________________
શ્રી ચારિત્રવિજય
તફથી પત્રવ્યવહાર પણ બિલકુલ નહીં. એવા સમયે બપોરના ગુરુમહારાજશ્રી બધા બાળકોની વચમાં બેઠા હતા. ત્યાં પિતે ઓચીંતા બોલ્યા કે “છોકરાઓ આજે કમીટીનું બંધારણ ઘડાઈ જવાને તાર આવશે. ત્યાં બન્યું પણ એમ. તે જ દિવસે સાંજના ચાર વાગે સમાચાર મળ્યા કે કમીટિ બંધાઈ ગઈ છે. એ સમયે સ્વપ્નમાં ખ્યાલ નહિ કે કાગળ પણ આવે !
ગુરુમહારાજ સ્થાનકમાગીના સાધુ હતા, ત્યારે તેમને અંજારમાં એક રાત્રે સ્વપ્ન આવ્યું કે, પોતે મુંબઈમાં ગાડીજીના મંદિરમાં ગયેલ છે. ત્યાં એક વિમાન આવ્યું જેની ઉપર બેસી દેવલોકમાં ચાલ્યા ગયા. બસ, આ સ્વપ્નની રાત પરી થતાં જ સવારે વડીલ સાધુને સ્વપ્ન કહી સંભળાવ્યું. વડીલે ઉત્તરમાં ટાલમદુલ કરી, પણ ગુરુજીએ મનમાં નક્કી કર્યું કે-આત્મ કલ્યાણ માટે જિનભૂતિ જરૂરી છે, એટલે બીજા દિવસથી જ સ્થાનકમાર્ગી સાધુના વેશમાં જ તેને મંદિરમાં જવા આવવા માંડ્યા. પરિણામે આત્માને સત્ય જ્ઞાન થયું. સંવેગી માગને સ્વીકાર કર્યો અને મહાન પ્રભાવિક થયા. તેમના સ્વજ્ઞાનની પ્રાપ્તિ દીપક સ્વસ્તિક વગેરે નિશાનીઓથી નિશ્ચિત છે.
વચન સિદ્િધના તે અનેક અનુભવો થયેલ છે.
એકવાર મોરબીના જૈને આવીને કહ્યું, કે “મહારાજ! તનતુંડ મહેનત શા માટે કરે છે, એક સાંધે ત્યાં તેર તૂટે એમ સંસ્થા કયાં ચાલવાની છે?” ગુરુમહારાજે ઉત્તર આપ્યો કે “મહાનુભાવ! તને મારા શરીર માટે લાગી આવે છે, મને સંસ્થા માટે લાગી આવે છે. તું ડાયરીમાં લખી રાખજે કે આ સંસ્થાને અંશ પણ નુકશાન થવાનું નથી.” આ શબ્દોની સત્યતા આજે જગજાહેર છે.
વિ. સં. ૧૯૯ના જેઠ માસમાં પાલીતાણામાં હોનારત થઈ. ત્યારે રાત્રે માસ્તરે ગુરુ મહારાજશ્રીને કહ્યું: “આ બાળકનું શું કરશે? મકાન ધસી પડશે. બચવું પણ મુશ્કેલ છે! “ગુરુમહારાજે તરત જ જણાવ્યું કે એક પણ વિદ્યાર્થીને નુકશાની થવાની નથી. એની સહાય માટે પૂજ્યપાદ યશોવિજયજી ઉપાધ્યાયજી ઉભા છે બધાને ઓરડામાં સુવાડી દો.” ( આટલું હોવા છતાં વિદ્યાર્થીઓને રક્ષણ માટે સાંકળો વગેરે સગવડે તિયાર રાખી હતી.)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org