________________
છે જેનનું
જીવન
મફતલાલ સંઘવી, થરાદ.
પરમ ઉપકારી, કરુણ નિધાન શ્રી તીર્થકર ભગવંતએ ભુવન ત્રયના સર્વ છોના કલ્યાણની પરમ મંગલ ભાવનાપૂર્વક કવેલાં સ્તોત્રજન્ય શાસ્ત્રોના પ્રત્યેક વાક્ય, શબ્દ, અક્ષરની અમોઘ સંજીવિની શકિત, જેને અપાર પુણ્યોદયે અપૂર્વ વારસારૂપે મળી છે, તે જૈન સાસનની આજ્ઞામાં રહીને અવશ્યમેવ સ્વ અને પરના કલ્યાણના કારણ રૂપ આરાધનામય જીવનમાં પરમ સંતેષ અનુભવે.....!
ભૌતિકતાનાં મેહક ભડકામણાં દ્રશ્યથી લવલેશ ચલિત થયા સિવાય, તે મહા વિશ્વશાસનના શાશ્વત રાજમાર્ગો પર અટલ નેમપૂર્વક ડગલાં ભરે. ચોમેર પથરાએલી પ્રાગતિક સાનુકૂળતાઓની રેશમી જાળમાં ફસાયા વિના, જેના પાલનમાં સ્વ અને પરનું ઘણું મોટું હિત રહેલું છે, તેવું આચારમય જીવન, તે વિતાવે.
આગળ વધવાના સંસારવ્યાપી બનતા જતા રોગના હુમલાનો ભોગ બન્યા સિવાય તે શાસનમાન્ય સિદ્ધાન્તોના સહારા વડે, યથાશકિત સમતુલા જાળવી, ભવ ઘટાડવાની વાસ્તવિક પ્રગતિની આરાધના કરે.
સમ્યમ્ દર્શન, જ્ઞાન અને ચારિત્રરૂપ રત્નત્રયીની સનિષ્ઠાપૂર્વકની આરાધનાદ્વારા આ સંસારમાં ઝડપભેર વિસ્તરતા જતા હિંસા, પાપ, અનાચાર અને પાશવતાભર્યો વાતાવરણને ખાળવામાં, તે આજીવન કેદ્ધાની અદાથી વર્તે.
સફળતામાં ન તે ફૂલાય, નિષ્ફળતા જેવું કશું......તેને હોય નહિ. કારણકે પરમ જીવનની આરાધના એજ જેનું લક્ષ્ય છે. એ મહા પુણ્યવંત આત્મા, આ સંસારમાં ડગલેપગલે સાંપડતા સર્વ નિમિત્તોને, તે આરાધનામાં સહાયક બળ તરીકે જ ઉયોગ કરે.
દાન-શીલ-તપ-ભાવના, પૂજા, પ્રતિક્રમણ, પિષહ, સામાયિક, દેવવંદન, ગુરૂવંદન, સ્વાધ્યાય આદિને પિતાના નિત્યના જીવનક્રમમાં અવ્યકતપણે ગૂંથી લઈ તે આમતેમ ભટકવા તલસતા મન-બુદ્ધિ અને ઇન્દ્રિયના વિષયને નિયમતળે સ્થાપે, તેમજ ભૂલાએલા આરાધનાના મહારાજપથ પર અપ્રમત્તપણે આગળ વધે.
આજના વિજ્ઞાનના માત્ર કળાતા વિશ્વવ્યાપી પ્રતાપમાં અંજાયા સિવાય, તે આત્માની અનંત કલ્યાણકાર શક્તિને પામવાના શાસન સ્થાપિત માર્ગના આલંબન દ્વારા સ્વ–પરના કલ્યાણમાં બનતી સાચી સહાય કરે,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org