________________
જ લ ક લ ય
કે
કલાક સુધી મહાન જોખમ વચ્ચે રહી, આટલા માનની જીવરક્ષા કરનાર એ સાધુનાં હિંમત, સાહસ ને બળ જોઈ હું દિંગમૂહ થયો છું.”
પાલીતાણાના રાજવી માનસિંહજી વિ. સં. ૧૯૬૦ના ચોમાસામાં ગુજરી ગયા હતા, અને આજના નામદાર મહારાજા એ વખતે સગીર વયના હોઈ વિદ્યાભ્યાસ કરવા માટે યુરોપમાં રહેતા હતા. આ સમય દરમ્યાન સરકાર તરફથી એડમીનીસ્ટ્રેટર નીમવામાં આવ્યા હતા. આ વેળા મેજર સ્ટેગ નામના એક યુરોપીયન એ પદ પર હતા. એમની પાસે આ વાત આવતાં તેમને ખૂબ આશ્ચર્ય થયું. હિન્દને સાહસ અને શૌર્યથી વિરહિત માની બેઠલ એ ગોરા સાહેબને ખૂબ આનંદ થયે અને એક હિન્દીમાં યુરોપના કેટલાય વીરેને ઝાંખા પાડે તેવાં સેવા ને શીય જોઈ એ એકદમ ઘેડા ઉપર બેસી મુનિજીની મુલાકાતે આવ્યા.
મુનિજી પિતાના કાર્યમાં મસ્ત હતા. મેજર સ્ટ્રગે અભિવાદન કરતાં કહ્યું : “મુનિજી ! આજે આપે એક સાચા સાધુ તરીકે એવી મહાન અને ઉત્તમ સેવા કરી છે, કે જે માટે પાલીતાણા સ્ટેટ આપને ઉપકાર કદી પણ ભૂલી શકે તેમ નથી. આપની સંપૂર્ણ સેવા–પ્રવૃત્તિની નોંધ મને ડો. હોરમસજીએ જણાવી છે એ વાંચી હું ઘણું જ પ્રસન્ન થયો છું. સ્ટેટને રેગ્ય સેવા ફરમાવજે.”
મુનિજીએ આ વાતને ઉત્તર બહુ જ ટૂંકા શબ્દોમાં વા : મેં મારી સાધુ તરીકેની ફરજ બજાવવા ઉપરાંત કાંઈ કર્યું નથી. અમે એકેન્દ્રિય જીવને બચાવવા આ રજોહરણ સાથે રાખીએ છીએ, પછી આ તે પંચેન્દ્રિયની રક્ષા !'
મેજર ઢાંગ મુનિ ના આ નિરભિમાનતાથી ખૂબ ખુશ થયા. હિંદી વર્તમાનપત્રોએ તો છેડા છેડા ઉતારા કર્યા પણ એમણે તે: મુનિજીને વિદ્યાર્થી સાથેને ફેટે લઈ વિલાયતના પત્રમાં મોકલ્યો. એની સાથે એક હિંદી સાધુ કેટલું સાહસ અ. શૌર્ય દાખવે છે તેની ચર્ચા કરતા એક લેખ પણ મોકલ્યા.
અ છે.
સ
s
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org