________________
શ્રી ચારિત્રવિજય
અને સંસ્થાની કાર્યવાહક સ્થાનિક કમીટીની નીમણુંક કરવામાં આવી. જેમાં શેઠ અમરચંદજી બેદ, શ્રી ચુનીલાલ કાનુની, શ્રી મોહનલાલ મગનલાલ ઝવેરી વગેરે તથા ગામના આગેવાન ગૃહસ્થોની કમીટી નીમાઈ કારોબાર ધમધોકાર ચાલવા માંડ્યો. દિવસે દિવસે આ સંસ્થાની વધારે ને વધારે પ્રગતિ થવા લાગી.
સંસ્થામાં વિદ્યાર્થીઓની સંખ્યા ૫૦ની આસપાસ થઈ ચૂકી. હવે મોટા મકાનની ખાસ જરૂર પડી; કારણ કે આ વખતે ૭૫ માણસને સમુદાય થઈ ચૂક્યો હતો.આ વખતે મેનેજર તરીકે કામ કરતા પાલીતાણાના રહીશ મોદી ઝવેરચંદ માધવજી તેમ જ પંડિત શ્રી ત્રિભોવનદાસ અમરચંદ; આ બન્ને મહારાજશ્રીની બે ભૂજાઓ હતા. તેમણે વિચાર કર્યો, કે હવે આ સંસ્થાને સારામાં સારું સગવડતાવાળું મકાન જોઈએ. આ વખતે પાલીતાણામાં પન્નાલાલ બાબુની ધર્મશાળા સામે શેઠ સમાન જમાલવાળું બિલ્ડીંગ બગીચા સાથે વાર્ષિક રૂા. ૧૫૦થના ભાડાથી રાખવામાં આવ્યું. આ વખતે આ સંસ્થા પાસે બીલકુલ મૂડી હતી નહિ. આવા મોટા ભાડાના મકાનનું સાહસ કર્યું. તે પૂજય મહારાજ સાહેબના વચનસિદ્ધિને જ પ્રતાપ છે.
આ સંસ્થાની સ્થાપના કરતી વખતે પૂજ્ય મહારાજશ્રી ચારિત્રવિજયજીએ વચન ઉચ્ચારેલાં : “આ સંસ્થા ભવિષ્યમાં એક સારામાં સારી, ગુરુકુલના નામે પ્રસિદ્ધ સંસ્થા થશે.” આ આગાહી–વાણીને પ્રભાવ, દિવસે દિવસે વધારે ને વધારે દષ્ટિગોચર થતા ગયે. દેખતા દેખતામાં આ સંસ્થા જેનગુરુકુલના રૂપમાં હયાતીમાં આવી.
મહારાજશ્રીનું આત્મબળ એટલું બધું હતું, કે પોતે જે ધારે–ચીતવે તે કરી શકતા હતા. સંસ્થાને માટે પોતે શાતિથી ઊંઘ પણ લેતા નહતા. પાણીની હોનારત થયા પછી, અહીંના રાજ્યમેનેજર મેજર ઑગ સાહેબ પાસેથી, તેમને ઉપદેશ કરી; આ સંસ્થા માટે સ્ટેશન ઉપર ૯ વર્ષના પટે માત્ર આશરે રૂા. ૨૫ ના સાલિયાણાથી જમીન મેળવી. એક વિદ્યાર્થીની સગવડતા થાય તેટલું સાદું મકાન બનાવ્યું.
આ વખતે માત્ર સ્થાનિક કમિાટે સાધારણ કામકાજ કરતી હતી. હવે સંસ્થાનું પાકું બંધારણ થાય તે સારું, આવા વિચારથી મહારાજશ્રીએ મુંબઈની કમિટીની નિમણુંક કરી. જેમાં નીચેના ગૃહસ્થાની નિમણુંક કરવામાં આવી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org