________________
૨૮૦]
वीर ज्ञानोदय ग्रन्थमाला
બધા જાણવા - સાંભળવા જેવા છે. અને અનેક પ્રકારની પ્રેરણા આપનારા છે. પણ તે બધા મહાભારત જેવા પ્રસંગે અહી થોડા સમયમાં વર્ણણ મુશ્કેલ તથા અશક્ય છે.
પિશાબ બંધ થઈ જતાં ભકતામરનો પાઠ કરવાની શીખ આપનાર બ્રાહ્મણ વૈદ્યનો કિસ્સો, સંસ્કૃતની પાઠશાળા ચલાવનાર બ્રાહ્મણ પંડિત સાથે થયેલી સંસ્કૃતમાં વાતચીત ને તેથી પ્રભાવિત થઈ તે બ્રાહ્મણ જૈન ધર્મના પાકો પ્રેમી બની ગયો. તે બનાવ, ભાષાની અજ્ઞાનતાને કારણે ઊભી થયેલી રમૂજવાળા કિસ્સાઓ તથા મંદિરમાં રાત્રે દારૂડિયો ઘૂસી જાય છતાં પુણ્ય યોગે કોઈ ઉપદ્રવ ઉપસર્ગ ન થવો તે કિસ્મતનો ખેલ, પોતાની સગી દીકરી જે આર્થિકા બની ગઈ છે તેની મૃત્યુ આખ્યાને જોવા ના પાડનાર માતાપિતાઓ કિસ્સો. મુનિરાજોને સંઘમાં રહેવા માટે વિનંતિ છતાં ન માને ત્યારે નમક તથા જીવનદોરી સમાન છાશને જીવન ભરના ત્યાગનો નિર્ણયને અજામવી ભર્યો બનાવ, પોતાની નાની બહેનોની મુલાકાતમાં તેમને ન અઓળખાવાની નિર્લેપ વૃત્તિનાં દર્શન, રોગગ્રસ્ત અવસ્થામાં ભરઉગ્રમામાં એક માસમાં ૩૦૦-૪૦૦ માઈલનો ઉગ્ર વિહાર. કૈલાશ પાસે એક કલાક મંત્ર જાપ કરાવી સુલ્લિકા દીક્ષામાં મુશળધાર વરસાદને થોડો સમય રોકી રાખવાનો ચમત્કાર આટતા વિકટ અને દીર્ધ વિહારમાં આહાર સંબંધી પાપના ભયથી સંકેત પણ ન કરવાનો દૃઢ નિર્ણય વગેરે અનેક પ્રસંગો પર ઘણું કહી શકાય તેમ છે પણ સમયના કાંટાનો સંકેત છે કે હવે બસ. તેથી પૂજય માતાજીની જાવ સાથે વિરામ લઉ છું.
વસુબેન બેઠાં કે તરત જ લાઉડસ્પીકર ઉપર સંચાલક શ્રી બોલ્યા, એ ભાઈ, હવે લાઉડસ્પીકર કુ. હેતલ સમક્ષ મૂકો. તે હવે માતાજીની મૂર્તિકાર તરીકેની ઓળખ આપશે. હેતલ બહેન ઊભા થયાં સભાને નમન કરી બોલવા માંડયાં: અનુપમ મૂર્તિકાર:
આપ સૌએ પુ. જ્ઞાનમતિ માતાજીમાં અથાક પ્રવાસની અદ્ભુત શક્તિઓનાં વર્ણન સાંભળયાં. હવે તેમની અનુપમ રચનાકારની સિદ્ધઓ વિષે સાંભળે. “સાધુ તે ચલતા ભલા” પણ ચાલતાં ચાલતાં સર્જન ન થાય તેથી મનથી ને કાયાથી માતાજી સ્થિર થયાં ને તેમના અંત: કરણમાંથી બે રૂપે પ્રગટ થયાં એક છે સાહિત્યકારનું અને બીજું છે શિલ્પકારનું આ બે જાતની સુપ્રસિદ્ધિમાંથી માતાજી અદ્ભૂત શિલ્પી અનોખાં મૂર્તિકાર આગમ પરંપરાનાં ઉત્તમ સંવાહકની સ્થિતિનું પાલન કરતાં કરતાં અદ્રિતીય બહુશ્રુત વિદુષી, સાહિત્ય સૃષ્ટા અને ભાવિ તીર્થકર એવા સમતભદ્ર પછીના અજોડ સ્તુતીકાર છે. જેની અનુપમ રચનાઓ આપણાં સૌને સાંપડી છે.
સાહિત્ય ક્ષેત્રે લગભગ નાના મોટા ૧૫૦ જેટલાં ગ્રથોની રચના થઈ ગઈ છે. ને ભાવિમાં કેટલા થશે તે નક્કી નથી. આ સાહિત્યમાન કાવ્યો છે, નાટકો છે, વાર્તા છે, નિબંધો છે, પૂજા નથી તો પણ છે વિવેચન, ગાઈડ અને બાળ સાહિત્ય પણ છે અને છેલ્લે જીવન કથાકારનું કામ પણ તેઓશ્રીએ કરી બતાવ્યું છે. પૂરા સાહિત્યમાં પ્રવાસી છતાં પ્રૌઠ શૈલી દેખાય છે. કિલષ્ટતાની જગ્યાએ સરળતા તેનો સ્વભાવ છે. સુલસિત ભાષા, , દોનું વૈવિધ્ય અને મનમોહક ગેયશીલતા પણ તેમાં સર્વત્ર દેખાય છે. અને તેને પટ એટલો વિસ્તૃત છે કે કોઈ વિદ્યાર્થીને મહાનિબંધ લખી પી.એચ.ડી.ની પદવી પણ અપાવી શકે, તેટલી ક્ષમતાવાળો છે. નિયમસારની સંસ્કૃત ટીકા લખી તો સમય સારની ટીકાનો અનુવાદ કર્યો. અષ્ટસહસ્ત્રી અને ન્યાયસાર જેવા તાર્કિક ગ્રંથો આપ્યાં જંબુદ્ધિ હસ્તિનાપુરાદિ ભૂગોળના ગ્રંથો સાંપડયા. ઇન્દ્રધ્વજ, કલ્પદ્રમ અને સર્વતોભદ્ર જેવા વિધાની તદ્દન નવેસરથી પ્રાપ્ત થયાં છે. દેવ ગુરુ અને શાસ્ત્રોની સ્તુતિઓ રચી અને ગોમટેશ્વરના મહામસ્તિકાભિષેક સમયે બાહુબલી નાટક સ્તુતિ, ચરિવાહિ દ્વારા લાખોની સંખ્યામાં પ્રકાશને પ્રસિદ્ધ કરાવ્યા. “મેરી સ્મૃતિયા” નામક આઠસો પૃષ્ઠોનું નિર્લેપ જીવન ચરિત્ર આપી બનારસી દાસ અને વર્ણજીની
જીવનકક્ષાઓની હરોળમાં પોતાને સ્થાપી દીધાં. આમાં તેમની હિંદી મરાઠી કનડી વગેરે ભાષાઓનું જ્ઞાન જવલંતરીતે પ્રગટ થઈ સાહિત્ય પ્રાસાદની શોભામાં વૃદ્ધિ કરે છે.
એમનું બીજુ પડખું છે શિલ્પકાર તરીકેનું. કાતંત્ર વ્યાકરણની રચનામાં જેટલી ઝીણવટવાળી અને સૂક્ષ્મ પ્રજ્ઞાની આવશ્યકતા છે તેથી એ વધારે આવશ્યકતા દરેક ભાવિક ભકતોના હૃદય પટલ પર શ્રદ્ધાનાં ચિત્રો અંકિત કરનાર મૂર્તિ અને મંદિરોની બનાવટમાં. માતાજીએ પોતાની અંતરની સૂઝ વડે હસ્તિનાપુરમાં જંબુદ્વિપની અનુપમ અને અભૂત રચના કરાવી તે સાથે મહાવીર મંદિર, કમલમંદિર, ત્રિમૂર્તિ મંદિર, હી મંદિર વગેરેની રચના અને તેમની પ્રતિષ્ઠામાં છ-છ સમારંભ આયોજ્યા અને પૂર્ણ રીતે સફલતાને પમાડયા. આ ઉપરાંત “સમ્યક જ્ઞાન” નામક માસિક માટે લાખોની સંખ્યામાં વાંચનારા શ્રતપ્રેમી સજજાનો ઊભા કર્યા. ભાવિ વિદ્વાન અને સાચા શ્રાવકો તૈયાર કરવા ‘ત્રિલોક શોધ સંસ્થાન" અંતરતાત વીર સાગર વિદ્યાપીઠ પણ સ્થાપી. ઝરતી ચાલતી જ્ઞાનપીઠનું કામ બતાવવા અનેક સ્થળો એ ધાર્મિક શિક્ષણ શિબિરો યોજી-જાવી ભારતભરમાં “જ્ઞાનજ્યોતિ'નું પ્રસરણ કરાવી દેશમાં અજોડ ધાર્મિક ચેતનાના પ્રાણ સંચારિત કર્યા ને છેલ્લે આ દોઢ બે કરોડની ભૌતિક સામગ્રીને તેનાં મીઠાં અને મધુર ફળ હિંદ ભરની શ્રદ્ધાળુ જનતા ને હરહંમેશા આરોગવા મળે તે માટે સાચા મોતી જેવા મોતીચંદને શું મોતિસાગર રૂપે પીઠાધીશ બનાવ્યા. આ બધી શકિતઓ અને તેની તમામ પ્રગટ થયેલી પર્યાયોની કથા લાંબી લાંબી છે જે સમયના સંભાવને કારણે મારે મારી સ્મૃતિ મંજુષામાં જ રાખવી પડે છે. તેના અફસોસ સાથે હવે હું વિરામ લઉં .
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org