________________
३५४
श्री यतीन्द्रसूरि अभिनंदन ग्रंथ
विविध અહિંસાના પાયા પર પ્રતિષ્ઠિત હોવો જોઈએ. એવું એમનું માનવું છે. કહેવાની મતલબ એ કે અહિંસાની સાધના ત્યાગવાની પ્રથમ શરત સ્વીકારે છે.
આમ જૈન દર્શન એ અહિંસા પ્રધાન ધર્મ છે. પણ એની અહિંસા હિંસા ન કરવા રૂપ કેવળ વિષેધાત્મક નથી પણ જીવ માત્રનું કલ્યાણ ઈચ્છતી એક વિદ્યયામક ક્રિયા પણ છે. જગતના સર્વ ધર્મોમાં ઓછાવત્તા અંશે અહિંસાની મર્યાદા સ્વીકારવામાં આવી છે. પણ જૈન દર્શન એમાં ખુબજ આગળ જાય છે. કેઈપણ જીવની ચાહે એ સૂક્ષ્માતિસૂક્ષમ હોય તે પણ એની હિંસાને એ હિંસા તો કહેજ છે, સાથે એવા જીવની મનથી-વચનથી કે કાયાથી હિંસા કરવી કરાવવી કે એને અનુમોદના, ઉતેજન કે પ્રેરણા આપવી એ પણ હિંસાજ છે એટલી મર્યાદા સુધી વ્યાખ્યા લંબાય છે.
આમ એક બાજુ એની Negative નિષેધાત્મક અહિંસા વિસ્તરે છે તો બીજી બાજુ એની Positive વિધેયાત્મક અહિંસા પણ અનેકરૂપે વિવિધ ક્ષેત્રોમાં ફાલી ઉઠે છે. વિશ્વપ્રેમરૂપે સતત વેદાતી એ હદયભાવના હોઈ ત્યાં આ પ્રકારની અહિંસા હોય ત્યાં જુદાગર નહોય, ભેદભાવ ન હોય, અસ્પૃશ્યતા કે ઉંચ નીચના ભેદ નહેાય. તેમજ તિરસ્કાર કે અણગમાને ભાવ પણ કંઈ પ્રત્યે નહાય, એવો ભાવ નહાય ત્યાં ન્યાયસમાનતાનું સામ્રાજ્ય પ્રવતે, લોકશાહી પ્રગટે, ઉદારતા આવે અને વિરોધીઓનું દ્રષ્ટિબિંદુ સમજી એમના પ્રત્યે સહિષ્ણુ બનવાની અને એમને સમજવાની ઉદાર બુદ્ધિ પણ પ્રગટે. પરિણામે સંકુચિત મનોભાવ, અલગતાની વૃત્તિ કે પોતાનો જ કો ખરે માનવાની કદાગ્રહ બુધિ પછી સંભવી જ ન શકે.
આ પ્રકારની અહિંસાની ઠંડી સાધનાને કારણે જૈન દર્શને મૌલિક મંતવ્યો જગતને ભેટ આપ્યા છે; સાથે આચાર વિચારના ક્ષેત્રોમાં પણ મૌલિક દર્શન કરાવ્યું છે. ત્યાગ, વૈરાગ્ય, અપરિગ્રહ, બ્રહ્મચર્ય, સ્યાદ્વાદ, લેકશાહીપણું, વિચાર સ્વાતંત્ર્ય, ન્યાય, સમાનતા, નિલંબદશા, નારી સ્વાતંત્ર્ય, નિરામિષાપણું, રાત્રિ જોજન ત્યાગ, સ્વચ્છતાના નિયમો ઉપરાંત રાષ્ટ્રભક્તિ, વર્ણ—જાતિ પ્રથાનો ઈન્કાર, રાષ્ટ્રભાષા તથા વૈજ્ઞાનિકતા સંબંધી એના વતંત્ર અને ઉદ્દાત પ્રગતિશીલ વિચારો છે. તપશ્ચર્યાને પુરૂષાર્થ તો એનું ખાસ બળ છે, વ્યકિત પુજાને એમાં બહુ અંશે અભાવ છે. છતાં જીવન શુદ્ધિ-ચારિત્ર્યશુધિ એનું પરમ દયેય રહ્યું છે.
આ નાનકડા નિબંધમાં જૈન દર્શનની વિશિષ્ટ મૌલિક્તાએ વર્ણવવા જેટલી અનુકૂળતા નથી. એમ છતાં જે વિષયો તરફ જગતનું હજુ ધ્યાન પણ ખેંચાયું નથી એવા એકાદ-બે વિષયો તરફ આ મંગલ અવસરે બે શબ્દ રજુ કરીને જ સંતોષ માનું એવા વિષયમાં એક છે -
- રાષ્ટ્રભાષા:-જનતા પિતાને ધર્મ સંદેશ ઝીલી શકે એ માટે મહાવીર અને બુદ્ધ બને એ એ સમયમાં પંડિત માન્ય દેવભાષા સંસ્કૃતને સ્થાને લોકભાષાને પ્રથમ આદર કર્યો હતો. જેથી એ સમયના મગધની પ્રચલિત માગધી ભાષામાં બન્નેના ઉપદેશ પ્રવાહ શરૂ થયા હતા. પણ મહાવીરનો મૂળ કે જનતામાં અહિંસાનો પ્રચાર વિકાશ થાય એ જોવાને હેઈ, એમણે જોયું કે જ્યાં સુધી જનતા એક બીજાની ભાષા ન સમજી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org