________________
૨૯
ઉવસગ્ગહર થત: એક અધ્યયન ઉપયોગ કરી આ વૃત્તિ રચાઈ છે. ઈ. સ. ૧૯૨૧ની આવૃત્તિમાં "ચન્દ્રસેન ક્ષમાશ્રમણની સહાયતાથી આ વૃત્તિ રચાયાને ઉલ્લેખ છે. આ લઘુવૃત્તિની એક હાથપેથી ભાં. પ્રા. સં. મ. માં છે. તેમાં તે પ્રારંભમાં “ત્રા' ને બદલે “ઘ' છે. અને અંતમાં આ લઘુવૃત્તિના પ્રણેતા તરીકે પૂર્ણચન્દ્રસૂરિને ઉલ્લેખ છે. જિનરત્નકોશ (વિ. ૧ પૃ. ૫૫) માં અમદાવાદની તેમજ સુરતની એકેક હાથપથીની નેધ છે તે તે તપાસતાં અંતિમ નિર્ણય થઈ શકે.
આ લઘુવૃત્તિ વિક્રમની બારમી સદીમાં રચાયાનું મનાય છે.
(૩) વૃત્તિ-“ઘર નમજ્જ થી શરૂ થતી આ ૧૩વૃત્તિ દ્વિજ પાર્શ્વદેવગણિએ રચી છે. આ પ્રિયંકરતૃપકથા ઈત્યાદિની મારી આવૃત્તિમાં અપાયેલી છે. એ દે. લા. જૈ. પુ. સંસ્થા તરફથી ગ્રંથાંક ૮૦ તરીકે ઈ. સ. ૧૯૩૨માં પ્રકાશિત કરાયેલી છે. આ વૃત્તિ વિક્રમની ૧૩ મી સદીમાં રચાયાનું મનાય છે.
() અર્થક૫લતા–આ વૃત્તિ જિનપ્રભસૂરિએ સાકેતપુરમાં વિ. સં. ૧૩૬૫ માં લગભગ ૨૭૦ લેક જેવડી રચી છે, અને તે મારે હાથે સંપાદિત અનેકાથરત્નામજૂષા (પૃ. ૭–૧૩) માં છપાવાઈ છે. આ પુસ્તક “દે. લા. જૈ. પુ. સંસ્થા” તરફથી ઈ. સ. ૧૯૩૩ માં પ્રસિદ્ધ કરાયું છે.
(૫) વૃત્તિ–આ સાગરગણિની રચના છે એમ જિ. ૨. કે. (પૃ. ૫૫) જોતાં જણાય છે. એમાં A કમાંકવાળી અને ભાં. પ્રા. સં.મં. માં મૂકાયેલી હાથપિોથીની નોંધ છે. એ D. C. G. C. M. (Vol XVII, pt.3, pp 185–186) પ્રમાણે તે જિનપ્રભસૂરિકૃત અર્થક પલતા છે તેનું કેમ? પ્રબોધટીકા (ભા. ૧, પૃ. ૩૭૬)માં જયસાગરકૃત વૃત્તિને ઉલ્લેખ છે, એટલું જ નહિ, પણ એ વિક્રમની ૧૫ મી સદીની હોવાનું પણ કહ્યું છે.
(૬) ટીકા–આ સાત સ્મરણેની ટીકા પૈકી ઉવ. શેત્તરૂપ મરણની સિદ્ધિચન્દ્રગણિએ રચેલી ટીકા છે અને એ અનેકાથરત્નમંજૂષા (પૃ. ૧૨-૨૪) માં છપાયેલી છે. એ વિક્રમની સત્તરમી શતાબ્દીમાં રચાઈ છે. આ ટીકામાં મને ઉપલબ્ધ થયેલાં પાંચ વિવરણ કરતાં સમાસેના વિગ્રહની બાબતમાં અધિક સ્થાન અપાયું છે. ૧૧ જૈનસ્તત્ર દેહ (ભા. ૧, પૃ. ૭૧) માં પાઈયમાં થોડુંક લખાણ આ ક્ષમાશ્રમણના કથનથી
કરાયાને ઉલ્લેખ છે. ૧૨. જુઓ જિનરત્નકેશ (વિભાગ ૧, પૃ. ૫૫). ૧૩. આની એક હાથથી વિ. સં. ૧૫૯૭માં લખાયેલી છે. ૧૪. આ ઉલ્લેખ જૈન ગ્રંથાવલી (પૃ. ૨૭૪) ને આધારે કરાયો લાગે છે. ગમે તેમ એ વિચારણીય
જણાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org