________________
શ્રી મોહનલાલજી અર્ધશતાબ્દી ગ્રંથ: ર૩ રંગમુનિઃ પં. શ્રી હર્ષમુનિજીના ગણિપદ વખતે સાદડી (મારવાડ) થી એક મુમુક્ષુ ભાઈ આવેલા અને તેમની ભાવના થતાં તેમને દીક્ષા આપવામાં આવી હતી. તેમનું નામ રંગમુનિજી રાખવામાં આવ્યું હતું.
૨૪ ભક્તિમુનિ : શ્રી રંગમુનિની વડી દીક્ષા વખતે બારડોલીનિવાસી ભાઈચંદભાઈને દીક્ષા લેવાની તીવ્ર ભાવના થતાં, તેમને દીક્ષા આપવામાં આવી અને તેનું નામ ભક્તિમુનિ રાખવામાં આવ્યું. તેઓ તપસ્વી હતા.
ર૫ ચતુરમુનિ : ઘોઘાના એક મુમુક્ષુ ભાઈને તીવ્ર વૈરાગ્ય પ્રાપ્ત થતાં દીક્ષા આપવામાં આવી. તેમનું નામ ચતુરમુનિ રાખવામાં આવ્યું અને તેઓશ્રી હર્ષ મુનિજીના શિષ્ય બન્યા, .
ર૬ રતનમુનિ : ૨૭ લધિમુનિ: ૨૮ ચમનમુનિ? કચ્છ લાયજાના શ્રી દેવજીભાઈ, માટી ખાખરના શ્રી લધાભાઈ અને મારવાડના શ્રી ચિમનાજીને દીક્ષા આપવામાં આવી હતી, અને તેઓનાં નામ અનુક્રમે રતનમુનિજી, લબ્ધિમુનિજી અને ચમનમુનજી રાખવામાં આવ્યા હતાં.
૨૯ ભકિતમુનિ: પોરબંદરનિવાસી ભગવાનજી ભાઈએ ગુરુદેવ પાસે દીક્ષા અંગીકાર કરી. તેઓ કલ્યાણમુનિના શિષ્ય થયા અને તેમનું નામ ભકિતમુનિ રાખવામાં આવ્યું.
ક્ષમામુનિ સુરત પાસે હડા ગામના છોટાલાલ મોહનલાલે શ્રી રત્નસાગર જૈન બેડીગમાં અભ્યાસ કર્યો હતો અને યુવાવસ્થામાં મહારાજશ્રી પાસે ભાયખવામાં દીક્ષા લીધી. ક્ષમામુનિએ કાશી જઈ શ્રી યશોવિજયજી જૈન પાઠશાળામાં ઉત્તમ પ્રકારે અભ્યાસ કર્યો હતો, પરંતુ તેઓ બહુ નાની ઉમરે કાળધર્મ પામ્યા.
૩૧ ભાવમુનિઃ કચ્છના લેચ્છ ગામના એક મુમુક્ષુભાઈને સંવેગરંગ ચ અને દેવમુનિજી પાસે દીક્ષા લીધી. તેમનું નામ ભાવમુનિ રાખવામાં આવ્યું.
૩ર કપુરમુનિ મારવાડ દેશના એક મુમુક્ષુ ભાઈએ દીક્ષા લીધી, તેમનું નામ કપુરમુનિ રાખવામાં આવ્યું તેઓ દેવમુનિજીના શિષ્ય બન્યા.
૩૩ માણેકમુનિઃ પાલણપુર ગુજરાતી સ્કુલના શિક્ષક શ્રી. માણેકચંદભાઈ પર હર્ષ મુનિની બહુ અસર પડી અને વ્યાવહારિક શિક્ષણને ત્યાગ કરી મુંબઈ આવી મહારાજશ્રીની નિશ્રામાં એક્ષપંથનું જ્ઞાન લેવાનું શરૂ કર્યું. દીક્ષા લઈ હસુનિજીના શિષ્ય થયા અને માણેકમુનિ નામ રાખ્યું. આ મહાત્માએ જૈનાગમનું ઉત્તમ જ્ઞાન સંપાદન કર્યું, તેમજ કવિત્વની શકિત સરસ રીતે કેળવી. લોકોના ઉપકાર અર્થે કેટલાંક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org