________________
શ્રી મોહનલાલજી અર્ધશતાબ્દી ગ્રંથ આ પ્રતિષ્ઠાએ ઉપરાંત તેમણે કતારગામના દહેરાસરના જીર્ણોદ્ધારનું પણ ભવ્ય કાર્ય કર્યું. કતારગામ આમ તે હિંદુઓની તીર્થભૂમિ છે. પરંતુ મુનિશ્રીના હાથે થયેલ જીર્ણોદ્વાર પછી તે જૈનોનું પણ તીર્થધામ બન્યું છે. અહીં પાલીતાણાના ડુંગર પરના દશ તાદૃશ્ય કરવામાં આવ્યાં છે. પાલીતાણાની જેમ જ સામસામા જિનાલયે છે. એક બાજુ શ્રી આદીશ્વરનું દહેરાસર છે, અને તેની જ બરાબર સામે પુંડરીક ગણધરનું દહેરાસર બાંધેલું છે. દાદાના દહેરાસર પાછળ રાયણના પગલાં પણ છે. મેદાનની અનુકૂળતા હોઈ દહેરાસરની બાજુમાં જ એક આલીશાન ધર્મશાળા બાંધવામાં આવી છે. દર વરસે કારતક સુદ પૂનમના રેજ સુરતનો સંઘ અહીં યાત્રાર્થે આવે છે ને તેની વરસગાંઠ નિમિત્ત પ્રતિવર્ષે સાધર્મિક વાત્સલ્ય થાય છે.
આ શત્રુંજયાવતાર તીર્થની પ્રતિષ્ઠા સં. ૧૫૫ ના વૈશાખ સુદ તેરસ ને મંગળવારના રેજ મુનિશ્રીના વરદહસ્તે થઈ. શેઠશ્રી નગીનચંદ કપૂરચંદ ઝવેરીએ મૂળનાયકને ગાદી પર બેસાડવાને લાભ લીધો હતો. અને દેરાસરના ગેખમાં સામ સામી બાજુ પ્રભુપ્રતિમાઓની પણ સ્થાપના કરવામાં આવી હતી. આ પ્રતિમાઓ શ્રી ઝવેરી તલકચંદ મેળાપચંદ તથા ઝવેરી મૂળચંદ માણેકચંદે બેસાડી હતી. કહેવાય છે કે આ પ્રસંગે ૧. સુરત-કતારગામના શત્રુંજયાવતાર દહેરાસરની પ્રશસ્તિ –
|| શ્રી પાર્શ્વનાથાય નમઃ | सूरतवतननिवासी श्रेष्ठोवरो भूषणाऽभिधः पूर्वः । कतारग्रामेऽस्मिन् निर्मापयद् आदिजिनचैत्यम् ॥१॥ તારા રજૂછી..... श्री पुंडरिकचैत्यं व्यरचयत् स्वात्मशुद्ध्यर्थम् ॥२॥ चैत्ययुग्मं तत् समभूत्...कालेन भूयसा जीर्णम् । श्रीमद् मोहनमुनयो विहरन्तः तत्र चाऽऽजग्मुः ॥३॥ नत्वा जिनेन्द्रबिम्ब निरीक्ष्य चैत्यं च जीर्णमिति । स्मृत्वोद्धारफलं ते मनसीत्थं भावयामासुः ॥४॥ ध्यात्वेति सूरते तेऽभ्याजग्मुः सत्कृता श्रावकसंघेन । जीर्णोद्धारार्थ तं संघ प्रबोधयन् बहुधा ॥५॥ तद्बोधी ततश्च संघः सदास्ते चैत्यकार्यप्रगुणः ।
.......liદ્દા भूतेषुनंदभूमितः [१९५५] वर्षे श्री विक्रमार्कसमये गते । वैशाखे सितपक्षे त्रयोदशी भोमवासरे ॥७॥ तस्यासन्नोपवनेऽस्मिन् प्रतिमाः श्री नाभिनंदनादीनाम् । श्रीमन्मोहनमुनिभिः जयन्तु संस्थापिताः सततम् ।।८।।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org