________________
૪૬
તૈયારી કરી રહ્યાં હતાં. શરીરમાંથી ચૈતન્ય ઘટતું હતું; નાડીએ શિથિલ થતી જતી હતી. હૃદયના ધબકારા ખંધ પડવાની અણી પર હતા. મસ જીવનદીપક આમ જ બુઝાઇ જશે ? કાઈ માના જણ્યા વીરપુરુષ અમને નહિ મચાવે ?
આ વખતે એક ૨૮ વષઁના, મજબૂત બાંધાના, બ્રહ્મચારી, દયામૂર્તિ જૈનસાધુ પેાતાના કમરામાંથી બહાર આવી, મુશળધાર વરસાદ અને ધેાર. અંધકારને ભેદતી તીક્ષ્ણ નજરે પરિસ્થિતિ નીહાળી રહેલ હતેા. તેના હૃદયમાં એકદમ દયાને સાગર ઉપડ્યો. અંદરથી અંતર આત્માએ અવાજ કર્યો: ‘ ઊઠે! તું શું જૂવે છે ? એકેન્દ્રિય જીવેાના રક્ષણ માટે ક્રયામૂર્તિ ભગવાન્ મહાવીરના ઝંડા લઈ ફરે છે અને આ પંચેન્દ્રિય જીવોના રક્ષણ માટે તું કેમ વિચાર કરે છે ? ડર શાનેા છે? જીવનના? નાના જીવાને અભય આપનાર અભય જ બને છે-સદાય અમર રહે છે. ઊઠે! કાંઇક કરી લે! આ અમૂલ્ય અવસર પ્રાપ્ત થયા છે. લાભ લઇ લે ! તારી સાધુતા, તારા સંયમ અને તારું પાંડિત્ય દ્વીપે, જેમ આપે તેવી રીતે વીચ ફેારવ ! ભગવાન્ મહાવીરને ઉપદેશ વિચાર! ચંડકાશિક નાગ જેવાને ઉદ્ધારનાર, સ'ગમદેવ જેવા માટે કરુણાનાં આંસૂ વહાવનાર એ દયાભૂતિ મહાવીરના અનુયાયી, પરમ ઉપાસક તું કેમ ઊભા છે ? ઝુકાવ....!'
શ્રી ચારિત્રવિજય
મહાભારતના મેદાન પર શ્રી કૃષ્ણના કતવ્યોાધ જેવી અંતરાત્માની વાણી સાંભળી, પેાતાને ધમ સમજી-પેાતાની ફરજ સમજી એ કરુણાસાગર માનવજાત અને પશુઓના આત્મસ’રક્ષણ માટે કટીબદ્ધ થયા. એ અમર આત્માનું નામ મુનિરાજ શ્રી ચારિત્રવિજયજી ( કચ્છી ).
પાણીના લેાઢ વધતા જતા હતા. મુનિરાજની પણ કરુણાનાં પૂર હૃદયને ધમધમાવી રહ્યાં હતાં. અનાથ બનેલા જીવાની કારમી ચીસેા એમના કર્ણપટ પર ભયંકર ઘાષ કરતી હતી. દયા યાચતાં એ હાથ ને પગેા પાણીની સપાટી પરથી સહાયના સંદેશા ભેજતા હતા. ઉપર આકાશમાં ગડગડાટ કરતા મેઘ ભલભલાં હિંમતવાળાં હૈયાને ડારી દેતા હતા.
પૂર વધે જતાં હતાં. ક્ષણવારને વિલંબ પોષાય તેમ ન હતા. સાધ્વી સ્ત્રીના શીલની રક્ષા માટે યાહેામ કરનાર કાલિકાચાય, જિનશાસનની પ્રભાવના માટે રાજદરબારના ખૂની ભપકા વચ્ચે અધ્યાત્મવાદની અહાલેક પેાકારનાર હેમચંદ્રાચાય, હીરવિજયસૂરિ, હરિભદ્રસૂરિ, એ બધાની મહત્તાના વારસદાર મુનિજીને પેાતાને
Jain Education International
અમાર
For Personal & Private Use Only
www.jainelibrary.org