________________
હ
આજના જેન અને ગૃહસ્થ ધર્મો છે ? લેખક-પૂનમચંદ નાગરદાસ દેશી, (થરાદવાળા) 8 ક
હેડ માસ્તર, ડીસા, તાલુકાશાળા. દાઉ છછછછછછછછછછછછછછાદ#ાઉ © 6 ઠ્ઠાણે છે
વિશ્વશાંતિના ચાહક જોરશોરથી પિકાર કરે છે કે અહિંસા ને સત્ય એ શસ્ત્રોની આજના જગતને ખુબ જ જરૂરી છે. કોઈ પણ ધર્મના મૂળમાં આ બે વસ્તુ પર ભાર મૂકવામાં આવ્યો છે. ભારતને વરસોથી ગુલામી દશામાં સપડાવનાર યુરોપની ગોરી પ્રજા પણ અહિંસાના અણનમ શસ્ત્રથી સુઝનાર મહાત્મા ગાંધીની હાકલ સામે ડરી ગઈ. એમાં એ બે જ શકિતનું પ્રાબલ્ય હતું. જૈન સમાજમાં પણ બને અનેક ગૃહ
ધર્મનાં વ્રત દર્શાવ્યાં છે. તેમાં અહિંસા ને સત્ય એ બેને પ્રધાનત્વ આપેલું છે, માનવ માત્રમાં આ બધા ગુણેની વધતા ઓછા અંશે જરૂરીઆત સ્વીકારેલી છે.
જૈન નામ ઈન્દ્રિયોને જીતનાર પરથી પડેલું છે. જૈન એ કઈ જ્ઞાતિ બંધનને વાડે નથી. હરકોઈ જ્ઞાતિ, હરકેઈ ધર્મ, હરકોઈ સમાજનો વ્યકિત જે શાસ્ત્રમાં વાવેલા ગૃહસ્થ ધર્મના બારે વ્રતનું યથાશકિત પાલન કરી ઈન્દ્રિય સંયમને અમલમાં મૂકવા આજથી નિશ્ચય કરે તે તે “જૈન” નામ કહેવડાવવાને અધિકારી છે. જ્યારે આજની જેન ” નામધારી કેટલીક વ્યકિતઓ એવી હશે કે જે જૈન સિદ્ધાંત એક પણ ગુણને આચારમાં નહિ મૂકતી હોય પણ વંશપરંપરાથી “જૈન”ના પુત્રો જાહેરમાં જૈન કહેવડાવતા હશે પણ તે સાચા જૈન નથી. જૈન એ કઈ જ્ઞાતિ નથી આજે પણ ગુજરાતની અનેક કોમેએ જૈન ધર્મ સ્વીકારી તેના સિદ્ધાંતને પિતાના જીવન વ્યવહારમાં સ્વીકારેલ છે. તેઓને ધર્મના સિદ્ધાંતનું પુરેપુરું ભાન થાય એ હેતુ માટે શ્રાવક ધર્મના બાર વ્રત વિષે સંક્ષેપમાં પણ સમજપૂર્વકનું ટુંકું ધ્યાન રજુ કરવામાં આવે છે. બાર વ્રતનાં ટુંકાં નામ-અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અપરિગ્રહ, દિગમર્યાદા, ગોપભોગ પ્રમાણ, અનર્થદંડ વિરમણ, સામાયિક, દેશા વગાશિક, પૌલ પવાસ, ને અતિથિસેવા એ પ્રમાણે દશાવ્યાં છે.
પ્રાણી માત્રમાં માનવ ઉચ્ચ શ્રેણીને જીવ ગણાય છે. તેણે જુદી જુદી ઈનિદ્રામાં વિકાસ સાધી સર્વ પ્રાણીઓમાં શ્રેષ્ઠ પદ સ્વામીત્વ પ્રાપ્ત કર્યું છે. એટલે નિરપરાધી એવા અન્ય પ્રાણીઓનું રક્ષણ કરવાની માનવ માત્રની ફરજ છે. જૈન કે જૈનેતર સમાજમાં પણ જીવરક્ષાનું આ કાર્ય કરવા માટે માનવની અગ્ર ફરજ ધર્મશાસ્ત્રો પિકાર કરી કહે છે, જૈન ધર્મ આત્મા–અહિંસા પરમ ધર્મ” ના ઉપાસકે પિતાની આ મહત્વની ફરજ ઘણી વખત ભૂલી રહ્યા છે. ઇન્દ્રિાની લાલસા કે સ્વામ્પતાના ભેદી પડદા પાછળ બિચારા અનેક નિર્દોષ નું બલિદાન-હત્યા થઈ રહેલ હોય છતાં જેનું ભાન સરખું પણ રાખતા નથી. એવા જન જન કહેવાને લાયક નથી. તેઓ ધર્મના
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org