________________
३३८
श्री यतीन्द्रसूरि अभिनंदन ग्रंथ
विविध તેમનું રાજકારણ, અલબત્ત ધર્મભાવનાના સંમિશ્રણવાળું હતું. પરંતુ તે તદન લેકહિતાર્થે હતું તે તેમની નીચેની સિધ્ધિઓથી ખાત્રી થશે.
૧. ગુજરાતનું દૃષ્ટિ પરિવર્તન –અહિંસાના સિધાન્તને પ્રચાર કરીને ગુજરાતના રાજકીય અને સાંસ્કૃતિક જીવનમાં તેમણે જમ્બર કાતિ કરી છે. હિંસા એ મનુષ્ય સ્વભાવની વિરુધની વસ્તુ છે અને માનવતાની દૃષ્ટિએ ત્યાજય છે. ધર્મ કે માનવતાથી દષ્ટિએ તેને કઈ રીતે બચાવ થઈ શકે તેમ નથી. આ મહાન સંદેશથી તેમણે સમસ્ત ગુજરાતનું દષ્ટિ પરિવર્તન કરી નાખ્યું. આજે પણ જૈન ધર્મની અહિંસાની વધુમાં વધુ છાયા ગુજરાત ઉપર દેખાય છે. યજ્ઞ–પામાંથી પણ મોટા ભાગે હિંસા ચાલી ગઈ. આહાર વિહારમાં પણ ગુજરાત જેટલો બીજે કઈ પ્રદેશ ભાગ્યે જ નિરામિષાહારી હશે. - ૨. લોકજીવનની શુધ્ધિ –શ્રી હેમચંદ્રાચાર્યે લોકજીવનની શુદ્ધિ અને સાફસૂફી કરી તેમનાં જીવન ધોરણ ઉંચા લાવવા પ્રખર પ્રયાસો કર્યા હતા. મદિરા, જુગાર, માંસભક્ષણ આદિ પ્રજા જીવનમાં ઘર કરી બેઠેલાં અનેક અનિષ્ટોને મૂળમાંથી કાઢવા તેમણે સખત આંદોલન ગતિમાન કર્યા હતાં. રાજ્ય માટે પણ આ અનિષ્ટ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યા હતા.
૩. આદર્શ રાજા–સુખી પ્રજા જીવનની ચાવી વ્યસન રહિત અને આદર્શ રાજામાં રહેલી છે. તે પોતે સંયમી અને ચારિત્ર્યશીલ હોય તે જ પ્રજાજીવનનો ઉદ્ધાર શકય છે. કુમારપાળને પોતાના આદશો પ્રમાણે ઘડી ગુજરાતને તેમણે એક સંસ્ક મૂર્તિ રાજા અને તેમને આદર્શ સદાને માટે આપ્યાં છે. ગુજરાતના રાજકીય જીવનને ઉચ્ચ બનાવનાર મહાન શક્તિ તરીકેનું તેમનું સ્થાન અદ્વિતીય છે.
૪. સ્ત્રી સ્વાતંત્ર્ય-આજથી આઠસો વર્ષ પૂર્વે સ્ત્રી-સ્વાતંત્ર્ય અને તેમના વારસાના હકકો સ્વીકારાવી તેમની આર્થિક અસમાનતા દૂર કરાવવાનો યશ તેમને ફાળે જાય છે. સ્ત્રીઓના આર્થિક સમાનતાના સિદ્ધાંતને તેમણે ગુજરાતને આપેલે વાર અમૂલ્ય છે. તેમના સમય સુધી કેઇપણ માણસ અપુત્ર મરણ પામે તો તેનું તમામ ધન રાજ્યની તિજોરીમાં જતું હેમચંદ્રાચાર્યે આ બંધ કરાવી અપુત્રયાનું ધન તેની વિધવા કે પુત્રીને મળે તે ધારો ઘડાવ્યા. અને તેમ કરી સ્ત્રીઓના વારસા હકકને સૌથી પ્રથમ સ્વીકાર કરાવ્યો. આ કાયદાથી બેતેર લાખની આવક કુમારપાળની રાજ્ય તીજોરીમાં આવતી બંધ થઈ, પરંતુ અપુત્રયાનું ધન રાજ્ય લઈ લે એ હડહડતો અન્યાય છે એમ તેમણે કુમારપાળને ઠસાવ્યું અને કુમારપાળે તે વાત માથે ચઢાવી.
પ. અસ્મિતા-ગુજરાતની અસ્મિતા તેમના સમયમાંજ જન્મી એમ કહીએ તે ચાલે. રાજા ભોજદેવ કૃત વ્યાકરણ જોઈ સિધરાજ ગુજરાતની ગૌરવહીનતા અનુભવવા લાગ્યા ત્યારે હેમચંદ્રાચાર્યું ગુજરાતી અસ્મિતાને દીપક સૌથી પ્રથમ પ્રકટાવ્યો અને ત્યારપછી અનેક સ્વરૂપે તેને પ્રકાશ ગુજરાતને ઘેર ઘેર ફરી વળેલા આપણે આજે ય જોઈ શકીએ છીએ.'
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org