________________
વિરુટ બ્યdવના ઘણી
- પ.પૂ. આ.જયસુંદરસૂરિ.મ.સા,
આયંબિલતપના અજોડ તપસ્વીસ્વરુપે જેઓ આપણા જેનશાસનમાં પ્રાતઃસ્મરણીય બની રહ્યા, શ્રી : આગમશાસ્ત્રોના ઉંડા અભ્યાસી અને ચિન્તકરુપે જેઓ વિદ્વાનોમાં મોખરે રહ્યા, સંયમ- શુદ્ધિ અને નિર્દોષ ! ચારિત્રપાલનના કટ્ટર પક્ષપાતી રુપે જેઓ પોતાના દાદા ગુરુદેવ સ્વ. પૂ. આ. પ્રેમસૂરીશ્વરજી મ. સા. ના પડખે : પડછાયાની જેમ ઉભા રહ્યા, શ્રીસંધ અને શાસનના હિતમાં જેઓ ભીષ્મ અભિગ્રહધારકપે જેનોમાં લોકજીભે રમતા થઇ ગયા, મોટા મોટા ચમરબંધી અને પ્રચંડપુણ્યના સ્વામીઓની શેહ-શરમમાં લેશમાત્ર ન તાણાવા બદલ જેઓ સકલસંઘમાં આદરપાત્ર બન્યા, અસંયમના પ્રખર વિરોધમાં સંયમપ્રેમીઓને આશરો આપવાની બાબતમાં જેઓ 1 | નિર્ભયતાથી અગ્રેસર થયા, અશાસ્ત્રીય અશોભનીય કુટનીતિઓ દ્વારા બીજાના શિષ્યો-મુમુક્ષઓને પોતાના તરફ ખેંચી ' લેવાની નિંધ લાલસાથી જેઓ કયારેય અભડાયા નહીં. કડવા ગૂઢ સત્યોને સંઘહિતમાં જાહેર કરવા દ્વારા જેઓ શુદ્ધ : પ્રરુપકોની શ્રેણિમાં આરુઢ થઇ રહ્યા, નિઃસ્પૃહતા વગેરે દશ યતિધર્મની સાધનામાં જે પ્રમાદમુક્ત રહ્યા..... એવા : વિરાટ જૈનાચાર્ય પ.પૂ. આચાર્યદેવ શ્રી વિજયહિમાંશુ સૂરીશ્વરજી મ.સા. ના ચરણે કોટિ કોટિ વન્દના, | પૂજ્યશ્રીના મુખેથી સાંભળવા મળેલ એક વિશિષ્ટ પ્રસંગ- સ્થળ કે ભગવાનનું નામ તો યાદ નથી પણ કચ્છના જ એક ગામની વાત છે. એ ગામમાં જૈનોના થોડા ધર, બધે જ વર્તમાનમાં બની રહ્યું છે તેમ એ ગામમાં પણ નાના ઘરો ઘટતા રહેલા. વર્તમાનકાળમાં ઠેર ઠેર જૈનોના ઘરોની વસ્તી ઓછી થતી જવામાં મુખ્ય કારણ તો વર્તમાન સરકારોની ; ગામડા વિરોધી રાજકીય આર્થિક નીતિઓ જ રહી છે તેમ છતાં પણ અણસમજુ જૈનોને તો એમાં કયાંક ને કયાંક દેરાસરમાં દેખાતા કાલ્પનિક દોષો જ કારણરુપે ભાસ્યા કરે છે, એ કરુણતા છે. એ ગામમાં મૂળનાયક ભગવાનની ' બાજુમાં કોઇક ભગવાનના પ્રતિમાજી ખંડિત જણાતાં હતાં, એટલે આણસમજુ જૈનોને તો એમાં જ જેનોની પડતીનો દોષ દેખાતો હતો, એટલે ઘણા જૈન શ્રદ્ધાળુઓ તો એ પ્રતિમાજીનું ઉત્થાપન કરીને દરિયામાં પધરાવીને નવા પ્રતિમાજી ભરાવીને પ્રતિષ્ઠા કરવા તત્પર બન્યા હતા. તો બીજા કેટલાક એવો ભય પણ બતાડતા હતા કે એનું ઉત્થાપન કરવાથી 1 આકાશ તૂટી પડશે એટલે તેઓ તેના ઉત્થાપનનો વિરોધ કરી રહ્યા હતાં. | અવસરે પૂ.પં. હિમાંશુવિ.મ.સા. એ ગામમાં પધાર્યા. બંને પક્ષો પૂજ્યશ્રી પાસે આવીને પોતપોતાની વાત કરી જતા . હતા, કોઇ ઢીલું મુકવા તૈયાર ન હતાં. છતાં બધા ઇચ્છતા તો હતા કે આવા કોઇ મહાતપસ્વીના વરદાન-આશીર્વાદથી આ ' વિવાદનો અંત આવે. પૂજ્યશ્રીએ તટસ્થભાવે બંને પક્ષોને જણાવ્યું કે જો તમારે નિવેડો લાવવો જ હોય તો તમારા સંઘના જુના ચોપડી-દસ્તાવેજો વગેરે મને જોવા દો, અને પછી જો તમને મારામાં વિશ્વાસ હોય તો મારો નિર્ણય સ્વીકારજો. | તટસ્થપણે પૂજયશ્રીએ ચોપડા વગેરે તપાસ્યા. કયારે કયા કયા ભગવાનની કોની નિશ્રામાં, કોણે કોણે પ્રતિષ્ઠા કરી !
એ બધુ ઉલેચ્યું તો સત્ય ધ્યાનમાં આવી ગયું જે ભગવાન ખંડિત હતા એ આજકાલના કે પાંચ-પચ્ચીસ વર્ષોમાં ખંડિત હતા એમ નહીં પણ છેલ્લી પ્રતિષ્ઠા થઇ ત્યારે પણ ખંડિત જ હતાં. તેમ છતાં શ્રીસંઘે અને તે કાળના મહાત્માઓએ તેની ! પ્રતિષ્ઠા કરાવી હતી કારણ કે બે ત્રણ વાર એ ખંડિત પ્રતિમાજી પધરાવી દેવાની મહેનત કરવા છતાં અધિષ્ઠાયક દેવતાએ ' તેમ કરવા દીધું ન હતું. તેથી તે કાળનો શ્રીસંધ અને મહાત્માઓએ નિર્ણય કર્યો કે અધિષ્ઠાયક જાગતા છે. અને આ 1 પ્રતિમાજીના ભક્ત હોઇ તેનું વિસર્જન ઇચ્છતા નથી. તેથી શ્રીસંઘે એ ખંડિત પ્રતિમાજીને ફરીથી ત્યાં પ્રતિષ્ઠિત કરેલા. (જેમ શ્રી નવખંડા પાર્શ્વનાથ- ઘોઘામાં)
પૂજ્યશ્રીએ આ બધા પૂરાવા સાથે શ્રીસંઘમાં સાચી હકીકત જાહેર કરી. બંને પક્ષોને પ્રતીતિ થઇ, સંતોષ થયો અને વિવાદનો સુખદ અંત આવ્યો.
પૂજ્યશ્રીની વિવાદ ઉકેલવા માટેની ચીવટ અને સૂઝ તેમજ દૂરદર્શિતા અને પ્રચંડ નિર્મલ પપ્પાઇનો આ પ્રભાવ. | બીજો એક પ્રસંગ પૂજ્યશ્રીએ સંભળાવેલો, કોઇ ગામમાંથી પોતે વિહાર કર્યો. સાથે એક બે સંઘટ્ટક હતા. બીજા ગામમાં પહોંચ્યા અને બીજા એક સાધુ માંદા પડ્યા તે એવા કે શરીર લાકડા જેવું અક્કડ થઇ ગયું. જેનોના બે ચાર ઘર હતાં પણ કોઇ દેખાયું નહિ. પોતે શક્ય ઉપાયો કર્યા પણ કંઇ વળ્યું નહિ. પછી એક શ્રાવક દેખાયા, તેમણે પૂછયું શું થયું છે આ મહારાજને? એટલે જરા ભારે સ્વરે પેલા મહાત્મા પ્રત્યેની ચિંતાથી પૂજ્યશ્રીએ પેલા શ્રાવકને ખખડાવીને પૂછ્યું કે “કોઇ વૈદ, જાણકાર અને મહાત્માની ચિંતાદવા કરનારા આ ગામમાં છે કે નહીં ?'' પેલા શ્રાવક તો હેબતાઇ ગયા. ગામ નાનું હતું. એવી કોઇ સગવડ ન હતી. છેવટે પૂજ્યશ્રીએ એમને બાજુના જે ગામમાંથી વિહાર કરીને આવ્યા હતાં ત્યાં દોડા દોડી કરાવીને સ્ટ્રેચર -ડોળી જે મળ્યું તે મંગાવ્યું અને એ મહાત્મા ને પોતે સાથે ચાલીને મોટા ગામ પાછા ફર્યા. થોડા સમયમાં પેલા મહાત્માને ઘણું સારું થઇ ગયું પૂજ્યશ્રી આ પ્રસંગે યાદ કરતાં બોલ્યા કે, વિહાર કર્યો તે દિવસે જેઠ સુદ (કે વદ) તેરસ હતી, એ દિવસે કયારે પણ નવો વિહાર ન કરવો.
અમારે પાંચ સાધુઓએ અમદાવાદથી મુંબઇ તરફ સાંજે વિહાર કરવાનો હતો. વિહાર વેળાએ બધાએ પૂજ્યશ્રીને ભાવથી વંદન કર્યા, વાસક્ષેપ કરાવ્યો અને હિતશિક્ષા માટે વિનંતી કરી. પૂજ્યશ્રીએ કહ્યું કે ‘‘મુંબઇ તો જનારા બધા ખાસુ કમાય છે તો તમે પણ ડબલ ત્રણ ગણા થશો.'' પૂજયશ્રીના એ આર્શીવાદ વચનો સાચા પડ્યા અને આજે પાંચ છ વરસે ચૌદ નવી દીક્ષાઓ થતાં અમે ઓગણીશ સાધુઓ થઇ ગયા છીએ પૂજ્યશ્રીની સંયમપૂત અને તપના તેજમાંથી ઝરેલી આ હતી વચનસિદ્ધિ.!!
પૂજ્યશ્રી જે વિશુદ્ધસંયમ, શ્રી સંઘહિતની ધગશ, કઠોર તપશ્ચર્યા, સ્વાવલંબન વગેરે મહાન આદર્શો જીવી ગયા છે – તેમાંનો અંશ પણ અમોને પ્રાપ્ત થાય એવી પવિત્ર ભાવના સાથે પૂજ્યશ્રીના ચરણોમાં સહસ્ત્ર શ્રદ્ધાંજલિ અર્પણ.
[૧૨"
For Pr
o
use only