________________
*
* દસ XX
PM XXX XXX
જેને આજના ઇતિહાસકારે પણ ભૂલી ગયા પ્રાચીન તીર્થક્ષેત્ર શ્રી લક્ષ્મણીજી ! . -લક્ષ્મણીતીર્થોધ્ધારક જૈનાચાર્ય શ્રી મદ્વિજય યતીન્દ્રસૂરિશિષ્ય. આ
| મુનિ જયંતવિજય, ખાચરેદ. XXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXX
પ્રકૃતિ અને પરિવર્તન પ્રકૃતિનું ચકકર પિતાના ઉન્નતિ અને અવનતિના નિયમ પ્રમાણે અમ્મલિત ગતિથી ચાલતું આવ્યું અને ચાલી રહ્યું છે. જે પ્રગતિના પંથ ઉપર પ્રયાણ કરી જોય છે તેને પણ બીજી પળે અધોગતિને અનુરૂપ બની જવું પડે છે. એક સમય જે અતુલ વૈભવશીલ અને ગૌરવવાનું મનાય છે તેને બીજી ક્ષણે પ્રકૃતિના પરિવર્તનશીલ સ્વભાવને શિકાર થવું પડે છે.
પરમ પવિત્ર ભારત વસુંધરા ઉપર હુણ અને યવનલેકેના અનેક આક્રમણ થયા. એ વિદેશી લોકેએ ભારતીય સંસ્કૃતિના આધારસમાં કીર્તિસ્તંભ અને ભારતીય જનના હદયાધારસમા ધર્મસ્થાનો તોડવાનું કાર્ય આરંવ્યું. ભારતભૂમિને તે વખતે સમરાંગણ બનવું પડયું ! યવન ઔરંગઝેબના શાસન કાળમાં ધર્મોધતાની એટલી જબર ભૂતાવળ ચાલી કે પ્રત્યેક વ્યક્તિને સંસ્કૃતિ અને સાહિત્યના સંરક્ષણની ચિંતા થઈ પડી. યવન લોકેએ એ આક્રમણ દરમિયાન આપણા ગગનચુંબી દેવાલ તોડીને ભૂમિગ્રસ્ત કયો, એ મન્દિરના પત્થરથી મસ્જિદ બનાવવામાં આવી, જેના એક નહિ પણ ઘણું પ્રમાણે પ્રત્યક્ષ છે.
મેદપાટ (મેવાડ) દેશીય રાજનગર ગામની પૂર્વ દિશાએ એક ટેકરી ઉપર મેવાડ રાણા રાજસિંહના મંત્રી શ્રેષ્ટિવર્ય દયાલશાહે શ્રીયુગાદિદેવનું ભવ્ય પ્રાસાદ કરાવ્યું, ટેકરીની તળેટીમાં રાણું રાજસિંહે રાજસમુદ્ર નામક એક મોટું સરોવર બંધાવ્યું, જે હાલ પણ વિદ્યમાન છે, કહેવાય છે કે આ મંદિર પૂર્વકાળમાં નવ માળનું હતું, યવન લેકેએ તપ અને અન્ય હથિયારે દ્વારે એ મંદિરના સાત માળ તોડી તેના પત્થરથી પાસેની ટેકરી ઉપર જ પિતાની મસ્જિદ બંધાવી.
રાજસ્થાન પ્રાંતીય સ્વર્ણગિરિ (જાલેર દુર્ગ) નું નામ ચારે બાજુ પ્રખ્યાત છે. અહિં પણ જૈન મંદિર વિશાળ પ્રમાણમાં હતાં, યવન લોકોએ આ મંદિર તેડીને ધરાશયી કર્યો અને તેના જ પત્થરથી પોતાની મસ્જિદ બનાવી.
માલવભૂમિના પ્રસિધતીર્થ માંડવગઢ (માંડુ) માં પૂર્વકાળમાં જૈનોનાં ૭૦૦ મદિરે હતાં. ચૌદમી શતાદિમાં જ્યારે આ નગર અલાઉદ્દીન ખીલજીને આધિપત્ય
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org