________________
શ્રી ચારિત્રવિજય
ઉત્તર–ખરી પૂજા કરનારા ન હોય, અશાતના થતી હોય, તે પણ બીજા ગામ
વાળાને પ્રતિમા ન આપવામાં આવે; આ ભૂલ સુધારવા જેવી છે. પ્રતિમા, મંદિર કે ઉપાશ્રય એ વસ્તુઓ કઈ એકની માલિકીની નથી. એ ચીજો સાર્વજનિક છે. ભક્તિભાવે સદુપયોગ કરનાર કોઈ પણ જૈન તેમાં હકદાર છે. પ્રતિમાજી કે મંદિરમાં મારા તારાની બુદ્ધિ સંસારવર્ધક છે. તે છેડી વિશાળ જૈનત્વ ધરવું જોઈએ. હું પૂજા વિના કેમ રહે? આવી અંતરંગ ભાવના ખીલવવી એ શ્રાવકની જિનભક્તિનું ખાસ અંગ છે. શ્રાવકો સ્વયં પૂજી શકે એટલાં પ્રતિમાજી રાખે! અજ્ઞાની, અધર્મી કે ભાડુતી મનુષ્ય પાસે પૂજા કરાવવાની ભાવના રાખી નામના માટે પ્રતિમા બેસારવાં યા વધારવા તે
પ્રશંસનીય નથી. પ્રશનઃતીર્થોમાં મંદિરે પર મંદિરે વધ્યાં જાય છે. બેસાડનાર નકરો આપી
બેસારી દે, શિલાલેખ ચોડી દે, પૂજારીને ભરેસે ચાલ્યા જાય. પરંતુ પૂજારીઓ
પૂરી પૂજા કરી શક્તા નથી. આનું શું કરવું? ઉત્તર-તીર્થરક્ષણ અતિ કિમતી છે. તેમાં મંદિરની વૃદ્ધિ કરતાં સદ્વ્યવસ્થા અને
શાંતિમય વાતાવરણ પર વધારે લક્ષ્ય આપવાનું છે. વ્યવસ્થામાં જેટલી પોલ અને અવિચારી ભલમનસાઈ છે, તેનું કટુ ફળ બીજાઓ તરફથી મળે છે. એવા ભદ્રિક વ્યવસ્થાપકે ન જોઈએ. તીર્થોને શિલાલેખી ઈતિહાસ પણ સાલવારી પ્રમાણે રાખવો જરુરી છે. યાત્રિકો ભકિતલાભ અધિક પ્રમાણમાં તેવાં સાધને પણ વસાવવાં જરૂરી છે.
યાત્રિકમાં પરસ્પર અનહદ પ્રેમ અને મૈત્રી જોઈએ. ધર્મશાળા કે બીજા સાધને માટે ઉદાર વતન રાખવું ઘટે. મારું તારું છોડી સમભાવે તીર્થ મહામ્ય વધે તેમ કરવું જરૂરી છે. તીર્થોની ધર્મશાળાને ઉપગ સેનીટેરીયમ તરીકે થાય તે પાપરૂપ છે. આ પાપ ધોઈ નાખવું જોઈએ.
મંદિરની પેઢીઓમાં મુની, ગુમાસ્તા વગેરે જૈન જ જોઈએ. તે માટે સાધારણ ફંડ સદ્ધર બનાવવું. સાધારણ ફંડ એ માટે જ મુકરર કરાયેલ છે. તે જૈન હશે તો વ્યવસ્થા સારી રહેશે. મંદિરની કે તીર્થની સદ્વ્યવસ્થા માટે સાધારણ ભંડાર ભર એ જ ખરો ભંડાર છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org