________________
શ્રી મોહનલાલજી અર્ધ શતાબ્દી ગ્રંથ : ભાઇ હરગાવનની ચારિત્ર લેવા માટે ઇચ્છા થઈ. ગુરુ મહારાજે પ્રસન્ન થઈ મોટા ઠાઠમાઠથી ભાગવતી દીક્ષા આપી તેમના નામ અનુક્રમે સુમતિ મુનિ અને હેમમુનિ રાખ્યા. મુબઇના આંગણે આ સૌથી પ્રથમ દીક્ષામહાત્સવ હતા અને તેના ભપકા તથા વરઘેાડા, પણ અધૃવ હતા.
૧૧ ગુમાનમુનિ : ડભાવાળા આત્માથી ભાઈને દીક્ષાની ભાવના જાગૃત થતાં મહારાજશ્રીએ દીક્ષા આપી અને તેનું નામ ગુમાનમુનિ રાખ્યું. સુમતિમુનિ, હેમમુનિ અને ગુમાનમુનિને વડી દીક્ષા સુરત મુકામે આપવામાં આવી હતી.
૧૨ ઋદ્ધિમુનિ : શેઠ ધરમચંદ ઉદ્બેચના સંઘમાં મહારાજશ્રી શિષ્યસમુદાય સાથે પાલીતાણા ગયેલા, ત્યારે ત્યાં જ ચાતુર્માસ રહ્યા. તે વખતે ખીકાનેર તરફના તિ ઋદ્ધિકરણજી મહારાજશ્રીના ઉપદેશ સાંભળતા, તેમના જીવનમાં ભારે પરિવતન થયું, અને તેમણે તિપણાના ત્યાગ કરી વિધિપુરસ્કર સંવેગી ચારિત્ર સ્વીકાર્યું. જીભનના પાછલા વરસામાં આ ઋદ્ધિમુનિજી ઘણા વરસા મુખઇમાં રહ્યા અને તેમણે મુંબઈની શ્રી મેાહનલાલજી જૈન સેન્ટ્રલ લાયબ્રેરીના લાભાથે રૂા. ૮૦,૦૦૦ નું ફંડ કરાવ્યું.
૧૩-૧૪ જયમુનિ અને નયમુનિ મહારાજશ્રી સુ'બઇમાં હતા, ત્યારે તેમની નાણી સાંભળી રાધનપુરનવાસી ભાઈ જગજીવન તેમજ મરૂધરદેશવાસી ખેડકા ગામના નવલચંદને સંસારના આ પાકળ સુખા પરથી વિશ્વાસ ઉઠી ગયા અને કર્માંના પરાજ્ય માટે ભાગવતી દીક્ષાના સંકલ્પ કર્યાં. મહારાજશ્રીએ બંનેને દીક્ષા આપી. ભાઇ જગજીવનનુ નામ જયમુનિ રાખી તેમને હર્ષ મુનિજીના શિષ્ય બનાવ્યા અને ભાઇ નવલચંદનું નામ નયમુનિ રાખી તેમને શ્રી ક્રાંતિમુનિજીના શિષ્ય કરવામાં આવ્યા.
૧૫ લક્ષ્મીમુનિ મુંબઈમાં મહારાજશ્રીનાં વ્યાખ્યાનો સાંભળી વડાદરાવાળા લખમાજીને દીક્ષાની ભાવના થઈ અને તેને દીક્ષા આપી તેનું નામ લક્ષ્મીસ્મ્રુતિ રાખ્યું અને તેમને દેવમુનિજીના શિષ્ય તરીકે જાહેર કર્યાં.
૧૬ પ્રતાપમુનિઃ સુરતના ભાઈ પ્રેમચ'દ દયાચંદની ઇચ્છા ભાગવતી દીક્ષા લેવાની હતી, તે અર્થે તેઓ રતલામ જઇ પહોંચ્યા. તેના કુટુમ્બીએએ તેમને ગૃહસ્થાશ્રમમાં રાખવા ભગીરથ પ્રયત્નો કર્યાં, પણ ભાઈ પ્રેમચંદ પેાતાના વિચારામાં ભારે મક્કમ રહ્યા. છેવટે કુટુમ્બીઓએ ભાઇ પ્રેમચંદને મહારાજશ્રી પાસે દીક્ષા લેવાની રજા આપી અને મહારાજશ્રીએ તેને દીક્ષા આપી પ્રતાપમુનિ નામ રાખ્યું. પ્રતાપમુનિને શે’મુનિજીના શિષ્ય મનવાવામાં આવ્યા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org