________________
GITA /
)
iii
કાળી
એ પુણ્યસ્મૃતિ! લેખકઃ મુનિરાજ શ્રી હેમેન્દ્રસાગરજી (પગનિષ્ઠ શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજીના પ્રશિષ્ય)
સ્વર્ગસ્થ મુનિરાજ શ્રી ચારિત્રવિજયજી અને સ્વ. યોગનિષ્ઠ શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજી બંને પરસ્પર જીવનકાલમાં ખૂબ જ સંકળાયેલા હતા. અધ્યાત્મદષ્ટિ સૂરિજીએ આ મુનિરાજશ્રીમાં શાસન સેવાની અપૂર્વ ધગશ અને તાકાત નિહાળ્યાં હતાં. અને એનું જ કારણ છે કે તેઓએ જીવનભર મુનિરાજશ્રીને પોતાના કરી માન્યા હતા, બને તેટલી સહાય આપી હતી અને વારંવાર માર્ગદર્શક બન્યા હતા. આજે એ સમર્થ સૂરિજી હયાત હોત તો? આ સ્મરણ કોઈ અનેરા રૂપરંગે તેઓ આપી શકત. પણ આજે તેઓ નથી. તેમની ચિરંજીવ કીતિ ને સ્મૃતિ મોજુદ છે. છતાં આસ્વાસન એ વાતનું છે કે તેમના સુયોગ્ય અંતેવાસી મુનિરાજ તેમની પાસેથી ઝીલેલાં સ્મરણે આજે આપણને આપે છે. એ પણ કયાં એાછું સદ્ભાગ્ય છે?
સંપાદક
પરમ સેવાભાવી સ્વર્ગસ્થ મહાત્મા ચારિત્રવિજયજીનાં સંસ્મરણે અનેક વિધ તેજસ્વી રંગોથી રંગાયેલ દષ્ટિગોચર થાય છે. શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈનોના વસુ અને વગથી વિશાળ સંસારમાં ગુરુકુળની આદિ સ્થાપના કરનાર કોઈ નિરભિમાની વીરપુરુષ હોય, તે મહાત્મા ચારિત્રવિજયજી જ દષ્ટિગોચર થાય છે.
જીવનભર સમાજસેવા અને શાસનપ્રેમથી જેનું રક્ત સંચાલિત થતું હોય એવા, પ્રાતઃકાલ અને સંધ્યા સમયે વિદ્યાર્થીઓને પુત્ર તુલ્ય માની જ્ઞાન એરણ પર એમના ચારિત્રનું ઘડતર કરનાર કેઈ મહાપરિશ્રમી મહાત્મા જેવાય તે સમજવું કે એ શ્રીમાન ચારિત્રવિજયજી મહારાજ છે.
એવા પરમ આદર્શ સાધુ પુરુષ માટે શું લખી શકું?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org