________________
શ્રી ચારિત્રવિજય
-
આવી શકાય છે. સત્ય વસ્તુ જ્યારે આત્મ સાક્ષીએ બલવાન બને છે, ત્યારે સત્યની જાળ તેડી ફેડી નાંખતાં આત્માને વાર લાગતી નથી.
શ્રી વિજયધર્મસૂરિના સ્નેહી અને સહાયક તરીકે બનારસ જેવા દૂરના પ્રદેશમાં વિહરી જ્ઞાનાધ્યયનની જિજ્ઞાસા તૃપ્ત કરવા સતત શ્રમ કરવો એ એમની ભદ્ર જ્ઞાનપિપાસા સૂચવે છે. ભાવચારિત્રને સ્પર્શવા પૂર્વે સ્થાનકમાર્ગી સંપ્રદાય તજી મૂતિપૂજન સ્વીકાર દ્વારા પ્રભુભક્તિ તરીકે દર્શન પ્રાપ્ત કર્યું ત્યારપછી કાશીમાં વ્યાકરણ, ન્યાય અને આગમીય જ્ઞાન પ્રાપ્ત કરવા માટે ત્રણ વર્ષ સતત પ્રયત્ન કર્યો એ રીતે નશાનચારિત્રા મોલમા એ સૂત્રની સાર્થકતા સિદ્ધ કરી.
પાલીતાણામાં ૧૯૯૯ ના જેઠ માસમાં મધરાતે ભયંકર જલપ્રલય થ; અનેક મકાને પડી ગયાં; આખું ગામ જળબંબાકાર થયું; મનુષ્યો તથા પશુઓ તણાવા લાગ્યાં; તે વખતે શ્રીમદ્ ચારિત્રવિજયજીએ નિદ્રા ત્યજી વિચાર્યું કે મનુષ્ય અને પશુ સેવાને અમૂલ્ય અવસર પ્રાપ્ત થયેલ છે, તે સંપૂર્ણ શક્તિ વાપરી સાર્થક કરી લઉં. ત્યાર પછી તરતજ બેડીંગના મકાનમાંથી સામેના દવાખાનાના સ્ત સાથે દોરડાં બાંધ્યાં. અથાગ બળ વાપરીને દરેક મનુષ્ય કે પશુઓને પકડી પકડી મકાનમાં ઉતાર્યા અને જીવસટોસટનું સાહસ ખેડીને લગભગ ત્રણ મનુષ્ય તેમજ તેટલા જ પશુઓને અભયદાન આપ્યું. આ દષ્ટાંતથી એમના આત્માને જીવદયા ગુણ કેટલાક વિશાળ પ્રમાણમાં ખીલ્યા હશે તે સમજી શકાય છે. તે વખતે તેઓશ્રી એવા તર્કવાદ કે વિચાર પરંપરામાં રહેતા પડ્યા કે સર્વ વિરતિધર સાધુ સચિત પાણીને સ્પર્શ કરી શકે કે કેમ ? આ સાધારણ પ્રસંગમાં તો નફા તટાને હિસાબ કરતાં પંચેન્દ્રિય મનુષ્ય અને પશુદયા મુખ્ય હતી. અને સમયને ઓળખી તે ગુણને બરાબર ખીલવી બતાવ્યું; આ અદ્ભુત રોમાંચક પ્રસંગ છે. એમને આત્મા કાકેટીઆ શરીરમાં હોવા છતાં કેટલે દરજજે વિકાસ પામેલે હતો તેની આપણને અલ્પ નજરે કાંઈક ઝાંખી થઈ શકે છે.
એમના આ ઉચ્ચ સ્વાર્પણના આંદોલનોથી આકર્ષાઈ તે વખતના પાલીતાણા સ્ટેટના એડમીનીસ્ટ્રેટર મેજર ઑગ સાહેબે એમના સેવાભાવને પીછા. એમની ઉચ્ચ મનુષ્ય અને પશુદયાની પ્રશંસા કરી અને સ્ટેશન ઉપર જૈન ગુરુકુલ માટે વિશાળ પ્રમાણમાં જમીન નજીવી કિંમતે આપી અને એ રીતે પ્રત્યક્ષ સ્વરૂપ મળ્યું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org