________________
(ર
શ્રી મોહનલાલજી અર્ધ શતાબ્દી ગ્રંથ : મુનિશ્રીએ આ “શ્રી ધરમચંદ ઉદયચંદ જીર્ણોદ્ધાર ફંડ”ને મંગલ આશીષ આપ્યાં અને જાહેરમાં તેની ભારે અનમેદના પણ કરી. આ ફંડ સુરતમાં થયું, અને તેના ખર્ચનું મંગલાચરણ પણ સુરતમાં જ થયું. સુરતના જીર્ણ થયેલા દેરાસરમાં આ ફંડની મદદ મળવાથી નવી જ ભભક ને ચમક આવી.
આ ફંડ તે શ્રી હર્ષમુનિજીની પંન્યાસ પદવી નિમિત્તે થયું હતું. પરંતુ એને સમારેહ મુંબઈમાં ઉજવવામાં આવ્યો.
સં. ૧૯૫૮ માં મુનિશ્રી મુંબઈ હતા, અને આ સાલના ચાતુર્માસમાં જ, માધવબાગના વિશાળ ચોગાનમાં અષાઢ સુદ છઠના રોજ શ્રી હર્ષમુનિજી મહારાજને પંન્યાસપદવી આપવામાં આવી. ત્યારપછીને ચાર ચેમાસા ૧૯૬૨ સુધી મુનિશ્રીએ મુંબઈમાં જ ગાળ્યાં.
સં. ૧૯૬૦ માં શ્રાવકોની જિજ્ઞાસાને માન્ય રાખી મહારાજશ્રીએ શ્રી ભગવતી સૂત્રનું વાંચન શરૂ કર્યું. આ સૂત્રના દર શતકે શ્રી દેવકરણ મુળજી, શ્રી પ્રેમચંદ રાયચંદ આદિ ગૃહસ્થ સેનાની ગીની મૂકી તેનું પૂજન કરતા હતા. આ ત્રણ વરસના સમયમાં મુનિશ્રીએ સાત મુમુક્ષુઓને દીક્ષા આપી.
આ જ સાલમાં (૧૯૬૦) એક ચમત્કારિક પ્રતિષ્ઠા થવા પામી. બાબુ અમીચંદ પન્નાલાલ, વાલકેશ્વર ઉપર જિનમંદિર બંધાવી રહ્યા હતા. દેરાસર તયાર થઈ ગયું હતું. અને મૂળનાયક ક્યા ભગવાનને પધરાવવા તેની શેઠશ્રી તપાસ કરતા હતા. આ તપાસ ચાલતી હતી તેવામાં એક રાત્રે બાબુસાહેબના ધર્મપત્ની કુંવરબાઈને એક સ્વપ્ન આવ્યું. એ સ્વપ્નમાં એક અલૌકિક વીતરાગની પ્રતિમા દેખાઈ. શ્રીમતી કુંવરબાઈ તે આ મૂર્તિ જોતાં જ ભાવથી “નમો જિણાણું' બોલી ઊઠ્યા. પણ આંખ ઉઘડી ત્યારે તે કશું જ ન હતું. એ તે એક શુભ સ્વમ જ હતું. પણ એ મૂર્તિ કથા ભગવાનની હતી ? ક્યા જિનાલયમાં હતી ? ક્યા ગામમાં હતી? એને કેશુ જવાબ આપે ? એ તે માત્ર એક શુભ સ્વમ જ હતું.
સવારે બંને, બાબુસાહેબ અને તેમના ધર્મપત્ની મુનિશ્રીને વંદન કરવા માટે આવ્યા. સુખશાતા પૂછી વંદના કરી અને આવેલ સ્વમની વાત કરી. મુનિશ્રીએ એ વાત સાંભળી ઘડી આંખ મીંચી કશાકનું ધ્યાન ધર્યું, અને પછી કીધું–બાબુસાહેબ ! તમે આજે જ સીધા અહીંથી ખંભાત પ્રયાણ કરે....”
મહારાજશ્રીની આજ્ઞા માથે ચડાવીને તેઓ બંને ખંભાત તરફ જવા ઉપડી ગયા. ત્યાં જઈ ત્યાંના પ્રાચીન ભવ્ય દેરાસરની જાત્રા શરૂ કરી. યાત્રા કરતાં કરતાં તેઓ ચિંતામણિ પાર્શ્વનાથ દેરાસરના સેંયરામાં ઉતર્યા. ત્યાંના આદીશ્વર ભગવાનનાં દર્શન કર્યા. કુંવરબાઈએ એ પ્રતિમાને ધારી ધારીને જોઈ. તેમને લાગ્યું કે આ એ જ પ્રતિમા છે જે મેં સ્વમમાં જોઈ હતી, તેમણે બાબુસાહેબને વાત કરી કે મારા સ્વમની પ્રતિમા બરેલર આવી જ હતી. મને તે આ એ જ મૂર્તિ લાગે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org