________________
અૉગ વ્યક્તિત્વ
- પ.પૂ.મુનિ અઈપ્રભ વિ.મ.સા. વર્તમાનમાં દીક્ષા લેનારની સંખ્યા વધી છે તે આનંદનો વિષય છે. પણ તે દીક્ષાને જીવનમાં પરીણમાવનારા ઘટયા છે. તે ખરેખર જ ૧ખેદનો વિષય છે. રોગીઓ ઔષધનું સેવન કરે તે ઇષ્ટ છે પણ તે જ ઔષધ જો રોગીને પરીણમે નહી તો મ્હોટી ચિંતાનો વિષય છે. કારણ ઔષધ પરીણમે તો જ રોગ જાય ઔષધ લેવા માત્રથી રોગ જતો નથી.
દીક્ષાનું પરીણમતું હૉટલે શું ? તેનો જવાબ દીક્ષાળઝીશીમાં મળે છે. "शरीरेणैव युध्यन्ते दीक्षा परीणतौ बुधाः दुर्लभं वैरीणं व्यावृत्ताः बाह्ययुद्धतः "
દીક્ષા જયારે પરીણામ પામે ત્યારે બુદ્ધિશાળીઓ બાહ્ય વ્યકિત આદિ સાથેના યુદ્ધનો ત્યાગ કરી દુર્લભ એવા શરીરરૂપી શત્રુની સાથે જ યુદ્ધ ચાલુ કરે છે.
सर्वोयदर्थमारम्भ क्रियते अनन्तदुःखकृत्; सर्पलालनं अस्य,पालनं तस्य वैरिणः ।।
આવી વાતો વાંચ્યા અને સાંભળ્યા પછી થયું કે દીક્ષા લેવી સહેલી છે પણ દીક્ષા પરિણત થવી અતિ મુશ્કેલ છે. શરીરને શત્રુ માની તેના ઉપર જુલમ ગુજારવો તે જ વાસ્તવિક દીક્ષા છે. આવું કામ તો ચોથા આરાના જીવો શ્રી શાલિભદ્રજી, મેઘકુમાર, ગજસુકુમાલ વગેરે જીવો જ કરી શકતા અને કરી શકે. આ કાળમાં આ બધું શું શક્ય છે ? પણ જયારે ભિષ્મતપસ્વી અતિદુષ્કર અનુકાનોને આચરનાર પ.પૂ. આ.ભ. શ્રી હિમાંશુસૂરીશ્વરજી મહારાજાને સાક્ષાત્ દેખ્યા ત્યારે આશ્ચર્ય ચકિત્ થઇ જવાયું. શ્રી આર્યમહાગિરિએ જેમ જિનકલ્પની તુલના મુજબ જીવન જીવ્યા તેમ આચાર્યભગવંત ચોથા આરાની તુલના મુજબ જીવન જીવ્યા. - શરીરને શત્રુ માન્યા સિવાય અને તેની સાથે યુદ્ધ કર્યા સિવાય આ બધુ શું શક્ય છે ? સાત છઠ બે અઠમ બધા પારણામાં આયંબિલ અને તેમાંય શ્રી ગિરનારની ૯૯ યાત્રી શું આ શક્ય લાગે છે ? વર્ધમાનતપની ૬૧ અને ૬૨ મી ઓળી છઠના પારણે આયંબિલથી થાય શું શરીરને દુશ્મન માન્યા વિના થઇ શકે? શ્રી ગિરનારથી શ્રી શત્રુંજયના વિહારમાં માસક્ષમણ અને શ્રી દાદાની યાત્રા કર્યા પછી આયંબિલ તપથી પારણું શું આવા તપની કલ્પના પણ થઇ શકે ?
૮૫ વર્ષ પછીની ઉંમરે સળંગ ચાર હજાર આયંબિલ છ'રી પાળતો અમદાવાદથી શત્રુંજાનો સંઘ આ બધું શું શકય છે ?
શરીરને શત્રુ માની તેની સાથે યુદ્ધ કરવાનું ચાલુ કર્યા સીવાય કશું જ શક્ય નથી અને શત્રુ માનીને શરીરની સાથે યુદ્ધ કરવું તે જ દીક્ષા પરીણામ પામેલી છે.
કલિકાળમાં જ્યાં સિંહની જેમ દીક્ષા લેનારા ને શીયાળીયાની જેમ દીક્ષા પાળનારા અત્યંત ઢીલા અને શિથિલ થઇ ગયેલા પ્રચુર પ્રમાણમાં જોવા મળે છે તેવા કાળમાં આવી વિરલ, ભીષ્મ તપસ્વી, આઠ પ્રભાવકમાંના પાંચમાં તપપ્રભાવક એવા આ.ભ.શ્રી હિમાંશુસૂરીશ્વરજી મહારાજા થયા તે આશ્ચર્ય છે. અને આપણા જેવા પામરોને તેમના દર્શન થયા તે મહાશ્ચર્ય છે પણ આવું પણ થાય જ કારણ કે તેઓશ્રી પણ વનકેસરી એવા સિંહના જ બચ્યા હતા ને ? અને સિંહના બચ્ચા સિંહ હોય તેમાં નવાઇ નહી ને ?
શત્રુભૂત એવા શરીરને માટે અનંતદુ:ખને આપનાર એવો જે આરંભ કરાય છે. તે સર્પને દુધ પાવા સમાન છે.
prayerg