________________
વચનસિદ્ધ વિભૂતિ
સં. ૧૯૪૭, ચૈત્ર સુદ ૭ મુંબઈમાં સંવેગીમુનિ તરીકે શ્રી મેહનલાલજી પધારેલા. અને ફરી જ્યારે સં. ૧૯૫૮ માં મુંબઈ પધાર્યા ત્યારે શ્રી ભગવતી સૂત્રના વ્યાખ્યાન સાથે લાલબાગમાં પાંચ ચાતુર્માસે થયાં. તા. ૧૦-૧-૧૯૦૬ “બાબુ પનાલાલ પૂરણચંદ જૈન હાઇસ્કૂલ” ના વાસ્તુ પ્રસંગે મહારાજશ્રીએ ત્યાં પધારી ધાર્મિક શિક્ષણ માટે ઉપદેશ કર્યો હતો. અને આ પ્રસંગે અઠ્ઠાઈ મહોત્સવ ઉજવ્યો હતો. આ પછી સં. ૧૯૬૦ માં મા. સુ. ૬ ના રોજ વાલકેશ્વરના બાબુ અમીચંદ પનાલાલ જૈન દહેરાસરની પ્રતિષ્ઠા પૂ૦ મહારાજશ્રીના વરદહસ્તે થઈ.
પૂ. મહારાજશ્રીના શિષ્યરત્ન પં. શ્રી હર્ષ મુનિજીનો સદુપદેશથી સન ૧૯૧૦ માં પૂ. મહારાજશ્રીની પુણ્યસ્મૃતિમાં મુંબઈ–ભૂલેશ્વર ખાતે “શ્રી મેહનલાલજી જૈન સેન્ટ્રલ લાઈબ્રેરી તથા સંસ્કૃત પાઠશાળા ” ની સ્થાપના થઈ. તેને લાભ જૈન-જૈનેતર સમાજને આજ સુધી મળતો આવ્યો છે.
સુરત ખાતે પણ મહારાજશ્રીના પ્રશિષ્ય શ્રી માણેકમુનિજીના સદુપદેશથી ત્રણ લાખના ખર્ચથી શેઠ નગીનચંદ ઘેલાભાઈ જૈન હાઈસ્કૂલ સ્થપાયેલ છે, તેમજ જેન બોડીંગ પણ ચાલુ ર્થયેલી છે.
આ ઉપરાંત ગોપીપુરા ખાતે આવેલ “શ્રીમોહનલાલજી . જૈન જ્ઞાનભંડાર, શ્રી મેહનલાલજી જૈન ઉપાશ્રય તથા શ્રી રત્નસાગરજી જૈન સ્કૂલ તથા કતારગામનું ગગનચુંબી શત્રુંજયાવતાર દહેરાસર, ભેજનશાળા, જયકાર કન્યાશાળા આદિ આજે પણ એમની યાદ આપી રહ્યા છે.
આ રીતે જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને કેળવણીનાં અનેક ઉત્તમ કાર્યો પૂજ્યશ્રીના હાથે થયા છે. તેઓશ્રી સરળ પ્રકૃતિના હતા. સંયમ અને જ્ઞાનને પરિપાક તેમનામાં સહજરૂપે જોવા મળતું હતું. તેઓશ્રી એક વચનસિદ્ધ પુરુષ હતા, એમ તેમના માટે આપણે સાંભળીએ છીએ.
સ્વ. ચિદાનંદજી અને આનંદઘનજી પણ ચમત્કારિક પુરુષ થઈ ગયા પણ દરેક મહાપુરુષોમાં ચમત્કાર કરતાં આધ્યાત્મિક તત્ત્વ જ વધુ હોય છે, અને ચમત્કારનું મૂલ્ય આપણને જેટલું હોય છે, તેમ તેઓ માટે હેતું નથી. એમને માટે એ સહજ હોય છે. એમાં કશું આશ્ચર્ય જેવું નથી.
સ્વરદયના જાણકાર ઘણે ભાગે વચનસિદ્ધ હોય છે. આપણું ગ્રન્થનાયક શ્રી મોહનલાલજી મહારાજ કે જેઓ એક ઓગણીસમી સદીની વચનસિદ્ધ વિભૂતિ હતી. અહિં આપણે કેટલીક ઘટનાઓ પ્રસંગે તરફ દષ્ટિપાત કરીએ.
છે. આ દહેરાસરમાં શા. લલ્લુભાઈ હરખચંદભાઈ પહાડીએ પિતાની જાતિ દેખરેખ નીચે સુંદર સેવા આપી હતી. એ વિગત પાછળથી જાણવા મળી છે.
- સંપાદક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org