________________
શ્રી ચારિત્રવિજય
જૈન ગુરુકુલની રચના, કાર્યક્રમ અને ફંડની ચેજના રજુ થઈને મંજુર થઈ નવીન યુગનાં પનોતાં પગલાં સેએ વધાવ્યાં
મહારાજશ્રીએ આ કેન્ફરન્સમાં બહુ જ વિચારશીલ, ગંભીર અને વિદ્વત્તાપૂર્ણ વ્યાખ્યાન આપી જનતાને ખૂબ આકર્ષિત કરી. આરંભેલું કાર્ય પૂર્ણ કરવા આગ્રહ કર્યો. આરંભથુરા ન બનવા સમજાવ્યા. આખા ચોકઠામાં આનંદ આનંદ પ્રવર્યો. બધે જ્ઞાનદીપકની આભા પ્રસરી.
કચછની જૈન સમાજમાં જાગૃતિનાં પુર આણનાર, નવયુગનાં દર્શન કરાવનાર, જ્ઞાનદીપકની જ્યોતિ પ્રગટાવનાર, રૂઢિરૂપી ઈન્ધન માટે જ્ઞાનયજ્ઞ આરંભનાર, મંત્રદષ્ટા, પ્રકાશના પુરોહિત મુનિજી એ પછી થોડું જીવ્યા. છતાં આજે એમના આદેશ કરછમાં ગાજ્યા કરે છે.
ધન્ય છે એ પરમાગી, મહાન શાસનસેવક, નિઃસ્વાર્થ ભાવે ભૂતલમાં વિચરી જનતવની વિજય પતાકા ફરકાવનાર, શાંત, ધીર, વીર અને ગંભીર યથાર્થનામા શ્રી ચારિત્રવિજયજી મહાત્માને !
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org