________________
શ્રી ચારિત્રવિજય
ઉત્તર-જરુર ! શાસનધુરાનું અંગ છે. પરમાર્થતઃ તેનું સ્થાન બીજું છે. સામાજીક દષ્ટિએ
સાથ્વી વર્ગના હાથમાં મહત્વની સત્તા છે જે અવ્યવસ્થાના કારણે વેડફાઈ જાય છે. સાધ્વી વર્ગ ધારે તો કેટલેક અંશે સાધુથીયે વિશેષ શાસનપ્રભાવના કરી શકે તેમ છે. જ્યાં સૂર્ય સમાન પ્રકાશ ફેંકો હોય ત્યાં આચાર્યો ભલે લાભ લે, પણ જ્યાં દીપિકાની જરુર છે ત્યાં તે સાધ્વી વર્ગ જ સફળ થાય. અંતઃપુરમાં પ્રવેશ, બાલિકાને ધામિક જ્ઞાનદાન ઈત્યાદિ કામો સાથ્વી વિના કેણ પાર ઊતારી શકે ?
વિદુષી સાવીઓ જેન પ્રભાવકની માતાને સુશિક્ષિત બનાવી શકે. તે માતાની નાડ સાધ્વીના હાથમાં છે. તે ધર્મ ધવંતરી બની માતાને નીરોગી બનાવી પુત્રમાં ધર્મબળને વારસો ઉતારી શકે છે.
સાધ્વીવર્ગમાં સામયિક જ્ઞાન, વ્યાખ્યાન શક્તિની ખીલવણી અને પ્રવતિની પદ વગેરે જરુરી છે તથા સાધ્વી વગને પંન્યાસની આજ્ઞાને બદલે પ્રવતિનીની આજ્ઞામાં દાખલ કરી દેવું જોઈએ જે પ્રવતિની પંન્યાસની આજ્ઞા માને.
દરેક દશનેમાં ત્યાગીઓ મળશે, ત્યાગિનીઓ જવલ્લે જ મળશે. આ બ્રહ્મચારિણી યોગિનીઓને ભંડાર જૈન સમાજના ભાગ્યમાં જ વેંધા છે. સમાજ સાથ્વી સમુદાયને પ્રગતિવાન બનાવી તેને લાભ ચે. આ રીતનો જ ભક્તિ પાઠ ભણે.
જ્ઞાન
પ્રશ્ન-હવે જ્ઞાન માટે સંભળાવે ! ચાલુ જમાને કેળવણીમાં જેર આપે છે.
જૈનશાસ્ત્રો પણ તેને સંયુક્ત પાંચમું અંગ માને છે. ઉત્તર–આ કળિકાળમાં તે જિનપ્રવચન જ તીર્થંકરની ગરજ સારે છે. તેના પ્રચાર માટે ઘણું કરવાનું છે.
જે બાળક શાળામાં જઈ “ઓ ઇશ્વર ! તું એક છે” ભણે, તેનામાં એનત્વના સંસ્કારે દાખલ કરવાનું બહુ કઠીન થઈ પડે છે. તે જેનોએ પ્રથમ શરૂઆતમાં પોતાની સ્વતંત્ર શાળાએ જ ઊભી કરવી જોઈએ કે જ્યાં દેશ, સમાજ, વ્યવહાર અને ધર્મનું સાચું જ્ઞાન આપી શકાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org