________________
એ ઉપકાર
તપસ્વીસમ્રાટ, મકકમ મનોબળ ધરાવનાર, વચનસિદ્ધ, જેનો જોટો આ જગતમાં ન મળે તેવા, જેમની એક આંખમાં સંયમ પ્રત્યે કટ્ટરતા અને બીજી આંખમાં વાત્સલ્ય એવા અનેક ગુણોથી અલંકૃત પૂ. પાદ. આ.ભ. હિમાંશુસૂરિ મ.સા. માટે શું લખવું શું ન લખવું તે મુંઝવાગભર્યું કામ છે.
મારે દીક્ષા લેવાની ભાવના હતી પણ મોહ-અજ્ઞાનને વશ મારા સંસારીપિતાશ્રી દીક્ષા માટે ના પાડતા હતાં. ઘરમાં દીક્ષા માટે ખૂબ પ્રયત્ન કર્યા. ઘણી દલીલબાજી પણ કરી પણ તેઓ ખૂબ મક્કમ હતા. આમ ૩-૪ વરસ વીતી ગયા. હવે વિચાર આવ્યો કે જો આમને આમ સમય પસાર થશે તો મારું શું થશે ? પૂ.પિતાશ્રીને બીજો કોઇ વાંધો નથી. ફક્ત મારા ઉપર મોહ છે તેથી દીક્ષાની ના પાડે છે, તેથી એક દિવસ ઘરમાં કહ્યા વગર ભાગી ગયો. સીધો અમદાવાદ-વાસણા જ્યાં સાહેબ બિરાજમાન હતા ત્યાં આવ્યો. ઘરેથી પહેલીવાર ભાગી ગયો હતો તેથી ખૂબ ગભરાઇ ગયેલો. પણ જેવો સાહેબ પાસે ગયો, સાહેબે પ્રેમથી માથા ઉપર હાથ ફેરવ્યો અને કીધું ગભરાતો નહીં બધું જ સારું થઇ જશે. ત્રીજે દિવસે પાછો મારા સંસારી ઘરે મુલુન્ડ – મુંબઇ પહોંચી ગયો. ઘરે પહોંચતા થોડી પિતાશ્રીની બીક હતી પણ શું જાણે ચમત્કાર થઇ ગયો તેઓએ એક શબ્દ પણ કીધો નહીં અને મને એમ થયું કે બાજી મારી તરફેણમાં છે.
Education Inmational
કદીય ન વિસરાય !!!
૫.પૂ.મુનિ યશકલ્યાણવિજયજી
થોડા દિવસ પછી અવસર પામી પાછી દીક્ષાની વાત કરી. તેમનો એક જ સૂર હતો કે સંસારમાં રહીને જે કરવું હોય તે કર પણ દીક્ષા તો મળશે જ નહિ આથી મેં વિચાર કર્યો કે એકવાર ભાગી ગયો તો પપ્પાને બહુ અસર થઇ નથી તેથી પૂ. પાદ. આ. શ્રી હિમાંશુસૂરીશ્વરજી મ.સા.નું નામ લઇ બીજી વાર ભાગી ગયો. જેઠ સુદ ૭, ૨૦૫૨ના સાહેબ પાસે આવી ગયો. અને દીક્ષાની માંગણી કરી સાહેબે કીધું – “તારા ઘરવાળા રાજીખુશીથી દીક્ષા માટે હા પાડશે તો જ હું તને દીક્ષા આપું.” મેં સાહેબને કીધુ કે ઘરમાં બધા રાજી છે પણ પૂ. પિતાશ્રી મોહને કારણે ના પાડે છે. સાહબેના મોઢામાંથી ત્યારે નીકળી ગયું કે ‘‘તારા પિતાશ્રી માની જશે તું પ્રયત્ન કર.‘“ સાહેબ કેવા વચનસિદ્ધ છે તેની મને ખબર ન હતી. એથી મને ત્યારે વિચાર આવ્યો કે શું પિતાશ્રી માનશે ? અને મેં સાહેબનું નામ લઇ અમદાવાદથી ઘરે ફોન કર્યો. શરૂઆતમાં પિતાશ્રીએ કીધું તું એકવાર ઘરે આવી જા પછી આપણે તને દીક્ષા આપીશું મેં કીધું તમે એકવાર દીક્ષાની જય બોલાવો પછી જ હું ઘેર આવીશ. અને ખરેખર સાહેબનો શો જાદુ-ચમત્કાર કે પિતાશ્રી જેઠ સુદ-૧૦ ના અમદાવાદ આવ્યા. સૌ રાજીખુશીમાં હતાં. ઘરના બધા સભ્યો સાથે મારું દીક્ષા માટેનું મુહૂર્ત લેવા સાહેબ પાસે લગભગ ૯ વાગે પહોંચ્યા સાહેબે કીધું તમે બધા ૩ વાગે આવો હું મુહૂર્ત જોઇને રાખીશ. અમે બધા ૩ વાગે સાહેબ પાસે પહોંચી ગયા.
For Private & Personal Use Only
સાહેબે કીધું જેઠ સુદ ૧૨ના દિવસે મુહૂર્ત શ્રેષ્ઠ છે. દોઢ દિવસ -(૩૬ કલાક પછી) ! આટલી જલ્દી દીક્ષા માટે પિતાશ્રી અને ભાઇ એ શરૂઆતમાં આનાકાની કરી પણ સાહેબના અચિંત્ય કોટીના પ્રભાવના કારણે તેઓ માની ગયા અને સાંજે પાંચ વાગે દીક્ષાની જય બોલાઇ જે પિતાશ્રી દીક્ષાના કટ્ટર વિરોધી હતા તે મારી દીક્ષા ૩૬ કલાક પછી આપવા રાજી થયા તે તો હું માની શકતો ન હતો. ખરેખર મારા માટે તો ચમત્કાર જ હતો. અને જેઠ સુદ૧૨ના સાહેબના વરદ હસ્તે મને ઓઘો મળ્યો. સાહેબનો કેવો ચમત્કાર કે આટલી જલ્દી દીક્ષા નક્કી થઇ, મારી દીક્ષાના સમાચાર વાયુવેગે બધે પહોંચી ગયા. દીક્ષાના દિવસે ત્રીસથી પણ વધારે પૂ. સાધુ-સાધ્વી ભગવંતો ઉપસ્થિત હતા. જ્યાં ૨-૩ મહાત્મા સિવાય કોઇની અપેક્ષા ન હતી ત્યાં ૩૦૩૦ મહાત્માઓ ઉપસ્થિત હતા તે પણ સાહેબનો ચમત્કાર!
BY