________________
શ્રી ચારિત્રાવ જય
7
જૂ),
(
જીવણચંદભાઈને તથા બીજા ગૃહસ્થને મુનિજના કાર્યમાં બરાબર સાથ આપવા પ્રેરણા આપી. સ્વાર્પણના રસિયાઓને સહાયકની ખોટ નથી પડતી.!
સમાજના એક સુંદર કાર્યને ટકાવી રાખવા આમ મદદ મળી રહી! પરિણામ એ આવ્યું કે, નવી કમીટી સ્થાપના થઈ. શેઠ જીવણચંદ ધરમચંદ તથા શેઠ લલ્લુભાઈ કરમચંદ જેવા સેવાપ્રેમીઓએ તેનું સુકાન સંભાળ્યું. મહારાજશ્રીની ઈચ્છા અને ભાવના મુજબ પાઠશાળાને નવા ધ્યેય, નવ તેજ ને નવદષ્ટિને અનુકૂળ નવું નામ આપ્યું, અને આજ સમાજના પટપર ફાલતું, ફૂલતું, અને જ્ઞાનગંગાને પ્રવાહ વહાવતું “શ્રી યશોવિજય જૈન ગુરુકુળ” હસ્તીમાં આવ્યું. એ સંસ્થા અને તેની યશસ્વી કારકિદી આજે સમાજ સમક્ષ મૌજૂદ છે.
વિ. સં. ૧૯૭૩ નું ચતુર્માસ વડીલ ગુરુજી સાથે પાલીતાણામાં જ કર્યું. અત્રે નવદીક્ષિત મુનિરાજ શ્રી દર્શનવિજયજીને તથા મુનિરાજ શ્રી જ્ઞાનવિજયજીને સૂરિજીના હાથે વડી દીક્ષા અપાવી. આ ચોમાસામાં ખૂબ જ્ઞાનધ્યાન ચાલતું હતું, તેવામાં પ્લેગે પાલીતાણામાં પુનઃ દર્શન દીધાં ને મુનિજી પણ તેમાં ઝડપાયા. ગાંઠોએ દેખાવ દીધો. બીજી બાજુ વાગે હુમલો કર્યો, અને શરીર બિલકુલ પરવશ બની ગયું. તરત જ શ્રાવકે તેમને ડોળીમાં સુવાડી પચ્છેગામના સુપ્રસિદ્ધ રાજદ નાગરદાસભાઈની સારવાર હેઠળ લઈ ગયા. . જૈન સમાજના નસીબ હજી જાગતાં હતાં. સુપ્રસિદ્ધ વૈદ્યરાજની દવાએ મુનિજીને આઠ દહાડામાં રેગમુક્ત કરી દીધા. વૈદ્યરાજે જે સેવાભાવથી સેવા કરી તે ચિરસ્મરણીય હતી. પુનઃ સ્વાથ્ય લાભ થતાં તેઓ રાણપુર આવ્યા. અને ગુરુદેવનાં દર્શન કરી આગળ વધ્યા. તેમને વિચાર કચ્છને પૂરેપૂરો ખેડવાને હતે–એ ભૂમિમાં જૈનધર્મના અંકૂર પૂરેપૂરા વાવવા હતા.
મેરબી તથા માળીયા નરેશને મળી, તેમને ઉપદેશ– ધર્મ બોધ આપીને કચ્છનું રણ વટાવી તેઓ ક છવાગડમાં ઉતર્યા.
=
=
=
22
મe:
ર
.
:
-
-
-
-
-
-
-
-
-
ના કરો Jain Education International
- - - - - - For Personal & Private Use Only
www.jainelibrary.org