SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન શ્વેતામ્બર સંઘના ઈતિહાસનું એક ભુલાયેલું પ્રકરણ હતા અને ઘણું જાણતા ચૈત્ય પણ એમના કબજામાં હતા. ભરૂચના પ્રખ્યાત શકુનિકાવિહારના સુવિખ્યાત આચાર્ય શ્રી જયસિંહસૂરિ જેમને વસ્તુપાલ-તેજપાળ પૂજતા તેઓ ચૈત્યવાસી હતા એ આ લેખથી સ્પષ્ટ થાય છે. આશાપલ્લી (હાલના અમદાવાદમાં જમાલપુર અને કાંકરીઆ તથા આસ્ટોડીઆ આજુબાજુને ભાગ?) નું ઉદયનવિહાર ચૈત્ય શ્રી દેવસૂરિથી અધિષિત હતું જે દેવસૂરિ ચિત્યવાસી હતા. (આ લેખમાં કર્ણાવતીને ઉલ્લેખ નથી તે ધ્યાન ખેંચે છે.) વાયટીયગચ્છના જીવદેવસૂરિ ચૈત્યવાસી હતા (પાટણનું) પંચાસરા પાર્શ્વનાથનું દેરાસર તેજપાલના સમયમાં પણ ચૈત્યવાસીઓના કબજામાં હતું તે આપણને આ પ્રશસ્તિ લેખની જાણવા મળે છે, એટલું જ નહિ પણ સ્તસ્મન પાર્શ્વનાથનું ચૈત્ય પણ મલવાદીને કબજામાં હતું. અને એ મલવાદી પણ ચૈત્યવાસી હતા. જિનહર્ષના વસ્તુપાલ ચરિત્રમાં આ મલવાદીને એક પ્રસંગ ને ધ્યે છે –એક વખત શ્રી મલવાદીનું વ્યાખ્યાન સાંભળવા શ્રી વસ્તુપાલ ગયા ત્યારે દરવાજામાં પૅસતાં જ એમણે શ્રી મલ્લવાદીને એવું કહેતાં સાંભળ્યા કે “ગરિમઝારે સંસારે સારું કાઢોરના” (આ અસાર સંસારમાં મહરિણાક્ષીઓ (સ્ત્રીઓ) એ (જ)સાર છે) વસ્તુપાલને લાગ્યું કે આ આચાર્યશ્રીના મનમાં સ્ત્રીઓ રમ્યા કરે છે. એટલે એમણે આચાર્યશ્રીને અભિવાદન કર્યું નહિ. પણ ચતુર આચાર્ય ચેતી ગયા અને તુરત એમણે બીજું ચરણ બનાવી ઉમેર્યું કે “યસ્કૃક્ષિપ્રમવા વસ્તુપા! અવાદરાઃ” (કે જેવી સ્ત્રીઓની કૂખે વસ્તુપાલ! આપના જેવાઓએ જન્મ લીધે છે). વસ્તુપાલે આ સાંભળી ચકિત થઈ અભિવાદન કર્યું. આ જ પ્રસંગ, રત્નમંદિરમણિની ઉપદેશતરંગિણું મુજબ, મલવાદીને બદલે અમરચંદ્રસૂરિ અને વસ્તુપાલ વચ્ચે બન્ય હતું. જ્યારે “પુરાતન પ્રબંધસંગ્રહ” (પૃ. ૭૬) અનુસાર આ પ્રસંગમાં ભરૂચના શકુનિ. કાવિહારના બાલહંસસૂરિનું નામ આવે છે. પણ મલવાદીવાળી વાત વધુ વિશ્વસનીય લાગે છે કેમકે એ પુરા જૂનો છે. આપણો આ પ્રશસ્તિ લેખ વાંચ્યા પછી ઉપરને પ્રસંગ વધુ વિશ્વસનીય બને છે અને રસિક બને છે. ચૈત્યવાસી આચાર્યો આ રીતે સ્ત્રીઓ બાબત ઉલ્લેખ કરવાની હિંમત કરતા એ માની શકાય છે. મેરુ તુંગના “પ્રબંધચિંતામણિમાં જણાવેલું છે કે કુમારદેવી નામની એક લાવણ્યવતી વિધવા હરિભદ્રસૂરિના વ્યાખ્યાનમાં ગએલી. ત્યાં વ્યાખ્યાન કરતાં કરતાં આચાર્યની દષ્ટિ વારેઘડીએ કુમારદેવી પર ઢળતી. ચતુર અમાત્ય આસરાજ (વસ્તુપાલના પિતા) જેઓ વ્યાખ્યાનમાં હાજર હતા તેઓ આ જોઈ ગયા અને વ્યાખ્યાન પૂરું થયે એમણે આચાર્ય શ્રીને આ વર્તણુંકને ખૂલાસો પૂછો. આચાર્યશ્રીએ કહ્યું કે આ બાઈની કૂખે મહાનપુરુષ અવતરશે, અને આ વાત પિતે સામુદ્રિક-લક્ષણશાસ્ત્રના જ્ઞાન વડે જાણી શક્યા છે. આસરાજે કુમારદેવીને ઉપાડી જઈ એની સાથે લગ્ન કર્યું અને કુમારદેવીની કૂખે વસ્તુપાલ તથા તેજપાલ જેવા મહાન પુરુષોએ જન્મ લીધો. હવે આ રીતે લક્ષણશાસ્ત્ર આદિની મદદથી ભવિષ્યકથન કરવું એ જૈન સાધુ માટે નિષિદ્ધ ગણાય કેમકે એ પાપકૃત ગણાય. આ માટે સ્ત્રીના અંગપ્રત્યંગ પર નજર નાંખી અભ્યાસ કરે એ પણ નિષિદ્ધ જ લેખાય. છતાં ચૈત્યવાસી સાધુએ આવું ખુલ્લી રીતે કરતા એ આ પ્રસંગથી સ્પષ્ટ થાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.012077
Book TitleMohanlalji Arddhshatabdi Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorMrugendramuni
PublisherMohanlalji Arddhashtabdi Smarak Granth Prakashan Samiti
Publication Year1964
Total Pages366
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy