________________
:
- IN
ક'
પ્રકાશકીય નિવેદન મહાપ્રભાવિક મુનિરાજશ્રી મોહનલાલજી મહારાજને અર્ધશતાબ્દી મહોત્સવ સંવત્ ૨૦૧૩ માં ભૂલેશ્વર લાલબાગ ખાતે શાંતમૂતિ પંન્યાસ પ્રવર શ્રીનિપુણમુનિજી ગણિવર તથા પૂજ્ય મુનિરત્ન શ્રી ભકિતમુનિજી આદિ સાધુસમુદાયની નિશ્રામાં ઉજવવામાં આવ્યું, ત્યારે પૂજ્યપાદની કાયમી સ્મૃતિરૂપે તેમનું ચરિત્ર છપાવી બહાર પાડવાની વિચારણા થઈ હતી. ત્યારબાદ મહારાજશ્રીની જીવનપ્રભા ઉપરાંત જૈનધર્મ સંબંધી લેખો માટે અનેક વિદ્વાનેને આમંત્રણ આપી એમના ઉપયોગી લેખેને એમાં સમાવેશ કરી, ગ્રંથની ઉપગિતા વધારવા સ્મારકગ્રંથ પ્રગટ કરવાનો નિર્ણય લેવાયે. આ પેજનાને મૂર્ત સ્વરૂપ આપવા એક સમિતિ નીમવામાં આવી અને ચરિત્રનું આલેખન, તથા વિદ્રોગ્ય લેખો મેળવી સંપાદનકાર્યની જવાબદારી મુનિશ્રી મૃગેન્દ્રમુનિજીને સોંપવામાં આવી.
યદ્યપિ સમિતિના અંદાજ કરતાં આ ગ્રંથપ્રકાશનમાં ઘણો વિલંબ થયે છે, તે પણ તેમાં ચરિત્રનાયકના જીવન સંબંધી વિશેષ માહિતી અને અનેક વિદ્વાનોના લેખોને સમાવેશ થઈ શકે છે, એ બાબત અમારે માટે આનંદદાયક છે પૂજ્યપાદને શિષ્યસમુદાય, ભકતજને તથા સામાન્ય જૈન સમાજ ઘણા સમયથી આ ગ્રંથના પ્રકાશનની રાહ જોઈ રહ્યો હતો, તે આજે પ્રકાશિત થઈ રહ્યો છે, તે અમારા માટે ગૌરવને પ્રસંગ છે.
આ ગ્રંથ-પ્રકાશનમાં શાંતમૂર્તિ પં. શ્રી નિપુણમુનિજી ગણિ, પૂ. મુનિશ્રી ભકિતમુનિજી તથા મુનિશ્રી ચિદાનંદમુનિજી આદિએ અમને માર્ગદર્શન આપ્યું છે, તે માટે અમે તેમના અણી છીએ મુનિશ્રી મૃગેન્દમુનિએ પૂજ્યપાદના ચરિત્રલેખન તથા બીજા લેખો મેળવવા ખૂબ જ પરિશ્રમ સેવે છે, તેમજ આ ગ્રંથનું સંપાદનકાર્ય સંભાળી ખંતથી પાર પાડ્યું છે, તે માટે અમે તેમના અત્યંત ઋણી છીએ.
- આ પ્રકાશનકાર્યમાં પ્રેમભર્યો સહકાર આપવા માટે શ્રી બહાદુરસિંહજી પ્રિન્ટિંગ પ્રેસ, જવાહર પ્રિન્ટિંગ પ્રેસ તથા પ્રકાશ પ્રિન્ટિંગ પ્રેસના સંચાલકોને સમિતિ વતી આભાર માનવાની તક લઈએ છીએ.
સેવામૂતિ શ્રી ફતેહચંદ ઝવેરભાઈએ અમને વારંવાર જે યોગ્ય માર્ગદર્શન આપ્યું છે, તે માટે એમને આભાર માનવાનું કેમ ભૂલાય? આ કાર્યમાં સક્રિય સાથ અને સહકાર આપવા માટે અમે શ્રી માણેકચંદભાઈ હરખચંદ, શ્રી કાળીદાસ સુંદરજી કપાસી, શ્રી કેશરીચંદ હીરાચંદ ઝવેરી, તથા શ્રી સરદારમલજી કોઠારી, શ્રી મકનજી અનોપચંદજી વગેરેના આભારી છીએ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org