________________
જલપ્રલય
કડક
TiIII
આષાઢ તે આઘા હતા અને ધેમધખતું જેઠનું આકાશ વાદળાંને ઘટાટોપ જમાવીને બેઠું હતું. સૂરજનારાયણ વાદળાંઓના થર નીચે છુપાઈ રહ્યા હતા. પાલીતાણા શહેરને માથે ધૂળે દિવસે મેઘલી રાત જામતી દેખાતી હતી.
અજવાળી આઠમ હતી. ગરમીને આતશ ભયંકર હતો. આકાશ કાળું શ્યાહી બની ગયું હતું. મેઘગર્જનાઓ કાનના પડદાને ચમકાવી નાખતી હતી. રાત્રિને પ્રારંભ થયો અને વરસાદ મૂશળધારે તૂટી પડયો.
મેઘની હેલીમાં કેઈથી બહાર નીકળાય તેમ નહોતું. અષ્ટમીને ચંદ્ર તે ક્યાંય લુપ્ત હતો. રાત વધતી ગઈ. નગરજને નિદ્રાધીન થયા પણ વરસાદ તે ચાલૂ જ રહ્યો. મધરાત થતાં તો એણે તોફાની રૂપ પકડ્યું. તેમાં પણ ડુંગર પર તો હેલી જમાવી. એ બધું પાણી નીચે વહી આવી લીંડિયા (નાની નદી) માં ભરાયું. સ્ટેશન તરફના કાંઠેથી વહી આવેલી લાટીનાં પાટીયાં ને બીમ એવન પૂલમાં ભરાયાં. પાણી ત્યાંથી શહેર તરફ પાછું ફર્યું: પાલીતાણાની શેરીઓ જોતજોતામાં જળબંબાકાર બની ગઈ.
ઘનઘોર રાત, ધોધમાર વરસાદ, હવાના સુસવાટા ને વીજળીના કડાકા. ઉપરથી પાણીના પૂરને ભયંકર નાદ. નગ
ST
૬
S
Jain Education International
For Personal & Private Use Only