________________
શ્રી ચારિત્ર વિ જ ય
-મી
,
L
AT :
file
ધારશી! અહીં ક્યાંથી ?” મુંબઈથી” ઘેર જાય છે?” ના, ના. મારે તે હવે સંસારથી વિરક્ત થવું છે.”
મુનિરાજ આ છોકરાને સંસારથી વિરક્ત થવાની વાતને આટલી સરળતાથી બેલતે જોઈ હસ્યા. કાનજી સ્વામીના ગુરુ વ્રજ પાળજી સ્વામીને સંપ્રદાય એ કાળે કચ્છમાં વખણાતું હતું. માંડવીમાં જ તેમનું ચોમાસું હતું. મુનિરાજે ધારશીને ગુરુજી પાસે ચાલવા કહ્યું. બન્ને જવાની તૈયારી કરે છે એટલામાં સમાચાર આવ્યા કે “સ્ટીમર વીજળી ડૂબી ગઈ. આ સમાચાર નહતા પણ લોક સમુદાય પર વજાપાત હતું. જ્યાં જુઓ ત્યાં રેકકળ મંડાઈ ગઈ.
કેટલીય માતાઓના એકના એક આધારભૂત દીકરાઓ વીજળી સાથે જળશરણ થયા હતા. કેટલીય નવવધુઓનાં કંકણે ભાંગીને ભૂકકો થયાં હતાં. અણપૂર્યા કેડનાં અનેક દંપતી સાગરના પેટાળમાં સ્વાહા થઈ ગયાં હતાં. જગતની કેટલીય વ્યક્તિઓ નેહિને ખાઈ ચૂકી હતી.
ધારશીના વૈરાગ્યવાસિત દિલ પર આ વાતે વધુ અસર કરી. સત્તર સત્તર નેહિઓની ભભૂકતી ચિતાઓ, પિતાના દેહ પર મૃત્યુની નાગચૂડ, ને “વીજળી' નો આ અકસ્માત ! સંસારની ક્ષણભંગુરતાને સમજવા હવે બીજાં પ્રમાણ કે દષ્ટાન્તની જરુર નહોતી. માનવી નાચે છે ને રાચે છે, પણ કયાં જાણે છે કે કાળને પંજે શિર પર તોળાઈ રહ્યા છે? એને કાનજી સ્વામીએ મધુબિંદુવાળું દષ્ટાન્ત કહ્યું. ધારશીએ પાકો નિશ્ચય કર્યો કે હવે તો આ જીવનનું કલ્યાણ કરવું, મૃત્યુને તરી જવું.
ધારશી સ્થાનકે આવ્યો. વ્રજપાલ સ્વામીએ ક્ષણવાર ધારશીના ચહેરા સામે જોયા કર્યું. વિશાળ નેત્ર, રોગથી સહેજ ઘસાયેલ છતાં પડછંદ દેહ, સરલ મુખાકૃત્તિ ને ઉન્નત લલાટ. સ્વામીજીના હૃદયમાં ધારશી માટે પહેલી મુલાકાતે જ સારે
Str
SO
૨૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org