________________
શ્રી ચારિત્રવિજય
શાં શાં સ્મરણે ધરું એ સિદ્ધક્ષેત્રના સાધુને ચરણે ? પ્રત્યક્ષ પરિચય તે અલ્પ જ ગણાય, પણ જે જે સાંભળ્યું છે, કાર્યરૂપે જોયું છે તે આજે પણ ભૂલી શકાતું નથી.
પાલીતાણાના પ્રલય વખતની તેઓશ્રીની દુ:ખી દીનજનોના જાનમાલ બચાવવાની સેવા સિદ્ધક્ષેત્રના ઇતિહાસમાં અમર છે.
ગુરુકુલના એ પ્રાણધાર હતા અને રહેશે. ગુરુકુળના પત્થરે પથર, દિવાલો, વૃક્ષો અને પુસ્તકાલયના અમૂલ્ય ગ્રંથે હજુ પણ ગુરુદેવ, ગુરુદેવ પિકારી રહ્યાં છે.
સમાજ અને ધર્મને ચરણે જ્ઞાન-દર્શન-ન્યાયની ત્રિપુટીની ભેટ ધરી. એવી સમાજસેવકની ભેટ ગુસ્કુળ ક્યારે ધરશે? સમાજ તે માટે મીટ માંડી રહ્યું છે.
તેઓશ્રીનું ખારૂં ગુરુકુળ આજે કુલીફાલી રહ્યું છે. અનેકવિધ ગતિ સાધી રહ્યું છે. સૌરાષ્ટ્રના આંગણે ૧૫૦ વિદ્યાર્થીએથી કલ્લોલતું એ આંબાવાડિયું અનેક યાત્રિકોને આકર્ષી રહ્યું છે.
એ ગુરુવર્યની અંતિમ ભાવનાને મૂર્ત સ્વરૂપ આપવા ગુરુકુલ નામને શોભાવે એવી સ્વતંત્ર શિક્ષણ પદ્ધતિવાળ વિનયમંદિર, વાણિજ્ય વિદ્યામંદિર, બાળમંદિર અને કલામંદિર ખોલીને તેઓશ્રીના અમર આત્માને શાંતિ, રે કયારે અપાશે? સિદ્ધક્ષેત્રના સાચા સાધુને વંદન હો ! વંદન છે ! પાટણ, રેંટીયાબારશ, ૧૯૮૮.
શ્રી કૂલચંદ હરિચંદ દોશી.
પાલીતાણાનો જલપ્રલય અને મુનિશ્રી ચારિત્રવિજયજી (જાહેર ચુનંદા વકતા છે તે નહિ) કે જેમણે કમગી” બની ૫૦૦ તણાતા માણસને બચાવી પાઠશાળાના મકાનમાં અન્નવસ્ત્રથી સંખ્યા. એ ++ વ્યકિતઓને તે આ કપ મહાન આત્મિક લાભ આપનારે થઈ પડયો છે, એમ કહ્યા સિવાય ચાલશે નહિ. જૈન હિતેચ્છને વધારે, પત્ર ૧.
શ્રી વાડીલાલ મોતીલાલ શાહ
ત
મુનિ મહારાજ શ્રી ચારિત્રવિજયજી મહારાજને પાલીતાણા સ્ટેટના દિવાન સાહેબ મહેરબાન નારણદાસ કાલીદાસ
ગામીના હાથે અપાયેલું માનપત્ર. ગઈ તા. ૧–૩–૧૯૩૬ ને દિવસે પાલીતાણા સ્ટેશન ઉપર આવેલા શ્રી યશોવિજયજી જૈન પાઠશાળાના મકાનમાં આ પાઠશાળાના સરંક્ષક મુનિ શ્રી ચારિત્રવિજયજી મહારાજ વિહાર કરવાના હોવાથી તેઓને સન્માનપત્ર આપવા માટે એક સભા બોલાવવામાં આવી હતી, જેની અંદર મેડીકલ સુપ્રીન્ટેન્ડેન્ટ મહેરબાન પદમશી અરદેશર, હજુર ઓફીસ સુપ્રીન્ટેન્ડેન્ટ હરજીવનભાઈ, આજમ મહેરબાન દફતરી સાહેબ વહીવટદાર સાહેબ મૂલચંદભાઈ, ધી હેરીસ હાઈસ્કુલના હેડમાસ્તર દેવશંકરભાઇ, વર્નાકયુલર સ્કુલના હેડમાસ્તર ચાંપશીભાઈ, વગેરે સમગ્ર અમલદાર વર્ગ તથા “જૈનશાસન”ને અધિપતિ પુરુષોત્તમદાસ ગીગાભાઈ, યતિવર્ય વિનયચંદજી મહારાજ, શેઠ નરસી કેશવજીની ધર્મશાળાના મુનીમ વલ્લભજી વસ્તાભાઇ, તેમજ નરસી નાથાની ધર્મશાળાના મુનીમ, પુરબાઈ ધર્મશાળાના મુનીમ, વીરબાઈ પાઠશાળાના સેક્રેટરી, બાળાશ્રમના ધાર્મિક માસ્તર, વોરા બહેચર ગાંડાભાઈ, શંભુ પ્રિન્ટીંગ પ્રેસના માલેક શંભુ શંકરભાઈ, વગેરે સંભાવિત ગૃહસ્થોએ તથા યાત્રાળુઓએ સારી સંખ્યામાં હાજરી આપી હતી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org