________________
३६४
श्री यतीन्द्रसूरि अभिनंदन ग्रंथ
विविध
શરીરના વીર્યને વંશ એ ત્રણે પ્રકારે નુકશાની ખમનાર મૂર્ખ માનવીની શી વાત કરવી ? “જૈન” નામધારી આ રસ્તા તરફ નજર સરખી પણ ન કરે. આ વ્રત પાળતાં પણ પાંચ મહાન દે તરફ ન જ વળવા શાસ્ત્રો ફરમાન કરે છે. આ વ્રત “સ્થલ મૈથુન વિરમણ” નામે પ્રસિદ્ધ છે. આ જગતમાં અનેક પ્રકારની ભેગે પગની સામગ્રી મળી રહે છે, માનવ અમુક વસ્તુઓ એક જ વખત વાપરી તજી દે તે ભેગ, અને વારંવાર તેને ઉપગ કરે જ જાય તે ઉપભેગ. સોનું, રૂપું, ધન, ધાન્ય દારા (સ્ત્રી) દાસી, મકાન, દુકાન, જમીન આદિ અનેક વસ્તુઓનું સ્વામીત્વ માનવનું હોય છે. પોતાના પૂણ્ય બળે પ્રાપ્ત થયેલી આ અનેક સામગ્રીને ભેગવવાનો તે હકદાર છે. છતાં પણ તેમાં જ રચ્યા પચ્ચે રહી અનેક અધમ કૃત્ય કરવા પાછળ માનવ જૈનપણું ભૂલી જાય છે. અભક્ષ્ય વસ્તુનું સેવન કર્મ ઉત્પન્ન કરનાર ધંધા આદિ પાછળ લેભ-લાલચ પાછળ ઘસડાઈ જાય છે. તે માટે શાસ્ત્રમાં નિયમ દર્શાવ્યા છે તે મુજબ પોતાના જીવનમાં ગણત્રીપૂર્વક તે વસ્તુઓ વાપરવાનું પ્રમાણ બાંધવાથી આત્મા નિલેપ રહે છે. કસોટીની એરણે ચઢયા છતાં પરિગૃહથી મુકત બનેલ આત્મા સંસારમુકત બની એ ક્ષ સુંદરીની વરમાળા પહેરવા કદાચ ભાગ્યશાળી બને છે.
દિશા–મર્યાદા એ પણ ગ્રહસ્થવ્રતનો એક અલગ પ્રકાર છે. આ નિયમથી પણ ઈન્દ્રિય પર સંયમ કેળવાય છે. નિયમ સિવાયના ક્ષેત્રના જીવોને અભયદાન આપમેળે અપાય છે. ચાર દિશા, ઉપર નીચે રોજ જવા આવવા માટેની હદ બાંધી તે ક્ષેત્રથી બહાર ન જ ફરવું એ આ નિયમનું સૂચન છે. સંસારી આત્માને જ્ઞાન, આજીવિકા ધન મેળવવા દેશ પરદેશની મુસાફરી કરવાની આવશ્યકતા છે છતાં દિશા, મર્યાદામાં રહીને ફરવાથી ઈન્દ્રિય સંયમ કેળવાય તે ધામિક દૃષ્ટિએ વધુ લાયદાયક છે. આને માટે પણ પાંચ પ્રકારના દે શાસ્ત્રજ્ઞાનીઓ ફરમાવે છે.
અનર્થદંડ વિરમણવ્રત એટલે સંસારી જ નિરપરાધ હોવા છતાં તેમને આપણું સ્વાર્થ, લોભ, લાલસા અને સંતોષ ખાતર દંડ આપે એ અન્યાયી પગલું ગણાય. આ પ્રમાણે સમાજમાં પણ કોઈનું આચરણ હોય તો તે પ્રત્યે ગુન્હેગાર ગણી રાજકિય સત્તા પણ એગ્ય સજા કરી શકે છે જ્યારે સમસ્ત વિશ્વના નિરપરાધીએ પ્રત્યે અવિચારી પગલું ભરનાર અન્યાયી માનવના આત્માની અધોગતિ કેમ નહિ થાય? આતંરૌદ્ર ધ્યાન, પાપપદેશ. હિંસાને આદેશ, પ્રમાદાચરણ એ ચાર *અનર્થ દંદ ઉત્પન્ન કરનાર કારણે છે એથી સાચા “જૈન” તરીકે જીવનારે જરૂર અટકવું જોઈએ.
આ માટેના પાંચ મહાન દેશો વર્ણવ્યા છે. આ સંસારની ગડમથલમાં ર પ રહેલ આત્મા કંઈક શાંતિની ઝંખેના અવશ્ય કરતો હોય છે પણ આવી શાંતિ તેના જીવન દરમ્યાન તેને મળવાની નથી જ, અને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org