________________
શ્રી મોહનલાલજી અર્ધશતાબ્દી ગ્રંથ આવા કલામય મંડપ, અને તેના ઘુમટે, કાષ્ટ્રમાંથી જ બનાવેલા પાટણના અનેક જૈન મંદિરોમાં જોવા મળે છે. આ પૈકી કપૂર મહેતાના પાડામાં આવેલ મંદિરમાં, ઢંઢેરવાડાના એક પ્રાચીન મંદિરમાં, ફોફળીયાવાડામાં પોળથી પેસતાં સામે જણાય છે તે મંદિરમાં, વસાવડાના જૈન મંદિરમાંના ઘુંમટ કલાની દષ્ટિએ અનુપમ કહી શકાય. આ દરેક ઘુંમટની પાષાણુના ઘુમટે જેવી સ્થાપત્યની દષ્ટિએ રચના કરેલી હોઈ તેના વિવિધ વિતાને, કાષ્ટમાં શાસ્ત્રીય રીતે ઉતાર્યા છે. વધુમાં તે દરેકનાં પલંબકે પણ ઝુલતાં ઝુમ્મરે જેવા બનાવી, કાષ્ટ્રમાં પાષાણકલાને આભાસ કરાવ્યો છે. તેમાં નૃત્યાંગનાઓ પારિપાWકે, દિક્પાલો અને વિદ્યાધરને પણ કેટલાકની અંદર મુકેલા છે. કેઈ કઈ ઘુંમટેમાં તીર્થકરના પણ સ્વરૂપે જોવામાં આવે છે. જો કે રંગરેગાનથી કેટલાક મંડપની આ કલાને ઢાંકી દીધી છે. છતાં કલાકારની અપૂર્વ સજાવટનાં દર્શન તે તેમાંથી સમજી શકાય છે. પાટણમાં આવા કાષ્ટમય કલામંડપ, ઘુમ્મટો વગેરે બનાવવાની પરંપરા પંદરમાં સૈકા પૂર્વથી ઉતરી આવી હોવાનું વાડી પાશ્વનાથના મંડ૫ ઉપરથી જાણી શકાય છે.
કાછશિલ્પનું અદ્ભુત કામ, અને દર્શનીય કલાકૃતિઓ, કુંભારીયા પાડાના મંદિરમાંથી જોવા મળે છે. આ મંદિરની રચના પૂર્વકાલીન હેઈ, કદમાં પણ બીજા મંદિરના મુકાઅહે તે નહાન ગણાય. પરંતુ કાષ્ટકલાકતિના એક અભિનવ સ્વરૂપે. તેનું મહત્ત્વ સામાન્ય તે નથી જ. આ મંદિરના સ્તંભે, ભારવટે, વિતાન અને કાષ્ટફલકમાં ભગવાન નેમિનાથનું જીવનદર્શન, ભાવવાહિ રીતે રજુ કર્યું છે. તેમાં ભગવાન નેમિનાથને વરઘેડા, તેમને લત્સવ, રાજુલદેવીને રાજમહેલ, ગિરનાર અને શત્રુંજયનાં પાર્વતીય ચિત્રણ, ત્યાં આવેલાં દેવમંદિરનું અભિનવદર્શન, કાછના મોટા બિબોમાં પ્રસંગાનુરૂપ અને ભાવાત્મક રીતે તેના શિલ્પીએ ઉતારી શ્રદ્ધેય સમાજનું ચિત્ત આકર્ષવા પ્રયત્ન કર્યો છે. તેને ઘુંમટ બીજા કાષ્ટઘુંમટના જે હોઈ તેની પુનરાવૃત્તિ કરવાની જરૂર નથી. પરંતુ આ મંદિરની કાષ્ટકલા, પાટણના બધા મંદિરે કરતાં વિશિષ્ટ પ્રકારની હોઈ, તેમાંના ચિત્રણે અદભૂત છે, એમ કહેવામાં જરાએ અતિશયોક્તિ નહિ ગણાય. આ બધા ફલકેમાં રંગપુરણ પણ તેને અનુરૂપ બનાવતાં, તેના રક્ષણ માટે દરેકની ઉપર પારદર્શક કાચ જડી દીધા હોય છે. કલાની દષ્ટિએ પાટણના દર્શને આવનારે તે આ કલાકૃતિઓ ખાસ જોવા જેવી છે.
એક અભિનવ તીથ કાષ્ટ પટ્ટ: જૈનમંદિરમાં સમેતશિખર, ગિરનાર, શત્રુંજય વગેરે પવિત્ર તીર્થોના પટ્ટો મુકવાની પરંપરા અતિ પ્રાચીનકાળથી ઉતરી આવી છે. અને તે નિયમે આજે અનેક જૈનમંદિરમાંથી, આવા નાના–મેટા ભવ્ય અને અદ્વિતીય કલાકૃતિઓ રજુ કરતાં પટ્ટો જોવામાં આવે છે. આવો એક તીર્થોપટ કાષ્ટ્રમાં કતરેલો પાટણમાં કનાશાનાપાડાની અંદર, જૈનમંદિરમાં મુકેલ છે. શિલ્પકલાની દષ્ટિએ કાષ્ટકલાને આ એક વિરલ નમુને ગણી શકાય. તેમાંનું કેતરકામ, ભાવ, અને રચના વિચારતાં, તેના શિલ્પીઓએ આ અદભૂત કલાને અજબ રીતે હસ્તગત કરી હતી, એમ તે જરૂર લાગે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org