________________
३५२
श्री यतीन्द्रसूरि भभिनंदन ग्रंथ
विविध
-
- મહાત્મા ગાંધીજીના પ્રાણ પ્રેરક વચને જગતને અહિંસાનો મહાન સંદેશ આપી જાય છે. આ રહ્યો તે સંદેશ.
જ્યારે અહિંસા ગતિમાન બને છે ત્યારે તે અતિશય ગતિથી આગળ ધપે છે અને ત્યારે તે ચમત્કાર સજાવે છે. જ્યારે અહિંસાને આત્મા બધા લોકોમાં વ્યાપક બને છે, અને કાર્ય કરવા લાગે છે ત્યારે તેની અસર બધાને દેખાય છે. જેમ પૂરતા પ્રમાણમાં ગરમી મળે તો કઠણમાં કઠણ ધાતુ પણ ઓગળી જાય છે. એ જ પ્રમાણે કઠણમાં કઠણ હૃદય પણ અહિંસાની ગરમીથી પીગળે છે. હું તો આ અહિંસા રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય ક્ષેત્ર સુધી વિસ્તાર પામે એવું માગી રહ્યો છું ત્યારેજ વિશ્વશાંતિનાં દર્શન થશે.”
અહિંસાના પ્રચાર અને પ્રકાશ માટે આપણે બધા પ્રયત્નશીલ રહીએ અને વિશ્વશાંતિનો સંદેશ ગામે ગામ, શહેરે શહેર, પ્રજાએ પ્રજા અને રાષ્ટ્ર રાષ્ટ્રમાં પહોંચાડવાનું કાર્ય ભારતના નવયુવાને અને ઘડવૈયાઓ ઉપાડી યે તો આવતી કાલનું જગતુ અનુપમ અને અદ્વતીય હશે,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org