________________
શ્રી ચારિત્રવિજય
પાલીતાણામાં સ્થાપન કરેલ પાઠશાળામાં તેમણે સહન કરવામાં કંઈ બાકી રાખી નથી. પિતાની પાછળ પોતાની ભાવના વિસ્તરે અને જૈન સમાજને ધર્મવીરો પ્રાપ્ત થાય, તે ધારણાએ પોતાનું સ્થાપિત ઉજજવળ ગુરુકુળરૂપી કીર્તિવૃક્ષ તેઓ મુકી ગયા છે અને તેમના શિષ્યો તેને પોષણ આપી પાણીનું સિંચન કરી રહ્યા છે, તે આનંદની વાત છે. તેઓનું સંપૂર્ણ જીવન સાહસ, ધેય, હિંમત અને મનુષ્યજન્મની સફળતારૂપી ભાવનાથી છલે છલ ભરેલું હતું. અને તે મુજબ જનસમૂહને કરી બતાવી તેઓ એક આદર્શ જીવન જીવી ગયા છે. પાલીતાણા, ભાદરવા સુદ ૧૩,
શ્રી વિજયદેવસૂરિજી
ગવર્ય શ્રી ચારિત્રવિજયજી મહારાજ સાહેબને મારા ઉપર અનહદ ઉપકાર છે. કારણ કે પ્રથમ હું અંજારમાં ગૃહસ્થાવસ્થામાં જેને માસ્તર હતું, ત્યારે તેમના સહવાસમાં આવેલ. તેમની મારા પર ઊંડી અસર નીપજેલી. તેમના જ ઉપદેશથી બારમાસમાં ચારિત્ર ન ગ્રહણ થાય તે છ વિનયને ત્યાગ કરવાનું નક્કી કરેલું.
છેવટે જેઠ માસમાં તેઓશ્રી સમીપ હું સિદ્ધક્ષેત્રમાં પહોંચ્યો. ચારિત્ર પ્રહણું કરવાની ઈચ્છા પ્રગટ કરી, પણ તેઓશ્રીએ નિસ્પૃહપણે પોતે દીક્ષા ન આપતાં વિજય મેહનસૂરિજી પાસે મોકલી ચારિત્ર અપાવી મહાન ઉપકાર કર્યો. સં. ૧૯૭૪ માં લાકડીયામાં મારા પગે અપાર પીડા જન્મેલી તેમણે મારી સારવાર કરી મારા પર અપાર ઉપકાર કર્યો. ગુરુદેવે કચ્છમાં પણ દરેક ગામમાં વિચારીને મહાન ઉપકાર કર્યો છે. અમે બને ઠાણું-હું તથા તપસ્વી હુકમવિજયજી તેઓશ્રી સાથે જ હતા. આઘોઈ. તા. ૬-૧૦-૩૨
મુનિરાજ હર્ષવિજયજી
શ્રી ચારિત્રવિજયજી મ. ની કાશી જવાને ઇચ્છા થઈ, ત્યારે શ્રી વિનયવિજયજી મ. પાસેથી સમ્મતિ મેળવી આપવા તેમજ વિહાર વગેરેની સગવડની મદદ શ્રી ધ્રોલવાળા માણેકચંદ મૂળચંદ મારફત કરાવી આપવામાં સહાયક તે મુનિરાજ શ્રી ભક્તિવિજયજી મહારાજ હતા.
શ્રી ચારિત્રવિજયજી કાશી જઇને આચાર્ય શ્રી વિજયધર્મસૂરિની પ્રેરણું અને અનુભવથી જૈન પાઠશાળા-ગુરુકુલથી અનેક સાક્ષરો-વિદ્વાને પ્રાપ્ત કરી શકાશે તે જ ઇચછાએ પાલીતાણા ગુરુકુલને અર્થે પોતાની જિંદગી સમર્પણ કરી, અને છેવટના સમયમાં પણ મંદવાડમાં પાઠશાળા સબંધી જ-પાઠવાળા સારા પાયા ઉપર સંગીન થાય તે જ વિચારો હતા.આજે વિદ્યમાન પાલીતાણુ ગુરુકુલ તેનું જ ફલ છે.
મુનિશ્રી ચારિત્રવિજયજી બાહોશ અને નિડર માણસ હતા. તેમ જ પાલીતાણામાં ભાટની તકરાર સમયે પણ સમાજ સેવા સારી બજાવી હતી.' પાટણ, ભાદરવા વદ પાંચમ
મુનિરાજ જશવિજયજી
आपकी शासन सेवा गिरिराज की छाया में रहने वाली प्रजा भली भाँति से जानति है । आपका नाम ही चारित्र था तो फिर दोषों का तो संदेह हो कहांसे ।। आसपुर २५ सितम्बर १९३२
___ मुनिराज पुण्यविमलजी કાલધર્મ સાંભળ અપાર ખેદ થયો. જૈન સમાજના કોહીનુર ચાલ્યો ગયો. વીરમગામ, કારતક સુદ ૧૦.
મુનિરાજ દેવેન્દ્રવિજયજી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org