફળતા સુધીની યાત્રાનું વર્ણન છે. શ્રાવક સુદર્શન “નમો જિણાણજી અભયાણના જાપ કરે છે, ત્યારે સેંકડો કિલો વજનનું શસ્ત્ર તેના પર ફેંકવામાં આવે છે છતાં તે વાગતું નથી. જપ-સાધનાને કારણે તેની આસપાસ સુરક્ષાચક્ર રચાય છે અને તેને બચાવે છે. આ ઘટનાનું વૈજ્ઞાનિક વિશ્લેષણ કરતાં જણાશે કે અદશ્ય પદાર્થ દશ્યને રોકી શકે. સુરક્ષાનો એક અદશ્ય ફોર્સ આપણી આસપાસ રચાય જે મેટલને પણ રોકી શકે છે. ગોશાલકે ભગવાન સામે ફેંકેલી તેજલેશ્યા વખતે પણ આવું જ થયું.
ગર્જસુકુમારના માથે અંગારા મૂક્યા ત્યારે તેને પીડા ન થઈ. સાધુ લોચ કરે ત્યારે પહેલી ચારપાંચ લટ ખેંચે ત્યારે દુઃખ પીડા થાય પછી તે પીડા ઓછી થાય એનો અર્થ એ થયો કે આપણી ભીતર એનેસ્થેસિયા સક્રિય થાય છે. આપણી અંદર પીડાશામક રસાયણ સર્જાય છે જે નેચરલ એનેસ્થેસિયા છે. અંદરમાં એવું કાંઈક તત્ત્વ સર્જાય છે જે તત્ત્વ આપણી સહનશીલતાને વિકસાવે છે. આ સંશોધનનો વિષય છે.