________________
૧પુરુ૪.૦
૧૦૦૮
જ્યા જ્યારે કાઈ પણ પ્રજાનું કે સમાજનું આંતર જીવનકાળના પ્રભાવથી કહેા ચા ગમે તે કારણે કહેા, નિખળ બને છે ત્યારે તેને પુનર્જીવન મેળવવા માટે આર્ભમાં મુખ્યપણે આદર્શજીવી મહાન્ આત્માઓની જીવનકથા તરફ દૃષ્ટિ દોડાવવી પડે છે. અને એ જીવનકથાએમાંથી જરુર એવું કાઈ ને કાઈ વિશિષ્ટ પ્રેરણામળ મળી જ રહે છે કે-જે દ્વારા માનવના અવનતિના ગાઁમાંથી પુનરુદ્ધાર થઈ શકે. એ જ મુખ્ય કારણસર પ્રાચીન કાળથી ભારતીય પ્રજામાં વિધવિધ રીતે પવિત્ર જીવન ગાળનાર પુણ્યપુરુષાની જીવનકથા લખવાની પરિપાટી ચાલી આવે છે.
Jain Education International
વાર વંદન
આખાય વિશ્વમાં અતિચિર કાળથી સ્વાભાવિક રીતે સર્વોપરિ પવિત્ર જીવન ગાળનાર પ્રજાના બાહ્ય અને આંતર જીવનના સર્વોપરિ હાસ જોઈ આજે પ્રત્યેકે પ્રત્યેક વિજ્ઞ પુરુષનું હૃદય કંપી ઊઠે છે અને તેથી એ દરેક, પેાતાના અને પ્રજાના જીવનનું પુનરુત્થાન થાય એ માટે પાતપાતાથી જેટલેા અને તેટલા કાળેા આપવા તૈયારી કરી રહેલ છે. આ રીતે અત્યારે દરેકે દરેક ધમ, સમાજ, પ્રજા આદિમાં થઈ ગયેલ જુદા જુદા પ્રકારે શુદ્ધ જીવન જીવનાર મહાપુરુષની સ્મારક ગ્રંથમાળા, લેખમાળા આદિ જે કાંઈ પ્રસિદ્ધ કરવામાં આવે એ ખરે જ ઈષ્ટમાં ઈષ્ટ છે.
એકાત્મરૂપ ભારતીય પ્રજાના અવયવભૂત ગણાતી આપણી જૈન પ્રજા,—જેણે એક કાળે આદર્શ જીવન ગાળવાના માર્ગ રજી કરવામાં માટે ફાળેા આપ્યા છે, અત્યારે ખાહ્ય અને આંતર જીવનકલહથી એટલી ખરડાઈ ગઈ છે કે જો તેના પુનરુત્થાન માટે જુદી જુદી રીતે સત્વર ધ્યાન આપવામાં ન આવે તે સાચે જ એ જૈનપ્રજાનું નાવ
For Personal & Private Use Only
www.jainelibrary.org