________________
મોહમયીના ભાગ્ય જાગ્યા
૪૩
દિવસે તેઓ મુંબઈમાં અવસાન પામ્યા. શ્રી મોહનલાલજી મહારાજ આ વખતે મુંબઈમાં બિરાજમાન હતા. તેઓશ્રીએ તેમને ઘેર જઇને શેઠશ્રીને અંત સમયે ધર્મ સંભળાવ્યો હતો. મહૂમ શેઠશ્રી મંછુભાઇની ભાવનાનુસાર તેમના ધર્મપત્ની શ્રી હીરાકુવરબાઈ તથા છ સુપુત્ર ઝવેરી નગીનભાઇ, ચુનિભાઈ, બાબુભાઈ, છગનભાઈ, મગનભાઈ તથા હીરાભાઈ વગેરે કુટુંબીજનોએ દહેરાસર બંધાવવાનું કામ શરૂ કર્યું અને એક રમણીય જિનાલય બે વર્ષમાં પૂર્ણ થઈ ગયું. સં. ૧૯૬૩ ના જેઠ સુદ ૨ ને ગુરૂવારના શુભ મુહુર્તે પ્રાતઃ
ણીય શાંત મૂર્તિ બાલબ્રહ્મચારી પૂ. શ્રી મોહનલાલજી મહારાજના પટ્ટઘર પન્યાસશ્રી હર્ષમુનિજીના શુભ હસ્તે આ ચાર રત્નની પ્રતિમાજીઓ તથા બીજા સાત આરસના બિંબોની પ્રતિષ્ઠા થઇ. આ અગીયાર પ્રતિમાઓની પ્રતિષ્ઠા શેઠ મ છુભાઈના પુત્ર-પુત્ર વધુ ને આપ્તજનોએ કરી. આ પ્રતિષ્ઠા નિમિતે અઠ્ઠાઇ મહેસવ, શાંતિ સ્નાત્ર અતિ આનંદ-ઉલ્લાસપૂર્વક કરવામાં આવ્યા હતા. પ્રતિષ્ઠા શાંતિ સ્નાત્ર આદિ ક્રિયા કરાવવા માટે અમદાવાદ જૈન વિદ્યાશાળાવાળા સુશ્રાવક છોટાલાલ લલુભાઈ ઝવેરી આવ્યા હતા. પ્રતિષ્ઠાના દિવસે શ્રી સકલ સંઘનું સાધર્મિક વાત્સલ્ય કરવામાં આવ્યું હતું..
હજુ દર વર્ષે વર્ષગાંઠ નિમિતે ઉત્સવ થાય છે. શેઠ શ્રી મંછુભાઇના પૌત્રો તથા કુટુંબ પરિવાર એકત્ર મળી ભકિત-પુજા–પ્રભાવના કરે છે.
સં. ૧૯૬૩થી સં. ૧૯૯૮ સુધી આ દહેરાસરની વર્ષગાંઠ જેઠ સુદ ૬ના દિવસે સંધ જમણુ થતાં હતાં. સં. ૧૯૯૯ થી આજસુધી વરસોવરસ તે દિવસે શેઠશ્રી મંછુભાઈના કુટુંબીજને તથા પૂજામાં આવનારાઓનું સાધર્મિક વાત્સલ્ય કરવામાં આવે છે.
સં. ૧૯૯૫માં મૂળનાયક શ્રી સંભવનાથ ભગવાનનો હીરા તથા માણેક પાનાને ઝવેરાતને મુગટ કરવામાં આવ્યો છે જે શેઠ નગીનભાઈ મંછુભાઈના સુપુત્રી અને રમણબહેનના પુત્ર ભાઇ રમણીકલાલ મુળચંદે નકર આપીને ચઢાવ્યા હતા. આ ઝવેરાતને મુગટ સુરતના પ્રખ્યાત પરચીગર ભાઈ રતનલાલ પાસે બનાવવામાં આવ્યો હતો. તે સુંદર બનાવવા માટે ભાઈ રતનલાલને નગરશેઠ શ્રી બાબુભાઇ ગુલાબભાઈના હાથે માનપત્ર તથા ચાંદીનું કાસ્કેટ આપવામાં આવ્યાં હતાં આગમહારેક પુજ્યપાદ સાગરાનંદ સુરીશ્વરજીની પ્રેરણાથી આ દહેરાસરજી માટે એક બંધારણ ઘડાયું હતું અને તે મુજબ શેઠ મંછુભાઇ તલકચંદના કુટુંબના પાંચ સભ્યો તથા બીજા શ્રી વીસા ઓસવાલ જ્ઞાતિમાંથી ચાર વ્યકિત મળી કુલ નવ વહીવટદારો તેને વહીવટ આજ દિન સુધી કરે છે.
સં. ૨૦૧૩ ના જેઠ સુદ ૨ ને ૩૧-૫-૧૭ ના દિને આ દહેરાસરજીને પચાસ વર્ષ પૂર્ણ થયાં તે નિમિતે ટ્રસ્ટીઓ તથા શેઠ મંછુભાઈ તલકચંદના કુટુંબીજનેએ સુવર્ણ મહોત્સવ-ઉજવ્યો હતો અને તે નિમિતે અઠ્ઠાઈ મહોત્સવ, શાંતિ સ્નાત્ર આદિ થયાં હતાં. આપણું નામ ધન્ય ગુરૂદેવ શ્રી મોહનલાલજી મહારાજની પ્રેરણાથી આ દહેરાસર થયું અને આ ચાર અલૌકિક પ્રતિમાજી સુરત શહેરને સમૃદ્ધ બનાવી રહેલ છે. ૫૬ વર્ષ પહેલાં સુરતમાં પુજ્ય શ્રી મોહનલાલજી મહારાજ સ્વર્ગવાસ પામ્યા. જૈન જગતમાં મહા પ્રભાવશાળી, પુણ્યરાશિ, વચન સિદ્ધ સાધુ પુરૂષની ખોટ પડી ગઈ .
એ મહા પુરૂષને પગલે પગલે આજે તો આચાર્ય પ્રવરે પદ, સાધુ મુનિરાજે તેમજ સારીજી મહારાજે મુંબઈને આંગણે આવતા રહ્યા છે અને મુંબઇમાં જૈન ધર્મની જ્યોત જળહળતી રહી છે, તેનો યશ આપણું પુજ્યપાદ મુનિ રત્ન શ્રી મેહનલાલજી મહારાજને છે. '
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org