________________
૪૨
મહાજનના નેતાએ પાંજરાપેાળ, દેવદ્રવ્ય ને સાધારણ દ્રવ્ય; ત્રણે દ્રબ્યાના ખીચડા કરી બેઠા છે. ન હિસાબ, ન સુવ્યવસ્થા ! ન જૈન યુવાને ભણે છે ન ગણે છે. નાની ઊમરે ખેતી પર જાય કે દુકાને બેસે! ધમની વાતા તે ક્યાંથી પાસે આવે !
શ્રી ચારિત્રવિજય
કચ્છના વાગડ, કઢી ને માંગપટ પ્રદેશની આ સ્થિતિ હતી. આપસમાં કુસ’પ દેવતાની ઉપાસના ઝેરમાં હતી. આમાં કેટલાક સ્થા॰ સાધુએ વધુ ઉમેરા કરતા હતા. મહારાજશ્રીએ આ સ્થિતિ સામે યુદ્ધ આદયું, પ્રથમ શિકારપુરમાં ગર્જના કરી. અહીંથી આખા કચ્છને આંચકા આપવા શરૂ કર્યાં. એ ગનાના રવ જ્યાં જ્યાં સભળાચે ત્યાં ત્યાં કબુતરખાનામાં ફફડાટ થાય તેમ ફફડાટ થઈ રહ્યા. આ તે વળી કાણુ આપણુ નિદ્રાસુખ હરી લેવા આવ્યા છે? એ તે ચાલતું હશે તેમ ચાલ્યું જશે !'
છતાં જાગૃતિના પણ પૂજારીએ હતા. વાંઢીયા, જગી, સમખીયાળી વગેરે ગામેાએ મહારાજશ્રીને આમંત્ર્યા. તેમણે ધીરે ધીરે અજ્ઞાનનિદ્રાનું સુખ તેાડવા પ્રાથમિક ભૂમિકા તૈયાર કરી. એક એક પાઠશાળાની સ્થાપના શરુ કરી. વ્યાખ્યાનમાં શાસ્ત્રના ખાટા અને સાચા અર્થાંની મીમાંસા શરુ કરી.
આગળ ધપ્યું જ ગયા, દુધઇ, આધેાઇ, ધમણુકા, આંબરડી, ભચ્ચાઉ આદિ ગામામાં તેમના ઉપદેશે અજબ અસર કરી. સમાજ સુધારાનાં મૂળ અહીં નાખ્યાં. પાઠશાળાએ સ્થાપન કરી, બાળલગ્ન અને વૃદ્ધલગ્નના પ્રતિબંધ કર્યા. મૃત્યુભેજનને અટકાવ્યાં. ધર્માદાખાતાને સ્વચ્છ કર્યાં. ચાપડા ચેાકખા કર્યાં. ઉપરાંત સંપ સ્થાપન કર્યાં. મહાજનના અગ્રેસરે પાઠશાળા સ્થાપન કરવા માટે તેમ જ બીજા સુધારા માટે તૈયાર હતા. પણ મંદિાના વહીવટ માટે–તેના દ્રવ્ય માટે ચર્ચા કરવા તૈયાર નહતા. તેઓ મહારાજશ્રીની ખુશામત કરતા ને ખાનગીમાં હાથ જોડી કહેતાઃ ‘ખાપજી ! જ્ઞાનશાળા, પાઠશાળા સિવાય બીજી વાત આપ ન છેડશેા.' કાઇ સુખી પટેલ પગે પડી વિનવતાઃ ‘બાપજી ! કન્યાવિક્રય, ખાળલગ્ન અધ કરવાનું કહેા છો તે બહુ સારું છે, પરંતુ ધર્માદા ખાતામાં- પૈસાની બાબતમાં આપ માથું ન મારે ! આપ તે ત્યાગી છે. આ દ્રવ્યની વાતા છે. અમે બધું બરાબર કરી લઇશું.'
મહારાજશ્રી એક જ જવાબ આપતા. ‘ચાપડા ચેાખા કરે! નીતિનું ખાવા ઇચ્છા, હવે જાગા, સવાર થઈ સમજી અધારાની વાતે ભૂલી જાએ !’
મહારાજશ્રીનું કથન બધાયને સાચું લાગતું. ઘણા ગામામાં પાઠશાળા સ્થપાણી. ઘણાને કન્યાવિક્રય, બાળલગ્ન અને વૃદ્ધલગ્ન કરવાની બાધાએ કરાવી અને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org