________________
તપસ્વી સમ્રાટની તેજસ્વી તવારીખ
- પ.પૂ. પં. કલ્યાણબોધિ વિ. If3r...
પ.પૂ. આચાર્ય ભગવંતશ્રી હિમાંશુસૂરીશ્વરજી મ. સા.... નું નામસ્મરણ થતાં જ તપના પ્રચંડ કિરણોથી ઝળઝળતો એક તેજસિતારો સ્મૃતિપથમાં ઉભરાઇ આવે.
તપસાધનાના ઐતિહાસિક સુવર્ણપૃષ્ઠ પર જેમણે પોતાનું નામ અગ્રિમ હરોળમાં અંક્તિ કર્યું એ તપસમ્રાટના ચરણોમાં આળોટવાનું પુણ્ય-સૌભાગ્ય મને પુગ્યયોગે પ્રાપ્ત થયું. બે ચાતુર્માસ સાથે રહ્યા. શેષકાળમાં પણ ઘણો ઘણો સહવાસ માણ્યો. દીર્ધ સહવાસ સ્થાનથી તેમના સંયમપૂત જીવનની કંઇક ઝાંખી જાણી માણી તેના સંસ્મરણો આજે પણ સ્મૃતિ પટ ઉપર એવા ને એવા તાજા છે.
તેઓ પ્રગટ સંયમમૂર્તિ હતા. ૯૦ વર્ષે પણ તપ અને સંયમનું દિવ્ય તેજ તેમના શરીર ઉપર ઝગારા મારતું હતું અજાણી વ્યકિતને પણ તેમના પ્રથમ દર્શને “આ કોઇ અલૌકિક વ્યક્તિત્વ છે.’’ એવી અનુભૂતિ સહજ થઇ જાય એવું વિરલ તેમનું અભિવ્યકિતત્વ હતું. | સાત દાયકાના સુદીર્ઘ સંયમ પર્યાયમાં કયારેય કોઇપણ પ્રકારના નાના પણ અસંયમનું સેવન તેમણે કર્યું નથી આ પણ તેમની એક મોટી આંતરિક તપશ્ચર્યા કહેવાય. “આહાર એવો ઓડકાર એ કહેવતને રોમમાં વણી લઇ ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ દોષિત આહારના એક દાણાનું પણ સેવન ન કરવું, આહાર અંગેની આ કટ્ટર આચારચુસ્તાએ જ તેમના બ્રહ્મતેજને આસમાને ચઢાવ્યું હતું. | તેઓની શાસન પ્રત્યેની દાઝ પણ દાદ માંગી લે તેવી હતી. સંઘ અને શાસનમાં થતાં નાહકના સંઘર્ષોથી તેઓ અત્યંત અને સાચા અર્થમાં વ્યથિત હતાં. ‘ સંધ એકતા’ ની તીવ્ર ઝંખના તેમના સાડા ત્રણ કરોડ વાડામાં ધાણધાણતી હતી. સંઘની એકતાની કામનાથી જ આવી જૈફ વયે પણ તેમણે આજીવન આયંબિલ તપનો ઘોરાતિઘોર અભિગ્રહ ધારણ કર્યો હતો.
જે વયમાં અપવાદિકરુપે શાસ્ત્રકારો દોષિત શીરો ખાવાની પણ છૂટ આપે છે એ વયમાં વગર દાંતે લુખો આહાર વાપરવો અને પચાવવો એ એક કલ્પી ન શકાય એવી તેમની કઠિન સાધના હતી. વિશેષતા તો તે કહી શકાય કે આવો ઘોર અભિગ્રહ લઇને લગભગ જીવનભર તેમણે પાળીને બતાવ્યો પાછલી પેઢી માટે સૈકાઓ સુધી જીવંત રહે તેવું સપનું આલંબન પુરું પાડી જબરજસ્ત પુણ્ય ઉપાર્જન કર્યું.
અનેક આંતરગુણોથી છલકતા તેમના સંયમજીવનના બાહ્ય પાયારૂપ મુખ્ય ચાર ગુણો હતાં. (૧) તપપ્રેમ (૨). સંયમપ્રેમ (૩) સ્વાધ્યાયપ્રેમ અને (૪) સંધ એકતાનો પ્રેમ..
ઘોર તપ-સંયમની સાધનાના પ્રભાવે તેમના જીવનમાં અનેકાનેક બાહ્ય-અત્યંતર સિદ્ધિઓ સોળે કળાએ ખીલી ઉઠી હતી. તેમના દ્વારા અનેક ચમત્કારો સર્જાતા હતા એમ કહેવા કરતાં તેમનું પુનિત જીવન જ ચમત્કાર સ્વરૂપ હતું .. એમ કહેવું વધુ ઉચિત કહેવાય. | અમદાવાદ રાણીપનું અંજનશલાકા પ્રતિષ્ઠાનું મુહૂર્ત અષાઢ સુદ ૨ નું આવતું હતું. તેમના મોઢામાંથી ૬ મહિના પહેલા જ સહજ શબ્દો સરી પડ્યા કે “અષાઢી બીજના વરસાદ પડે તો? અને ખરેખર અષાઢ સુદ ૧ નાં દિવસે રાત્રે ૧૨ વાગે ધોધમાર વરસાદ તૂટી પડ્યો. | તપસિદ્ધ સાધકો વચનસિદ્ધ હોય છે. તેમના વચનની પરિપૂર્તિ માટે કુદરતનેય ઝૂકવું પડતું હોય છે. સૃષ્ટિ તેમનો પડતો બોલ ઝીલવા તત્પર હોય છે કેમ નો ઝીલે ?
૯૩ વર્ષની ઉંમરે પણ જેઓ પગપાળાં વિહાર કરતાં હોય ! અસાધ્ય બીમારીમાં પણ દોષિત આહારનો દાણો પણ અડવાની જેમની તૈયારી ન હોય ! શરીરથી ઝૂકી જવા છતાં મનોબળથી જેઓ મકર્મ હોય ! જૈફ વયે પણ લુખ્ખા સુક્કા ખોરાકથી જેઓ જીવન વિતાવતા હોય ! નોખી માટીના આવા અનોખા મહામાનવને કોણન ઝૂકે ?
પ૬